________________
શારદા રત્ન
પ૭ “ સાધુના સ્વાંગમાં રહેલો શયતાન છે. એ ધમી નથી પણ ઢાંગી છે, કપટી છે, માયાવી છે. તમે એને પૂરી રીતે ઓળખતા નથી. દિવસે સાધુ હોવાને દંભ કરે છે અને રાત્રે બહાર ભટકવા જાય છે. તેમજ વ્યભિચારી પણ છે. આ વાત વહેતી થઈ ગઈ. દુનિયા દોરંગી છે. સારાના તોલ કરનારા ઓછા હોય છે. ખેટાના તેલમાં બેસનારા ઝાઝા હોય છે. સાચી વાતની જાહેરાત કરવી હોય તો વાર લાગે. ખોટાની જાહેરાત જલદી થઈ જાય.
અહીં પણ એવું બન્યું. વેગવતીની વાતમાં સૌ તણાઈ ગયા. હવામાન પલ્ટાઈ ગયું. જેવી પ્રશંસા થતી હતી એવી જ, અરે! એનાથી પણ વધુ નિંદા થવા લાગી. આ સંત સાધુ નહિ શયતાન, ધ્યાની નહિ પણ ઢોંગી, ત્યાગી નહિ પણ રાગી, યોગી નહિ પણ ભોગી છે. ગઈ કાલે જેના દર્શન કરવા સેંકડો લોકો ઉમટ્યા હતા તેમને આજે લકે તિરસ્કાર કરવા લાગ્યા, ને ગાળો દેવા લાગ્યા. આ વેગવતીએ કેટલા કર્મો બાંધ્યા! કર્મો બાંધતા જીવ વિચાર નથી કરતા પણ ભેગવવાને સમય આવશે ત્યારે પૂરા નહિ થાય. અફવાનું બજાર એકદમ ગરમ લહાય થઈ ગયું. કાલે જેની બોલબાલા હતી એની આજે કેવી બદનામી થઈ. પોતાની “કલંક” કથાના પ્રચારની વાત ઉડતી ઉડતી મુનિના કર્ણપટ પર આવી. તેમના મનમાં થયું કે એકાએક આટલું બધું પરિવર્તન ! ખબર છે પડી કે વેગવતીએ આ બધું ઉભું કર્યું છે. ક્ષમામૂર્તિ મુનિ વિચારે છે કે વેગવતીને દોષ નથી. દોષ મારા કર્મને છે. મેં પૂર્વજન્મમાં કેઈને માથે આળ-આક્ષેપ ચઢાવ્યા હશે તેથી આજે મારા માથે કલંક ચઢયું છે. મને કંઈ માન, સન્માન આપે કે ન આપે, એની મને પડી નથી. હું તે આવેલા કર્મોને સમભાવે ભોગવી લઈશ, પણ મારા નિમિત્તે જૈનશાસનની ફજેતી થઈ રહી છે, મારો જૈન ધર્મ નિંદાય છે કે જૈનના સાધુ ઠગ હોય છે, વ્યભિચારી હોય છે, એમને વિશ્વાસ કરવો નહિ. આ નિંદાને અટકાવવી જોઈએ. તે મુનિએ ત્યાં નિર્ણય કર્યો કે આવી કલંક કથા મારા કપાળમાંથી જ્યાં સુધી ભૂંસાય નહિ અને વેગવતી જાહેરમાં પિતાની ભૂલને કબૂલ ન કરે ત્યાં સુધી મારે અન્ન જળને ત્યાગ, ચૌવિહારા ઉપવાસ કરવા. મુનિએ આકરા તાપ શરૂ કરી દીધા.
ઈર્ષ્યાનું ફળ : મુનિ તે અઠ્ઠમ કરીને કાઉસગ્ગ ધ્યાનમાં બેસી ગયા. ત્રણ દિવસ પૂરા થયા ત્યાં દેવના આસન ડોલ્યા. અવધિજ્ઞાનથી ઉપગ મૂકીને જોયું, અહે! ઉગ્ર તપસ્વી ! સંયમની સાધનામાં મસ્ત, ચારિત્ર સંપન્ન, તદ્દન નિર્દોષ મુનિને માથે બેટું આળ ચઢયું છે, તેથી જૈન શાસન નિંદાને પાત્ર બન્યું છે. આ તો શાસન પર આફત આવી છે, માટે અમારે જવું જોઈએ. શાસનદેવ હાજર થયા. વેગવતીને ભયંકર શિક્ષા કરી. એનું મુખ આખું ફેરવી દીધું, એટલે મારું પાછળ જતું રહ્યું. કેટલી પીડા થાય! તે રાડો પાડવા લાગી. પોકાર કરવા લાગી. રાજાએ વિદ, હકીમ, ડેકટર, બધાને બોલાવ્યા, પણ કઈ રીતે સારું થતું નથી. વેગવતી મનમાં સમજે છે કે મારા કર્મો અહીં ને અહીં ઉદયમાં આવ્યા છે, પણ અભિમાન સાચી વાત સમજવા દેતું નથી,