________________
૫૦૪
શારદા રત્ન
વિશેષતા નથી પણુ જે રેતીમાં વહાણ ચલાવે તેની વિશેષતા છે તેમ રવાભાઈ ને વારસાગત જૈન ધર્મ મળ્યા ન હતા, છતાં જીવનમાં કેવા કાર્ય કરે છે તે વાત આપ આગળ સાંભળશે. રવાભાઈના મુખ્ય ધંધે, ખેતીના હતા. તે નાનપણથી કાકાની સાથે ખેતરમાં જવા લાગ્યા. રવાભાઈના જીવનમાં પહેલેથી વિનય, નમ્રતા, ગંભીરતા વગેરે ગુણેા હતા. એ ગુણ્ણા દ્વારા તે દરેકને પ્રિય થઈ પડ્યા. વિનય એ વૈરીને વશ કરવાના વશીકરણમંત્ર છે. તેઓ કાકા કાકીના દરેક કાર્યમાં સાથ અને સહકાર આપતા હતા. ખેતીના કા માટે રવાભાઈને ઘણી વાર વટામણુ જવુ` પડતું. વૈરાગ્યનું પ્રથમ વાવેતર વટામણમાં થયું હતું. એક વાર તે કામ પ્રસંગે વટામણ ગયેલા. વટામણમાં જેમને ત્યાં ઉતર્યા હતા તેની બાજુમાં જૈન ઉપાશ્રય હતા. તે સમયે ત્યાં ખંભાત સંપ્રદાયના મહાસતીજી બિરાજમાન હતા. તેઓ ખૂબ વિદ્વાન હતા. પ્રતિક્રમણ પૂરું થયા પછી આધ્યાત્મિક ભાવથી ભરપુર મધુર કંઠે એક સ્તવન ગાયું. તેના સૂર રવાભાઈના કાને અથડાયા. સ્તવનના સૂરીલા સૂરે રવાભાઈના આત્મામાં શૌર્યંતા પ્રગટી. તેણે પૂછ્યું. કાકા ! અત્યારે મધુર સ્વરે આવું મીઠું. મધુરું ભાવવાહી ગીત કાણુ ગાય છે ? કાકાએ કહ્યું, આપણી બાજુમાં જૈન ઉપાશ્રય છે ત્યાં સાધ્વીજી બિરાજે છે. તેઓ આવા સુંદર ગીત ગાય છે. કાકા! આપણાથી ત્યાં ન જવાય ? બેટા ! સૂર્યાસ્ત પછી આપણાથી ત્યાં ન જવાય. સવારે સૂર્યોદય પછી ત્યાં જવાય. ભલે આપણે સવારે ત્યાં જઈશું.
રવાભાઈને લાગેલી લગની : રવાભાઈને તૈા સ્તવન સાંભળવાની લગની લાગી. કયારે સવાર પડે ને ઉપાશ્રયે જાઉં. આમ કરતાં રાત પૂરી થઈ ને પ્રભાત પ્રગટયું. ખરેખર રવાભાઈના જીવનમાં પણ અજ્ઞાનના ગાઢ અંધકાર દૂર થવાના હશે ને સત્યજ્ઞાનનું સાનેરી પ્રભાત પ્રગટવાનું હશે તેથી તેમને સ્તવન સાંભળવાનું મન થયું. સવાર થતાં રવાભાઈ ઉપાશ્રયમાં ગયા ને સતીજીને નમન કરીને કહ્યું, આપ રાત્રે જે સ્તવન ખેલતા હતા તે મારે સાંભળવુ' છે. રવાભાઈની ભાવના જોઈ ને સાધ્વીજીએ ભજન ગાયું. સાંભળતા હૈયું નાચી ઉઠયું. તે સતીજીને કહે છે, મને આ ભજનના વિશેષભાવ સમજાવે. સતીજી વિચાર કરવા લાગ્યા કે આ બાલુડા જૈન નથી છતાં જાણવાની જિજ્ઞાસા કેટલી છે ? તેમણે કહ્યું કે ભાઈ ! આ સંસારમાં દરેક જીવાને સુખ ગમે છે. દરેકને જીવવું ગમે છે, મરવું કોઈને ગમતું નથી, માટે તારે કોઈ જીવાને મારવા નહિ. જૈન ધર્મ તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરા અને વનસ્પતિમાં જીવ માને છે. લીલા ઝાડના પાંદડા, ફૂલ વિગેરે તેાડવામાં ઘણું પાપ છે. મહાસતીના ઉપદેશ તેર વર્ષના બાલુડાના દિલમાં કાતરાઈ ગયા. તેમના દિલમાં એક મંથન ચાલ્યું કે સાચા ધર્મ, સાચું સુખ અને સાચી શાંતિ આ ત્યાગી સંતાને છે. મારે પણ એવું સુખ મેળવવુ' છે. સંસારમાં તેા ડગલે ને પગલે પાપ કરવુ' પડે છે. તેમના આત્મા પાપભીરૂ બની ગયા.
સતીજીના ઉપદેશે પ્રગટેલા વૈરાગ્યના પ્રકાશ : ખીજે દિવસે તે ઘેર આવ્યા, ને કાકા કાકીને કહે છે, મારે હવે આ પાપમય સંસારમાં રહેવું નથી. આ પાપના