________________
શારદા રત્ન
સાંભળીને પિળીયે રાજાને કહેવા ગયો. વસ્ત્ર અને દેહ પરથી નિધન દેખાતે એ કઈ માણસ આપને ભેટશું લઈને આપવા આવ્યો છે. રાજા કહે, ભલે આવવા દે.
રાજાની પાસે જવાની આજ્ઞા મળતાં શેઠના હૈયાના ગગનમાં આનંદની રેખાઓ પ્રકાશવા લાગી, પણ શેઠને કયાં ખબર હતી કે આનંદની રેખાઓ પણ કર્મરાજાના ઝપાટામાં વિષાદના ઘેરા તિમિરમાં કોઈ વાર વિલીન થઈ જાય છે. રાજા શેઠને આવતા જોઈને આશ્ચર્યમૂઢ બન્યા. ફાટયા તૂટ્યા કપડા જોઈને રાજાના મનમાં થયું કે ગરીબ બિચારો એની ભેટમાં સગાદ શું હશે ! ભલે દેખાવથી પામર દેખાય છે પણ તેના મુખ પર સત્ત્વની રેખાઓ ચમકતી દેખાય છે. શેઠે ધીમે પગલે રાજસિંહાસન સન્મુખ થાળ મૂકો અને ત્રણવાર મસ્તક નમાવ્યું. વંદન કર્યું. સમાજનો આ શેઠને જોઈને હસવા લાગ્યા, મશ્કરી કરવા લાગ્યા કે આવો ગરીબ માણસ રાજાને શી ભેટ આપવા આવ્યા હશે ? આવી તે કઈ અમૂલ્ય ભેટ હશે! રાજા વિચાર કરે છે. હવે રાજા થાળી ઉઘાડશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૫૩ ભાદરવા સુદ ૧૧ બુધવાર
તા. ૯-૯-૮૧ અનંત ઉપકારી તીર્થકર ભગવંતોએ વિરાગ્ય રસથી સભર ભવ્ય જીવોને જાગૃત કરતા, આત્મ જાગૃતિને જયનાદ કરાવતે ખૂબ ઉપયોગી અને પ્રેરણાદાયી ઉપદેશ આપ્યો છે કે હે મહાનુભાવોઈ અનંતકાળથી આ જીવો સંસારસાગરમાં ડૂબી રહ્યા હતા, ગોથા ખાઈ રહ્યા હતા. મહાન પુણ્યોદયે આ ઉંચે માનવજન્મ પામ્યા. ધર્મ સામગ્રી પામ્યા એટલે એ ઘોર સંસાર સાગરની સપાટી પર આવી ગયા છે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે કે, - તિort fસ અવં માં, જિં તુળનિતિ તેરમા
મિતુર વાર નમિત્ત૬, સમય જોમ મા પાયા | આ. ૦ ગા ૩૪ છે. ગૌતમ! તું અતિ વિસ્તૃત સંસાર સાગરને તરી ગયા છે. હવે કિનારે આવીને શા માટે ઉભે છે? સંસાર સાગરથી પાર જવાને માટે ઉતાવળ કર. આ વિષયમાં સમય માત્રને પ્રમાદ ન કરીશ. તે રીતે વીતરાગ ભગવંતે આપણને કહે છે કે તમે સંસાર સાગરની સપાટી પર આવી ગયા છે, મુક્તિને મિનારે સામે દેખાય છે, હવે ગલત ન થાય, ફરી સંસાર સાગરમાં ડૂબી ન જવાય, પાછા એ સાગરના તળિયે પહોંચી ન જવાય તેની તકેદારી રાખો. અજ્ઞાની અજ્ઞાનના કારણે ઘોર પાપો કરીને સંસારસાગરમાં ડૂબે છે, ગોથા ખાય છે અને સંસાર સાગરની સપાટી પર આવેલા જ્ઞાની જીવ પણ જે પ્રમાદી બની ચારિત્રમાં પુરૂષાર્થ ન કરે તે એ પણ ડૂબે છે. એકલું જ્ઞાન, એકલી ક્રિયા કામ નથી લાગતી. આત્મા પર લાગેલા કુટીલ કર્મોને તથા કુસંસ્કારોના ઝેરને નાબૂદ કરવા ચારિત્રમય, ત્યાગમય અને વૈરાગ્યમય જીવન બનાવવું જોઈએ.