________________
શારદા રત્ન
૫૩૭ માતાને એકનો એક દીકરો હતો. માતાને ખૂબ વહાલો. છોકરો પણ એટલે વિનયી, વિવેકી હતો. માતાની લાગણી ખૂબ. તેની આજ્ઞામાં ઓતપ્રોત કયારે પણ માતાની આજ્ઞા ઉલંઘી નથી. માતાના પગ ધોઈને પીવે. છોકરો યુવાન થયો, એટલે સારી, સુશીલ કન્યા સાથે માતાએ તેને ધામધૂમ અને ઉમંગથી પરણાવ્યો. વહુ પરણીને ઘેર આવી. માતાને પુત્ર પ્રત્યે પ્રેમ ઘણે, પણ સાથે સાથે મનમાં એવા ભાવ હતા કે પુત્ર મારો બનીને રહેવો જોઈએ, પત્નીનો નહિ. છોકરો મા નો વિનયવિવેક સાચવે. સારી રીતે બોલાવે પણ જેને પરણીને લાવ્યા એનું પણ સાંભળવું તે જોઈએ ને ! છોકરો બંનેને સાચવે ને બંનેનું સાંભળે. છોકરો પત્ની સાથે વાતચીત કરે, તેને લઈને ફરવા જાય, તે માતાને ગમતું નથી. માતાથી આ બધું સહન થતું નથી. છોકરા પત્નીને બેલાવે નહિ, વાતચીત કરે નહિ તે તેને પરણને લાવવાનો શું અર્થ?
છેવટે માતાએ રમત રમવાનું નક્કી કર્યું. જોજે, ઈર્ષ્યા શું કરે છે? પોતાના દીકરા વહુ છે છતાં તેમને આનંદ પણ સહન કરી શકતી નથી, ને મનમાં ઈર્ષ્યાગ્નિની જવાળામાં બળવા લાગી. તેણે એક બનાવટી પત્ર લખીને વહુની સાડલાની થપ્પીમાં વચ્ચે મૂકી દીધા. બીજે દિવસે ફરવા જવું હતું, એટલે વહુ સાડલે લેવા ગઈ. તેમાંથી આ કાગળ નીચે પડી ગયો. વહુ તે બિચારી કંઈ જાણતી ન હતી. તદ્દન નિર્દોષ છે. જે કાગળ પડ્યો તેવો પત્ની એ કાગળ લેવા જાય તે પહેલાં પતિએ પત્ર લઈ લીધે અસ વાં. પત્ર વાંચતા વાંચતા તેના ચહેરાની રેખાઓ બદલાવા લાગી, કારણ કે કાગળમાં સાસુએ કેટલાય બેટા આક્ષેપો તેના પર મૂક્યા છે, કલંક ચઢાવ્યા છે. જીવ કર્મ બાંધતા વિચાર નથી કરતો કે આ નિર્દોષ વહુ ઉપર બેટા કલંક-આક્ષેપ મૂકીશ તે મારી શી દશા થશે ? પુત્રે કાગળ સાચો માની લીધે. પત્નીને ન સંભળાવવાના શબ્દો સંભળાવ્યા ને કહ્યું, તું આ ઘરમાં ન જોઈએ. પણ છે શું? મારો શું વાંક છે ? મને તારી બધી ખબર પડી ગઈ છે. પની પગમાં પડે છે પણ કાંઈ વાંક ગુને કહેતો નથી. પત્ની સગર્ભા હતી પણ પેલા પત્રે એને એ ભડકાવ્યો હતો કે પત્નીની કઈ વાત તેની શંકાને દૂર ન કરી શકી. તેણે પત્નીનો કંઈ વાંક ગુનો બતાવે નહિ ને પિયર કાઢી મૂકી.
પત્નીને પિયર મોકલી, આથી મા ખુશ થઈ ગઈ. તેને થયું કે પુત્ર હવે મારું કહ્યું માનશે. મારો બનીને રહેશે. પત્નીને પિયર ગયા પછી ખબર પડી કે મારા સાસુએ મારા પર ખોટા કલંક ચઢાવીને એ કાગળ મૂક્યો હતો. તે વાંચતા પતિ પલટાઈ ગયે ને મને પિયર કાઢી મૂકી. પની ડાહી ને સમજણી હતી. તે વિચાર કરે છે એમાં સાસુને શો દેષ? મેં પૂર્વ ભવમાં એમના પર કલંક ચઢાવ્યા હશે તે આ ભવમાં તેમણે મારા પર કલંક ચઢાવ્યા. તું હવે તેમની સાથે વેર ન રાખીશ. દુઃખમાં સમતા રાખ. મનમાં દુખ ધરીશ નહિ. આ રીતે કર્મનો ઉદય સમજતી એ પિયરમાં રહે છે. સમય જતાં તેણે પુત્રને જન્મ આપ્યું. તેના સમાચાર મોકલ્યા, છતાં પતિ ન ગયો. પત્નીનું કે પુત્રનું