________________
શારદા રત્ન
પર૯
ચંદ્રયશ વિચારે છે કે હાથીને વશ કરવાથી પ્રજાનું દુઃખ દૂર થયું અને મને પણ હાથીનો લાભ થશે. આ હાથી તો જાણે મારે માટે ન આવ્યા હોય! આ બાજુ નમિરાજાના માણસોએ જઈને બધી વાત કરી. મહારાજા ! આપનો પટ્ટહસ્તિ મર્દોન્મત્ત થઈને ભાગી ગયો હતો. અમે તેને વશ કરવા ઘણું પ્રયત્નો કર્યા, પણ તે કંઈનાથી વશ ન થયો, અમારા બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. તે જંગલમાં ભાગી ગયો. આખરે તે હાથી આપણી સીમાને ઓળંગી માલવપતિ ચંદ્રયશ રાજાના રાજ્યની હદમાં દાખલ થઈ ગયો. આપણે તે હાથી મિથિલા નગરીમાં ખૂબ ત્રાસ વર્તાવવા લાગ્યો. પ્રજાને રંજાડવા લાગે. પ્રજાને હેરાન પરેશાન કરી દીધી. તેને વશ કરવા બધાએ ઘણા પ્રયત્નો કર્યા પણ તે વશ ન થયો. છેવટે ન બનવાનું બની ગયું. નમિરાજા કહે શું બન્યું ? ચંદ્રયશ રાજા સૈન્ય લઈને હાથીને વશ કરવા આવ્યા. ન જાણે શું સૂઝયું કે તે હાથી અમને વશ ન થયો, પણ ચંદ્રયશ રાજાને દૂરથી આવતા જોયા કે તે ઠંડોગાર બની ગયો અને તેમને સહજ રીતે વશ થઈ ગયો. હાથીને વશ કરી માલવપતિ જ્યારે તે હાથી ઉપર બિરાજ્યા અને તેની ઉપર ચામર ઢોળાવવા લાગ્યા ત્યારે તે માલવપતિ એવા શોભતા હતા કે જાણે ઈન્દ્ર જોઈ લો. હાથીને તે રાજાના હાથમાં જતે જોઈ અમને બધાને ઘણું દુઃખ થયું પણ અમે ત્યારે શું કરી શકીએ ? આખરે અમે વિવશ થઈને પાછા આવ્યા છીએ અને આપને બનેલી હકીકત કહી રહ્યા છીએ.
આ વાત સાંભળીને નમિરાજાને ખૂબ દુખ થયું. સૌને સૌનું સ્વમાન વહાલું હોય છે. મારો પટ્ટહસ્તિ કેમ જવા દેવાય ? તેમના મનમાં ક્રોધ આવ્યું. આંખ લાલાળ થઈ ગઈ. તે કહેવા લાગ્યા કે તમે લોકેએ અત્યાર સુધી મને એ સમાચાર કેમ ન આપ્યા ? મહાવતે કહ્યું, અમને એવો વિશ્વાસ હતું કે અમે હાથીને વશ કરી લઈશું પણ અમારે એ વિશ્વાસ છેટે નીકળ્યો, અને અમે હાથીને વશ કરી શક્યા નહિ. હવે નમિરાજા હાથીને પાછો મેળવવા માટે શું કરશે તેના ભાવ અવસરે
ચરિત્ર-બાળકને રડાવવા માટે ઉપાય શોધતા રાજા : રાજાએ બંને લાડવા પિતાના બાળકોને ખવડાવ્યા. રાજાના હૃદયમાં બંને રાજકુમારમાંથી કેણ રાજા બનશે અને તેના અશ્રુબિંદુ મોતી બનશે તે જોવા માટે અધીરાઈ આવી છે. આ બંને બાળકે પુણ્યવંતા છે. એમને રડવાની ખબર નથી. પુણ્યશાળી જીવોના કજીયા ન હોય, રડવાનું ન હોય, તેમજ ભૂખારવા ન હોય. તેમના પેટ ભરેલા હોય. હવે છોકરાઓને રડાવવા કેવી રીતે ? રાજાને રાત્રે ઉંઘ પણ નથી આવતી. રાત્રીના ચાર પ્રહર ચાર વર્ષ જેવા થઈ પડ્યા. જ્યારે સવાર પડે ને એ અદ્દભૂત દશ્ય નિહાળું ! મનમાં વિચારના તરંગે ઉઠે છે. કદાચ આ રંકની સોગાદને ચમત્કાર પ્રકાશ પામે તો એને કઈ રીતે સન્માનવો ? અરે ! રૂદન વિના આંસુના મેતી કઈ રીતે પ્રાપ્ત થાય? એ માટે કુમાર પાસે કેવો પ્રવેગ કરવો ? શું એમને માર મારવો ? ના.ના.. આશા અને અરમાન ભર્યા લાડીલા કુમારોને ફૂલની માફક જાળવ્યા છે. એમને વિના કારણે તાડનને અત્યાચાર કેમ થાય?