________________
પરઠ
શારદા રત્ન
પેાતાના જ ભાઈને મારી નાંખ્યા. મને તે આ રાજ્યગાદી ઉપર બેસતાં પણ બીક લાગે છે. આ પ્રમાણે કહી ચંદ્રયશે રાજ્યગાદી ઉપર બેસવાની ના પાડી, ત્યારે સામતાએ તેને સમજાવ્યા કે એમાં રાજ્યગાદીના શે। અપરાધ છે ? ગાદી ઉપર બેસી જે પ્રમાણે ખરાબ ભાવના કરી શકાય છે તે રીતે સારી ભાવના પણ કરી શકાય છે. સત્તાના જેમ દુરૂપયાગ કરી શકાય છે તેમ સદુપયેાગ પણ કરી શકાય છે, માટે આપ રાજસિ’હાસને બિરાજો. રાજા વિના એક દિવસ પણ કામ ચાલી શકતું નથી. દુષ્કાળ પડે તે પ્રજા જેમ તેમ કરીને એક વર્ષ કાઢી શકે છે, પણ જો રાજકીય વ્યવસ્થા એક દિવસને માટે પણ ન હાય તા ગજબ થઈ જાય. આપ વીરતાની વાતા તા માટી માટી કરતા હતા, પણ કવ્ય મજાવવાના સમયે કાયરતા કેમ બતાવી રહ્યા છે ? તમારે રાજ્યગાદી ઉપર બેસવુ` પડશે. ચંદ્રેયશ બુદ્ધિમાન હતા પણ દુઃખના કારણે તે ગાદી ઉપર બેસવાની ના પાડતા હતા. સામતાના સમજાવવાથી તેનું દુઃખ આછું થયું અને તે રાજ્યગાદી ઉપર બેઠા.
રાજા બન્યા પછી ચન્દ્રયશ વિચારવા લાગ્યા કે આ રાજમુગટ તે મારા માટે એક સ'કટ સમાન છે. આ રાજમુગટના કારણે મારા માથા ઉપર એક માટી જવાબદારી આવી પડી છે. આ રાજમુગટે પિતાની હત્યા કરાવી છે, માતાના વિયેાગ કરાવ્યા છે. આ રાજમુગટ મારા માટે એવા વિનાશકારક ન નીવડે તેની મારે સાવધાની રાખવી જોઈ એ. પ્રજાને સુખ આપવું એ મારા ઉદ્દેશ હાવા જોઇએ. પ્રજા સુખી તેા રાજા સુખી અને પ્રજા દુઃખી તા રાજા દુઃખી છે, એમ સમજવું જોઇએ. રાજ્યના ભંડારમાં જે ધન આવે છે તે ધનને રાજાએ પેાતાનું ધન ન માનતા પ્રજાનું ધન છે એમ માનવું જોઈ એ. તે ધન પ્રજાનું હાવાથી તે ધનના ઉપયાગ પ્રજાના હિત માટે થવા જોઈ એ. જો હું તે ધનને પ્રજાનું કલ્યાણ કરવામાં ન વાપરું અને મેાજશેાખમાં ઉડાવુ' તા એ મારી હરામખારી ગણાય. હું રાજા છું. રાજમુગટ પહેરું છું, અને રાજસી વસ્રા પહેરું છું. પણ જો હુ. પ્રજાની રક્ષા ન કરુ તા મને એ અધિકાર કેમ છાજે ? રાજ્યગાદીએ બેઠા પછી પહેલું મારું એ વ્ય છે કે મારે મારી માતાના પત્તો મેળવવા જોઈ એ. આ પ્રમાણે વિચાર કરી તેણે માતાની તપાસ કરવા માટે ચારે બાજુ માણસાને માકલ્યા. માણસાએ મયણુરેહાની ખૂબ તપાસ કરી પણ કયાંય પત્તો પડયા નહિ. માતાના પત્તો ન પડવાથી ચદ્રયશને ખૂબ દુઃખ થયું, ત્યારે બધાએ તેને સમજાવીને હિંમત આપી. ચંદ્રયશ ધૈર્ય ધારણ કરી ન્યાયનીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. આ ખાજુ નમિરાજ આનંદથી રાજ્ય ચલાવે છે. હવે ત્યાં કેવું નિમિત્ત મળશે ને શુ થશે તેના ભાવ અવસરે,
ચરિત્ર —સાગરદત્ત શેઠના જીવનમાં ગરીબી હાવા છતાં અમીરી કેટલી છે ! એ લાડવા પેાતાના સંતાનાને ન ખવડાવતા રાજાને ભેટ ધરવા ગયા. રાજા પૂછે છે, આપ આ લાડવા કયાંથી લાવ્યા ? આપના કહેવા પ્રમાણે લાડવામાં ચમત્કાર હશે પણુ આપે એ કેવી રીતે પ્રાપ્ત કર્યા ? મહારાજા ! આ લાડુ કરવાની મહેનત અમારી છે, પણ લાડુમાં નાખેલી ઔષધ આપની છે. રાજા કહે, ઔષિધ મારી કેવી રીતે કહેવાય ? મને આ બાબતમાં