________________
શારદા રત્ન
૫૦૭
ગમે તેટલુ લાવું તે ઓછુ છે, કારણ કે પૂ. ગુરૂદેવ એક ઉત્તમ કોટીના મહત્વશીલ કર્તવ્યધારી આત્મા હતા. તેઓ પરમ પુરૂષાર્થ વડે પ્રતિભા પ્રાપ્ત કરી અનેકાના પ્રેરણાશીલ બન્યા હતા. મારા પર એમના મહાન ઉપકાર છે. કષાયની કચરાપેટીમાં અજ્ઞાનના અંધારે અથડાતા આ કુસુમને તેમજ મારા ગુરૂબહેન પૂ. જસુબાઈ મહાસતીજીને ગુરૂજીએ સુંદર આરાપણું કરીને ખીલવ્યા. અને ત્યાગ રૂપ બગીચામાં પ્રફુલ્લિત બનાવી જ્ઞાન રૂપી પાણી સીચી આત્મભાન કરાવી ૧૯૯૬ ના વૈશાખ સુદ ૬ ને સેામવારે આ અવધૂત યાગીએ સાચા જીવનની ઉષાનો પ્રકાશ આપી પાંચ મહાવ્રત રૂપી અમૂલ્ય રત્ના આપ્યા છે તે ઉપકારને કેવી રીતે ભૂલાય !
પૂ. ગુરૂદેવ અમને સંચમ આપીને અમારી જીવન નૈયાના સુકાની બન્યા. સયમ લઈને કેવી રીતે જીવન જીવવુ. જોઈ એ તે પૂર્ણ રીતે શીખવ્યું. પૂ. ગુરૂદેવ લગભગ મધ્યરાત્રીએ ધ્યાનમાં રહેતા. તેમના પ્રભાવશાળી પ્રવચનોથી જૈન, જૈનેતરા ધર્મ પામ્યા છે. અધમી એ ધમી બન્યા છે. તેમના ચારિત્રના પ્રભાવથી, ક્રોધથી ધમધમતા આવેલા માનવી શીતળ પાણી જેવા બની જાય તેવા તે પ્રભાવશાળી હતા. પૂ. ગુરૂદેવ અજમેરના સાધુ સંમેલનમાં તેમના ગુરૂદેવ સાથે ગયા હતા, ને ત્યાં સારો ભાગ લીધા હતા. પૂ. ગુરૂદેવે મુંબઈમાં પણ ચાતુર્માસ કરી જનતાને લાભ આપ્યા છે.
મૃત્યુ અગાઉના ગૂઢ સંકેતા : સુરતમાં હદમુનિને દીક્ષા આપી ચાતુર્માસ કર્યું અને ત્યારબાદ સંવત ૨૦૦૪માં પૂ. ગુરૂદેવ ખંભાત આવતા હતા ત્યારે રસ્તામાં કઈ એ પૂછ્યુ કે આપનું આ ચાતુર્માસ કયાં છે ? મારું આ છેલ્લું ચાતુર્માસ ખંભાતમાં છે. આવુ તે વિહારમાં મેલ્યા હતા. મને અમદાવાદ ચાતુર્માસની આજ્ઞા આપી ત્યારે કહ્યું કે હું છેલ્લી આજ્ઞા આપું છું. ગુરૂદેવને તેા પેાતાનુ મૃત્યુ અગાઉથી સુઝી આવવાથી પેાતાની બધી તૈયારી કરી લીધી હતી. પ્રતિક્રમણ બાદ પૂ. ગુરૂદેવને રાતના નવ વાગે શરદીનું મેાજુ ફરી વળ્યુ. હાર્ટ ઉપર અસર થવા લાગી. પૂ. ગુરૂદેવે સંઘને કહી દીધું કે મારા ચારિત્રમાં સ્હેજ પણ દોષ ન લાગવા જોઇએ તેનું ખાસ લક્ષ રાખો, પછી પાતે તા સ્વરૂપ દશાની મેાજને લૂ'ટતા સમાધિભાવમાં સ્થિર થયા. પેાતાના શિષ્યાને કહ્યુ, સ્વાધ્યાય, નવકારમંત્ર વિગેરે બેલા. પૂ. ગુરૂદેવે છેલ્લે સ જીવાની સાથે ક્ષમાપના કરીને ચાર આંગળા ઊંચા કરીને સંકેત કર્યા કે આ નશ્વર દેહ ચાર વાગે છૂટવાના છે. પૂ. ગુરૂદેવની તબિયત બગડી છે, એ સમાચાર મળતાં ખ‘ભાતની જનતા રાત્રે પૂ. ગુરૂદેવના દર્શન કરવા ઉમટી. પૂ. ગુરૂદેવને જોતાં બધાની આંખેામાં આંસુની ધારા વહેવા લાગી. આત્મભાવના ઝુલણે ઝુલતા અમારા જીવન માગના માળી પૂ. ગુરૂદેવ ભાદરવા સુદ ૧૧ ના પ્રભાતે ચાર વાગે નશ્વર દેહના ત્યાગ કરી સૌને રડતા મૂકીને હસતામુખે આ ફાની દુનિયા છે।ડીને ચાલ્યા ગયા. ગાઝારી કાળમુખી ઘડી આવી ગઈ ને ત્રખાવટીની તિજોરીમાં રહેલું રત્ન ગૂમ થયુ. ખંભાતમાં હાહાકાર મચી ગયેા. સવારના પ્રહરમાં આ કારમા દુઃખદાયી સમાચાર મળતા કાળજું ચીરાઈ ગયું. શુ' ગુરૂદેવ આમ ચાલ્યા ગયા ! દુનિયામાં બધુ મળે છે, પણ