________________
४६६
શારદા ઉત્ન ત્રિભુવન-વિહારની વિરાટ શક્તિ છે. એ પંખીને હવે મારે પિંજરના બંધનમાં નથી રાખવું. હું હવે શ્રમણી બનીશ ને ત્યાગ માર્ગે આગળ વધીશ.
કમળ પત્રની એ કેદ પણ કેરાઈ ગઈ. મયણરેહાને વિરાસ ખૂબ તીવ્ર બન્ય. જન્મ આપ્યા પછી તરત જેનો વિયોગ સહન કરવો પડ્યો હતે, એ પુત્ર નજીકમાં હતા પણ માતાએ મેહના પડળ હવે ભેદી નાંખ્યા હતા, ને જગત આખામાં એને પુત્રનું દર્શન થતું હતું. મયણરેહા પિતાના લાડકવાયાને એક વાર નિહાળી લેવા ન ગઈ. બસ, ત્યાગ કર્યો તો કરી જાણો. સ્નેહના તાંતણું તેડ્યા તે તેડી જાણવા. જૈન સાધીને ભેટ થતાં વિરાગના એ વેગમાં ભરતી આવી અને મયણરેહાએ પોતાને પુત્ર-પ્રેમ ફગાવી દીધે. સંયમ સ્વીકારવાનો નિશ્ચય કરી મયણરેહાએ દેવને કહ્યું કે તમે કહો છે અને મુનિએ પણ કહ્યું કે પુત્ર આનંદમાં છે, માટે હવે હું પુત્રને જોઈ મેહમાં પડવા માંગતી નથી. હવે તો હું આ સતી શિરોમણી પાસે સંયમ લેવા ઈચ્છું છું. અહીં મને કઈ આજ્ઞા આપનાર નથી. તમે સુદર્શના સાધ્વીને કહો કે મને દીક્ષા આપે.
મયણરેહાની વાત સાંભળીને દેવ સતીને ધન્યવાદ આપતે કહેવા લાગ્યો કે દીક્ષા લેવી એ શ્રેષ્ઠ કાર્ય છે, પણ હૃદયમાં પુત્ર પ્રેમની ઝંખના ન રહેવી જોઈએ. જે કંઈ પણ વાસને રહી જાય તે પછી સંયમ માર્ગમાં પસ્તાવાને પાર ન રહે! દેવની આ વાત સાંભળી મયણરેહાએ કહ્યું કે હવે મારા મનમાં કઈ વાસના રહી નથી. પહેલા આપના ભાઈ એ ફસાવવા જાળ પાથરી, છતાં હું ડગી નથી. જે મારામાં કોઈ પણ પ્રકારને વિકાર હેત તે એ બે શ્રેણીને વિદ્યાધર મને પટરાણી બનાવવા ચાહતે હતા તે હું એની સાથે ન જાત! મારામાં વિકાર પહેલેથી નષ્ટ થઈ ગયા છે. માત્ર પુત્ર સ્નેહ હતે. આ પુત્ર સ્નેહ પણ હવે સતીના સદુપદેશથી સુકાઈ ગયે છે. વળી પુત્રને જેવા જતાં તેનું અને મારા આત્માનું અહિત થશે, માટે હવે પુત્રમોહમાં ન પડતા આત્મકલ્યાણ માટે સંયમને સ્વીકાર કરવા ઇચ્છું છું. સતી ! ધન્ય છે તમને ! તમારી આ ભાવનાને કારણે અમે દે પણ તમને નમસ્કાર કરીએ છીએ. છેવટે દેવે કહ્યું છે સાધ્વીજી ! આપ આ સતીને દીક્ષા આપો. મયણરેહાએ પણ કહ્યું.
વિનંતી કરું છું હું, મને ગુરૂદેવ સ્વીકારી લો. મને દીક્ષા દઈને દાતા ! મારા ભવને સુધારી લે. હું કહું છું પ્રતિજ્ઞાથી, મારે કર્મોને છેવા છે. મુકિતના મધુર દિવસે, મારે જલદીથી જેવા છે.
મારા આતુર આત્માને તમે સત્વર ઉગારી લે.. આપ કૃપા કરીને મને દીક્ષા આપે, ને મારા ભવને સુધારી લે. મયણહાને આ સંસાર સેમલ જેવો લાગતો હતો. એ સમલની વચ્ચે અમૃતની ઓથ સિવાય એક ક્ષણ કાઢવી એ પણ એને જીવલેણ લાગતી હતી, તેથી સુદર્શન સાધ્વીજીએ મયણરેહાને દીક્ષાની શિક્ષા આપી. દીક્ષા બાદ તેમનું નામ “સુત્રતા” સાધ્વીજી રાખ્યું. મયણરેહાને