________________
શિરદી રેન્જ
પ૦૩ એ સુખદુઃખના સંસ્મરણો ઓસરી જાય છે અને છેવટે તેમના નામે પણ હંમેશને માટે ભૂલાઈ જાય છે. આવા અગણિત માં કઈક વિરલા જ સાચા આદર્શ વિશિષ્ટ માનવ હોય છે, જેઓ મૃત્યુને જીતીને પિતાના કર્તવ્યથી અમર બની ગયા હોય છે. જેમનું સ્મરણ અને અનુકરણ બધા મનુષ્યો વર્ષો સુધી કરે છે. આપણા વડવાઓ, બાપદાદાઓની જન્મતિથિઓ કે મૃત્યુતિથિઓને થોડો સમય જતાં આપણે ભૂલી જઈએ છીએ, પણ પ્રાતઃસ્મરણીય મહાપુરૂષોની જીવનરેખાઓ જિજ્ઞાસુ અનેક આત્માઓના જીવનવિકાસ માટે જાતિર્ધરની માફક માર્ગદર્શક નીવડે છે. તેઓ આપણા પ્રાણોમાં પ્રેરણાને પ્રાણવાયુ ફૂંકે છે. આપણું જીવનમાં જ્ઞાનની ત જગાવે છે અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે.
જ્યાં જૈનશાસન ત્યાં વિરલ વિભૂતિઓ ! જ્યાં વિરલ વિભૂતિઓ ત્યાં જૈનશાસન! કેવું સરસ કદ્ધ છે આ બંનેનું ! અહીં પણ હું એક વિરલ વિભૂતિના ગુણાનુવાદ કરી
ડાક શ્રદ્ધાંજલી પુષ્પ એ મહાપુરૂષના ચરણોમાં બીછાવું છું. પૂ. ગુરૂદેવની પવિત્ર જન્મભૂમિ સાબરમતી નદીના કિનારે ખંભાત તાલુકામાં આવેલું ગલીયાણા ગામ છે. એ ગામમાં મોટા ભાગની વસ્તી રાજપૂત ગરાસીયાની છે. આ ગામમાં વસતા જેતાભાઈ ક્ષત્રિયને ત્યાં રનકુક્ષી માતા જ્યાકુંવરબેનની કુક્ષીએ પૂ. ગુરૂદેવને જન્મ થયો હતે. પવિત્ર માતાની રત્નકુક્ષીએ જનમેલા રત્નની કિંમત અમૂલ્ય હોય છે. જે માતાની કુંખે પવિત્ર મહાપુરૂષો જન્મે છે તે જીવનમાં મહાન કાર્યો કરે છે. સંવત ૧૯૪૨ની સાલમાં કારતક સુદ ૧૧ ના પવિત્ર દિવસે પૂ. ગુરૂદેવને જન્મ થયો હતો. “પુત્રના લક્ષણ પારણામાં” પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાઈ આવે છે કે આ પુત્ર કે થશે? આ કહેવત અનુસાર બાળકના કપાળની રેખાઓ, તેનું તેજસ્વી લલાટ, ભવિષ્યની હોંશિયારી, પ્રતિભા, વિદ્વતા, સરળતા, નમ્રતા અને વીરતાની આગાહી આપતા હતા. તેમનું નામ રવાભાઈ પાડવામાં આવ્યું હતું. જેમાં નાનકડા ર૦ જેટલા હીરામાં પણ તેજ હોય છે તેમ આ નાનકડા રવાભાઈને લલાટ ઉપર ક્ષત્રિયના તેજ ઝળકતા હતા. “યથા નામ તથા ગુણ” “રવ’ શબ્દનો અર્થ સંસ્કૃતમાં “અવાજ થાય છે. બાળપણથી તેમના આત્માને એક અવાજ હતો કે સુખ ત્યાગમાં છે, ભેગમાં નથી. તેમજ બેને જ્યારે વલેણું કરે ત્યારે વચ્ચે રો ફરતા હોય છે, તે જેમ દહીં અને પાણી જુદા પાડે છે તેમ જેમના જીવનમાં બાળપણથી સંસાર અને સંયમની ભેદરેખા સમજાવાની છે એવો પુત્ર બીજના ચંદ્રની માફક ઉંમરમાં, બુદ્ધિમાં અને ચાતુરીમાં આગળ વધવા લાગ્યો. જે ભૂમિમાં આવા રને જન્મે છે તે ભૂમિ પણ પાવન બની જાય છે. તેઓ બે ભાઈ અને એક બેન હતા.
વૈરાગ્યનું વાવેતર વટામણમાં તેમને જમીનજાગીર સારી હતી. રવાભાઈ પાંચ વર્ષના થયા ત્યાં તેમના માતા પિતા ચાલ્યા ગયા. કાકા કાકીની શીળી છાંયડી નીચે રહીને મોટા થવા લાગ્યા. તેમને ધર્મ સ્વામીનારાયણનો હતો. તમારી જેમ વારસાગત જૈનધર્મ મળ્યો ન હતો. પાણીમાં તે વહાણુ સૌ કે ઈ ચલાવે, તેની