________________
શારદા રત્ન
૫૨૫
લાગતી ત્યારે હિલેળા લેતા શાંત-પ્રશાંત પરિજાતથી ભર્યા–ભાદર્યા સરોવરને એ ડહેલી નાંખતો. વિશ્રામની તે વાત જ ન હતી. મિથિલાની હદ તે કયારની ઓળંગાઈ હતી. વિંધ્ય પર્વતની હારમાળા હવે શરૂ થઈ. મિથિલાથી આ પ્રદેશ ખૂબ દૂર સુદૂર હતા.
શ્વેત હાથીની કાયા હવે થાકી ગઈ હતી. વિંધ્યાચળથી સુદર્શન ખૂબ નજીક હતું. સુદર્શન એટલે કયું નગર ? ખબર છે કે આપને ? જ્યાં મણિરથ અને યુગબાહુ રાજ્ય કરતા હતા તે નગર. જ્યાં ચંદ્રયશ રાજા રાજ્ય કરે છે. મિથિલાથી આવેલો એ શ્વેત હસ્તિ, રત્ન વિંધ્યાચલમાં આવીને થંભી ગયો. એ ચદ્રયશના રાજ્યને વિસ્તાર ગણાતો હતો. નમિરાજનો આ હાથી સુદર્શન નગરની સીમામાં પહોંચીને ઉત્પાત કરવા લાગ્યો.
ચંદ્રયશ પાસે આવેલી ફરિયાદ -હાથીના ઉત્પાતને કારણે સુદર્શનપુરની પ્રજા ઘણું ત્રાસ પામી ગઈ ત્રાસથી મુક્ત થવા પ્રજા રાજા ચન્દ્રયશની પાસે ગઈ અને પિતાની દુઃખદ કહાની રાજાને કહી. પહેલાના રાજાઓ પ્રજાનો પોકાર સાંભળીને બેસી રહે તેવા ન હતા. તે સમજતા હતા કે પ્રજા સુખી તે હું સુખી ને પ્રજા દુઃખી તે હું દુઃખી. તે પ્રજાને પોતાના સંતાન સમાન માનતા અને પ્રજા રાજાને પિતા સમાન માનતી. આજે તે રાજા પ્રજાનાં શત્રુ અને પ્રજા રાજાના શત્રુ બની ગયા છે. રાજાએ પ્રજાને પોકાર સાંભળ્યો. તે પ્રમાદ કરીને બેસી ન રહ્યા. કોઈને ઓર્ડર ન કર્યો. જાતે ઉભા થયા, મારી હાજરીમાં મારી પ્રજાને કઈ પ્રકારનું દુઃખ થાય તે પછી હું રાજા જ શાનેર પ્રજાને કઈ પ્રકારનું દુઃખ ન થાય એવી વ્યવસ્થા કરવી એ રાજા તરીકેનું મારું કર્તવ્ય છે. ચંદ્રયશ કોના પુત્ર છે એ ખબર છે ને? યુગબાહુ પિતા અને મયણરેહા માતાના પુત્ર છે, જે માતા પિતા સંસ્કારી, સદાચારી, શીલવાન હોય તેના સંતાનો પણ પવિત્ર જ હોય ને ! અરે! મયણરેહાએ તે શીલ સાચવવા કેટલા કષ્ટ વેઠયા પણ શીલ નથી છોડયું, એવી આદર્શ માતાને દીકરો ચંદ્રયશ છે. ચંદ્રયશ રાજાએ કહ્યું, આપ જાવ. હમણું તમારું દુઃખ દૂર કરું છું.
ચંદ્રશે સૈનિકોને બોલાવ્યા ને કહ્યું કે મારી પ્રજા હાથીના ત્રાસથી દુઃખી થઈ રહી છે, માટે એ હાથીને જીતવા–વશ કરવા આપ સૈન્ય તૈયાર કરો. ચંદ્રયશ રાજા સિન્ય લઈને જ્યાં હાથી છે ત્યાં જાય છે. હાથીએ દૂરથી ચંદ્રયશને જો કે તે ઠંડા પડી ગયો. તેનું તોફાન બંધ થઈ ગયું. બધાને ખૂબ આશ્ચર્ય થયું કે જે હાથીને વશ કરવા કેટલા અંકુશો માર્યા, તેને વશ કરવા સેંકડો ઉપાયે કર્યા, છતાં કાબૂમાં ન આવ્યું, તે આજે ચંદ્રયશ રાજાને જોઈને ઠંડો પડી ગયો ને સૂઢ નમાવીને જાણે નમસ્તે કરતો હોય તેમ કરવા લાગ્યું. રાજાના મનમાં થયું કે આ હાથી ગાંડપણમાં મિથિલા નગરીને છોડીને છેક અહિં મારી નગરી સુધી આ માટે તેમાં જરૂર કાંઈ સંકેત હશે. ન બનવાનું બન્યું છે માટે ભાવિના ભણકારા એમાં છુપાયેલા હશે. ચંદ્રયશ રાજા હાથી પર બેસીને તેને હાથીખાનામાં લઈ ગયા અને માણસેને કહી દીધું, આ હાથીને તકલીફ ન થાય તે રીતે સાચવજે. હાથી કાંઈ બેલ નથી પણ તેને સંકેત છે કે કેટલાય