________________
પ૧૪
શારદા ૨ન ચાલે, રખેને સાપ આવીને મને ડંખ દે! રખે ને સિંહ આવીને મને કેળી બનાવે ! રખે ને ભૂખ્યા વરૂ મને ભેજન બનાવે ! ચાલે છે શંકાથી પણ સાવધાની રાખીને. પાસે શો હોય, તલવાર હોય છતાં શંકાથી ચાલે. તે તો એ જ વિચારે કે મારે જાવું છે દૂર સુદૂર, અટવીમાં અટકી ન જાઉં તે માટે સાવધાની રાખે છે.
આ જ વાત સંસારની અટવીમાંથી પસાર થતા સાધકને સાવધાનીની સૂઝ આપતી, બંધ દ્વારા બુદ્ધ બનાવતી, જોખમમાંથી જાતને રક્ષતી સિદ્ધાંતની ગાથા સમજાવે છે કે –
चरे पयाई परिसकमाणो जं किंचि पासं इह मन्नमाणो । . જામંતરે વાવી વૃદત્તા, છા વરિના માવળંકી | ઉત્ત. અ. ૪. ગા. ૭
સાધક ચારિત્રમાં હંમેશા દોષની તરફ શકિત રહે. લેકને થોડે પરિચય પણ બંધન માની વિહાર કરે, જ્ઞાનાદિને લાભ હેય ત્યાં સુધી જીવનની અપેક્ષા કરે, પછી સગાનપૂર્વક શરીરને ત્યાગ કરે. સાધક પગલે પગલે શંકાતે ચાલે. અહીં કદાચ પ્રશ્ન થાય કે સાધકને વળી શંકા ? જેને વીતરાગના માર્ગમાં અખંડ વિશ્વાસ, અતૂટ શ્રદ્ધા, અચલ પ્રતીતિ, અખૂટ ધર્મશ્રદ્ધાનો રંગ ભર્યો છે તેને વળી તે માર્ગ પર ચાલતા શંકા કેમ? શંકાતે શા માટે ચાલે? પણ આ વચન છે જ્ઞાનીના ગૂઢ રહસ્યથી ભરેલા, ભાવથી
તરતા, તથા અલૌકિક ભાવોને સમજાવતા. * જીવને સંસારમાં ત્યાં સુધી રહેવાનું, જ્યાં સુધી સિદ્ધ ન બનાય. ઈન્દ્રિયના વિષયોથી રંગીન તથા ભૌતિક સમૃદ્ધિથી સંગીન આ સંસાર જેને જોતાં ઝેર ચઢ, જેમાં ચાલતા ચૂત થતાં વાર ન લાગે, જેમાં ભળતા ભાવો મલિન બને, છતાં જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સંસારમાં તે રહેવું પડે છે, તે સંસારમાં કેમ રહેવું ? કેમ ચાલવું. ભગવાન કહે છે, સાધક સાવધાનીથી અને શંકાતે ચાલે. શેનાથી શંકાતે ચાલે? પાપથી. સૂયગડાંગ સૂત્રમાં પણ ભગવાન બેલ્યા છે– ___ सीहं जहा खुडमिगा चरता, दूरे चरन्ति परिसंकमाणा।
પર્વ તુવી મિત્ર મં, તૂ પર્વ ઉરિવારના સૂ. અ. ૧૦. ગા. ૨૦
જેમ વનમાં વિચરતા નાના મૃગલાઓ મૃત્યુની આશંકાથી, સિંહથી દૂર દૂર વિચરે છે એવી રીતે બુદ્ધિમાન સાધક ધર્મને વિચાર કરીને પાપથી શક્તિ થઈને દૂરથી જ પાપને તિલાંજલી આપી દે.
સાધક પાપથી, પાપકર્મોથી, પાપક્રિયાથી અને પાપની અનુમોદનાથી પગલું ભરતા ભરતા અથવા જીવન જીવતા વિચાર કરે. અરે ! મારું જીવન પાપથી મુક્ત થવા માટે છે. ચાલું છું તે રખે ને ધ્યાન બીજે જતાં ઈસમિતિમાં બેધ્યાન બનું ને વીતરાગ આજ્ઞાનો ભંગ થાય. દષ્ટિ બધે ફરે છે પણ તેમાં જે વિષયની આસક્તિ જાગે તે કર્મબંધ થાય. ભેજન લઉં છું, શરીરને નિર્વાહ તથા સંયમની વૃદ્ધિ માટે પણ તેમાં રસાસ્વાદના ભાવો જાગે તે કર્મબંધ. સંયમી જીવન જીવું છું, નિષ્પાપ બનવા માટે અને સંસારથી મુક્ત બનવા માટે. પણ આ બધું બને ક્યારે? પાપભીરતા જાગે ત્યારે