________________
શારદા રત્ન
૫૨૭
તેમના દિલમાં દયા આવી. બિચારાના પાપકર્મનો ઉદય હશે ત્યારે તેને ભીખ માંગવાને વખત આવ્યો ને ! આપણી પાસે છે તે માંગે છે. તેને કંઈક આપવાનું મન થયું, પણ પાસે કંઈ હતું નહિ. આ શેઠ તે એવા ભારે લેભયા કે કોઈ દિવસ શેઠાણીને વાપરવા બે પાંચ રૂપિયા પણ આપતા નથી. શેઠાણી વિચારે છે કે શું આપુ? વિચારમાં ને વિચારમાં તેને હાથ નાક પર ગયો ને નાકની નથણી હાથમાં આવી. શેઠાણીએ કાંઈ પણ વિચાર ક્યા વિના બ્રાહ્મણને નથણ દઈ દીધી. ભિક્ષુક કહે બેન ! તમારું ભવભવ કલ્યાણ થજે. એમ આશીર્વાદ આપ્યા. કયાં શેઠની કૃપણ ભાવના ને કયાં શેઠાણીની ઉદાર ભાવના ! બ્રાહ્મણ વિચાર કરે છે, મને જલ્દી અહીંથી જવા દે, જે શેઠ આવી પહોંચશે તે આ આપેલું પણ પાછું લઈ લેશે. એમ વિચારીને તે ત્યાંથી રવાના થયે.
નથણી જોતા શેઠને જાગેલે ક્રોધઃ- બ્રાહ્મણ વિચાર કરે છે મારે નથણીની જરૂર નથી. જરૂર છે પૈસાની, તે નથણું વેચીને પૈસા મેળવી લઉં. શહેરમાં તે ઝવેરીની ઘણી દુકાને. કેટલીય દુકાનોમાં ફર્યો. કોઈએ સો રૂપિયા કહ્યા, કેઈએ બસો કહ્યા, તે કેઈએ પાંચ કહ્યા. એક પ્રમાણિક વહેપારી હતા તેણે કહ્યું. આપ પિલી મોટી દુકાને જાઓ. આ તમારી વસ્તુ મૂલ્યવાન છે, હિરે ડાઘ વગરને ચેખો છે, તમને હજાર બે હજાર રૂપિયા મળશે. બ્રાહ્મણ ફરતો ફરતે શહેરના મોટા નામાંક્તિ ઝવેરીની દુકાને આવ્યા. દુકાને મુનીમ બેઠા હતા. તે ઝવેરાત પારખવામાં હોંશિયાર હતો. જ્ઞાની કહે છે આ જીવ ગમે તેટલી ડીગ્રી મેળવે, કિંમતી રત્નોને પારખવામાં હોંશિયાર થઈ જાય પણ જ્યાં સુધી તેણે આત્મા રૂપી રત્નને ઓળખ્યું નથી, તેની પિછાણ કરી નથી, ત્યાં સુધી તે સાચે ઝવેરી નથી. જો કંઈ પણ પ્રાપ્ત કરવા જેવું હોય તે તે તારો આત્મા છે. આત્માને પ્રાપ્ત કરવાના પુરૂષાર્થ સિવાય બીજે કઈ પુરૂષાર્થ કરવા જેવું નથી. આત્મા સિવાય કંઈ પણ મેળવવા જેવું ન લાગે ત્યારે એમના માર્ગો તારા પ્રયાણનો પ્રારંભ થશે. આત્માને મેળવવા માટેના પુરૂષાર્થમાં તું લાગી જઈશ ત્યારે તું યેગી બનીશ. મેગી બન્યા વિના આત્માની પ્રાપ્તિ નહિ થાય. આત્માની પ્રાપ્તિ એટલે કર્મમુક્ત અવસ્થાની પ્રાપ્તિ.
- બ્રાહ્મણ ફરતે ફરતે શહેરના પ્રખ્યાત ઝવેરીની દુકાને ગયો. ગાદી પર મુનિમ બેઠા હતે. એણે નથણી જોઈને બે હજાર રૂપિયા કિંમત કરી. બ્રાહ્મણના મનમાં લોભ જાગે કે હજુ મને નથણીના વધારે પૈસા મળશે. એટલે નથણી પાછી માંગી. મુનીમે શેઠને કહ્યું, આ નથણીના બે હજાર આપવાના કહું તે ય આ બ્રાહ્મણ માનતા નથી. શેઠે નથણી જેઈને બ્રાહ્મણને કહ્યું, મહારાજ ! લેવા હોય તો બે હજાર લે, નહિ તો ચાલતી પકડો. બ્રાહ્મણને થયું બસ, હવે કસ આવી ગયો લાગે છે. હવે વધારે નહિ મળે એટલે બે હજાર રૂપિયા લઈને રવાના થયો. નથણી જોઈને શેઠ વિચારમાં પડી ગયા કે આ નાકની નથણી મારી પત્નીની લાગે છે. શું તેણે આ નથણી આ બ્રાહ્મણને દાનમાં દઈ દીધી હશે ! તેમના પેટમાં તો તેલ રેડાયું. જે એક પેસે ન છોડે તેના બદલે પત્નીએ નથણ દઈ દીધી! લાવ ઘેર જઈને તપાસ કરું.