________________
શારદા રત્ન
૪૮૫
છે. માતાએ કેઇ દિવસ કાંઈ કામ કરવા દીધું નથી, પણ આ તે સાસરી એટલે સાસરી. વહેલું ઉઠવું પડે, કામ કરવું પડે. આ છેાકરી ખૂબ ગુણીયલ, સમજુ અને શાણી છે. તેણે તા એકજ વિચાર કર્યો કે જ્યાં જે રીતે રહેવાતુ હાય તે રીતે બધાને અનુકૂળ થઇને રહીએ તા જીવનમાં મઝા રહે. એ રીતે તે ઘરના બધા માણસેાને અનુકૂળ થઈને રહેવા લાગી. કામ બધું કરે છે. એનું આખું જીવન ખદલાઈ ગયું. તેની સાસુ વસમી છે, પણ આ છેકરી તે સાવ રાંક ખનીને રહે છે. ગમે તેવા વચના કહે તે પણ સહન કરે છે. ભાગ્યાયે તેના પતિ સારા છે. રાત્રે તેના સુખદુઃખની વાત સાંભળે. સાસુ, સસરા, નણંદ બધા ગમે તેટલા વસમા હાય પણ છેાકરીનેા પતિ જે પેાતાના પક્ષમાં હોય તે તેનું જીવન નભી શકે. મા–આપને સુધારવા પ્રયત્ન કરે ને ન સુધરે તેા જુદા થઈ જાય. આ છે।કરીને પતિનું સંપૂર્ણ સુખ છે, પણ કર્મરાજા કયાં એ સુખને ભાગવવા દે છે !
બિચારી છેકરીના પાપના ઉદય થયા. છ મહિનાની ટૂંકી માંદગીમાં તેના પતિ દુનિયા છેડીને ચાલ્યા ગયા. છેકરીના દિલમાં કારમા આઘાત લાગ્યા. છાતીફાટ રડે છે. માથા પછાડે છે. આ ઘરમાં તેને માટે સુખદુઃખમાં ભાગીદાર કહે। કે સર્વાંસ્વ કહે। જે કહા તે તેના પતિ હતા. હવે તેા સાસુના હાથમાં લગામ આવી ગઈ. તે તે પહેલેથી વહુને કાઢવા માટે પ્રયત્ન કરતી હતી, પણ છોકરા હતા ત્યાં સુધી પ્રયત્ના બધા નિષ્ફળ ! હવે માજી હાથમાં આવી ગઈ. તેને વહુ જોઈતી જ નથી તેથી આવા યુવાન દીકરાનું મૃત્યુ પણ તેને આઘાતરૂપ ન બન્યું. એ તે એમ માને છે કે છોકરા ગયા તે હવે વહુને અહી થી કઢાશે. જુઓ તમારા સ્વાથી સંસાર !
જમાઈના મૃત્યુના સમાચાર મળતાં પિયરથી મા-દ્વીકરો આવી પહોંચ્યા. માતાને અને ભાઈને જોતાં દીકરી પછાડ ખાઇને પડી. ભાઇએ સમજાવીને ઉભી કરી. બેન! આમ ન કર. તારા એવા ગાઢ કર્મો હશે કે નાની ઉંમરમાં વિધવાપણું આવ્યું. તું ચિતા ન કરીશ. ચાલ મારી સાથે. ભાઈ! હું નહીં આવું. મારા ભાભીના સ્વભાવ તુ' જાણે છે. ભાઈ કહે બેન ! તારા ભાઈ જીવતા છે ત્યાં સુધી તને આંચ નહિ આવવા દે.
બેન પિયર આવી. જ્યાં ઘરમાં પગ મૂકે છે ત્યાં તા ભાભી વાઘણની માફક ધડૂકી. ભાઈએ ઘણું સમજાવી. એનને એક શબ્દ પણ કહીશ નહિ. તે બિચારી દુઃખી થઈ તે આપણે ઘેર આવી છે, માટે તેને એલફેલ શબ્દો કહીને તેના દુઃખમાં વધારા ન કરીશ. બેન આખા દિવસ ઘરનું કામકાજ કરે, છતાં ભાભીના ત્રાસ, જુલ્મ અને ભાષામાં વકતા સિવાય કાંઈ નહિ. બેન ગમે તેટલું કામ કરે છતાં કહે. એ... મણુ પેટમાં ભરવું તે કામ ખરાબર ન કરવું એ ન બને. રાંડયા છે એ તેા ખબર છે ને ! એન બિચારી આ ઝેરના ઘુ'ટડા પણ અમૃત ગણીને પી જાય છે. એક નાકરડી ન કરે એટલા કામ કરાવે છતાં આવા ત્રાસ ! આક્ષેપે પણ કેટલા !
એક દિવસ બેનને ખૂબ તાવ આવ્યા તેથી સવારે ઉઠી ન શકી, એટલે ભાભીએ લાત મારીને ઉઠાડી, શું સૂતી છે? ભાભી ! તાવ આવ્યા છે એટલે સૂતી છું. ભાભી