________________
શારદા રત્ન
૫૧૫
માટે ભગવાન કહે છે કે સાધક પોતાના માર્ગમાં તે રીતે ચાલે છે જેથી સંયમી જીવન જીવતાં પાપ ન લાગે. કર્મની આવક ન થાય અને આત્માનું અહિત ન થાય. જે પાપને ભય ન જાગે તથા પાપમાં ઉપેક્ષાવૃત્તિ જન્મે તો તેના માટે પાશ તૈયાર છે “પાશ”, એટલે ભવબંધનની શૃંખલા જન્મ-મરણનું અવિરત ચક. તેમાં ફસાવું ન હોય તે
સાધક સાવધાનીથી ચાલે, સજાગતાથી જીવે, વિરાગ ભાવમાં વસે, પાપ તેને ડંખે અને તે માત્ર આત્મમુકિતને ઝંખે” મુક્તિ કયારે મળે? દેષને પાશ રૂપ માનીને દોષમુક્ત થવાનો પ્રયત્ન કરે તે ! નિર્દોષ બન્યા વિના સર્વજ્ઞ થવાતું નથી. માટે કહ્યું છે કેઉઠ જાગ જીવડા જાગ, દફનાવ તારા દોષ, સદગુણને છે કેષ, જીવનનું જીવ નિર્દોષ,
જે કાંઈ જીવન મળ્યું છે તે દોષને દફનાવવા, ગુણ પ્રગટાવવા, આત્મસંપત્તિને સર કરવા અને સંપૂર્ણ ગુણોની ખીલવટ કરવા માટે. આત્મકલ્યાણ માટે ભેખ લીધેલ સાધક
જ્યાં સુધી આ પાર્થિવ શરીરદ્વારા જ્ઞાનાદિકની આરાધનાને લાભ મળી શકે ત્યાં સુધી સંયમી જીવન જીવતે, સંયમની મસ્તી માણતા રહે અને ખબર પડે કે હવે આ શરીર વધારે વખત ટકે તેમ નથી તે તેમાંથી કસ કાઢીને આત્મગુણની પુષ્ટિ માટે અનશન– તપની આરાધના આરાધે. આવા વીર સૈનિકે શરીરની મમતા છોડી આત્માથી બની વીરઆજ્ઞામાં જીવનને સમર્પણ કરી દે છે. તેવા સાધકને માટે સિદ્ધિ દૂર નથી. જ્ઞાની કહે છે છે–સિદ્ધ ગતિને મેળવવી છે તે,
સિદ્ધિ ચાહતા હે તે કરે પાપ ત્યાગ, ચાહો ગુણાનુરાગ,
જલા જલતે વિરાગ, તમે ખુદ બનશે વીતરાગ.
જેમને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પાપ ત્યાગની લગની લાગી છે, એવા પદ્યરથ રાજ દીક્ષા લેવા તૈયાર થયા. નમિરાજ કહે પિતાજી! હું આજ્ઞા નહિ આપું. પણ ઉછળેલું ધાન્ય ક્યાં સુધી રહે? જેને હવે સંસાર પ્રત્યે વૈરાગ્ય આવ્યો છે, તે કેઈન રોક્યા રોકાય ખરા? જેને સંસાર વિષના કટોરા જેવા લાગે તે હવે સંસારમાં રહે ખરા? મૃગાપુત્રને વૈરાગ્ય આવ્યો ત્યારે તેમની માતા રોકે છે તે મૃગાપુત્રે શું કહ્યું?” વિહિં કરતે જાન્તો ટૂંકમનિય” હે માતા ! તું મને સંસારમાં રોકાવા માટે કહે છે, પણ મને આ વિષ ભરેલા સંસારમાં જરા પણ આનંદ આવતો નથી. મારે આનંદ ક્યાં છે? મારે આનંદ, હર્ષ, ખુશી, જે કહો તે બધું સંયમમાં છે. તેમ અહીં પારથ રાજા કહે છે, મને આ સંસારમાં જરા પણ આનંદ કે હર્ષ નથી. સંયમમાર્ગમાં મને સાચો આનંદ દેખાય છે.
મહાવીરના મારગમાં, સુખ શાંતિ અપરંપાર, સંસાર ત્યાગવાથી, સંયમ સ્વીકારવાથી ભવ દુઃખ દૂર જાયે રે..
પ્રભુના બતાવેલા સંયમ માર્ગમાં સુખ શાંતિ અપરંપાર છે. તેના જેવું સુખ બીજે કયાંય નથી. આ માર્ગમાં કોઈ જાતની ચિંતા નહિ. ચિંતા માત્ર આત્માની, જે