________________
શારદા રત્ન જે તમે મને ઝીલી લીધી ન હોત તે મારા આ શરીરનો પત્ત પણ લાગત નહિ. મારી રક્ષા તમે કરી છે. અહીં મુનિના દર્શન કરાવવા માટે તમે મને લાવ્યા છે, આ રીતે તમે મારા સાચા ઉપકારી અને સાચા ભાઈ છે. આશીર્વાદ આપવાને ગ્ય તમે છે, હું નથી. હું તમારી પાસે એ આશીર્વાદ માંગું છું કે મારામાં ધર્મ–ભાવના રહે, તમે ક્ષત્રિય રાજા છે, દેઢ પ્રતિજ્ઞ અને શુભ ભાવનાશીલ છે, માટે તમારા આશીર્વાદ મારા માટે શ્રેષ્ઠ ફળદાયક સિદ્ધ થશે. મણિપ્રભે કહ્યું–માતા ! આપ આ શું કહી રહ્યા છો ? તમારી કૃપાથી આજે ધર્મના મર્મને સમજી શક્યો છું. આ સંસાર તમારા જેવી સતીઓના પ્રભાવે ચાલી રહ્યો છે. આ રીતે વિદ્યારે સતીને ઉપકાર માની તેને વંદન કર્યું, અને પછી તે પોતાના સ્થાને જવા તૈયાર થયો. મયણરેહા અને દેવે તે વિદ્યાધરને પ્રેમપૂર્વક વિદાય આપી. સતી પોતાના મનમાં વિચારવા લાગી કે આ વિદ્યારે જ્યારે મને નીચે પડતા ઝીલી લીધી હતી ત્યારે તેની કેવી ભાવના હતી અને અત્યારે કેવી ભાવના લઈને જઈ રહ્યો છે !
વિદ્યાધર ગયા પછી મહાસતીથી ઉપકૃત બનેલે દેવ પિતાની જાતને ઉપકારના એવા મેરૂ ભાર નીચે દબાયેલે માને છે કે હવે એને એ ભાર કંઈક નીચે ઉતારવાની તમન્ના છે. કૃતજ્ઞતા પ્રદર્શિત કરવા એનું મન તલસાટ અનુભવી રહ્યું છે. કલ્યાણમિત્ર બનેલાને તે કઈ દુન્યવી લાભને બદલો લેવાની લેશમાત્ર ભાવના હોતી નથી, તેથી એને પ્રભાવ ઉપકૃત ઉપર અદ્દભૂત પડેલ હોય છે. દેવને એ પ્રભાવના અંજામણ એવા લાગ્યા છે કે જાણે હું મહાન સતીનું શું ભલું કરી દઉં! તેથી સતીને કહે છે કે મને જે કંઈ પ્રાપ્ત થયું છે તે બધું આપની કૃપાથી પ્રાપ્ત થયું છે. તારે મારા ઉપર અસીમ ઉપકાર છે માટે આપ મને કંઈક લાભ આપે તે મને સંતોષ થાય ! તારા જેવા પર ઉપકાર કરવાનું તો મારું શું ગજું? છતાં તને જે ઈષ્ટ હોય તે માંગ. હું કંઈક કરીને કૃતાર્થ બનું.
દેવ ચરણમાં પડીને સતીને માંગવાનું કહે છે, છતાં જોજો, મયણરેહા શું માંગે છે? પોતે નિરાધાર બની ગઈ છે. એ માંગે તે મોટા સામ્રાજ્ય કે ચમત્કારિક વસ્તુ આપવા દેવ સમર્થ છે, પણ મહાસતી એમાંનું કંઈ માંગતી નથી. એણે તે ઘણાં ભવ– નાટક જોઈ લીધા. એની આંખ સામે ધર્મના પ્રભાવ નાચતા હતા. એમાં ય જયારે પિતાને પતિ દેવના સ્વાંગમાં દેખાય ત્યારે તે એ ધર્મ પર વારી ગઈ. તેનું મન પોકારી ઉઠયું. “આ સંસારથી સર્યું આ સૌંદર્યથી પણ સયું! જ્યાં ભાઈ ભાઈની હત્યા થાય, જેના પાપે શીલ પર આફત પર આફત આવે એવા સંસારને હવે સો ગજના નમસ્કાર ! સતીને જાગેલો આત્મા પ્રકાશ પંથ પર પગલીઓ ભરી રહ્યો હતો. એણે નિર્ણય કરી લીધે-ન જોઈએ હવે મારે સંગ. હવે હું નિઃસંગી બનીશ. મયણરેહાના હૈયામાં સંસાર પ્રત્યે ધિક્કાર છૂટો હતો. તે ત્યાગમાર્ગની આરાધિકા બનવાની આશા સેવી રહી હતી. કેઈ નેહ તાંતણા હવે એને જકડી શકે એમ ન હતા. વળી એ દેવને