________________
૪૯૪
શારદા રત્ન
ઝાટકા માર્યાં ને બ્રાહ્મણ ત્યાં મરી ગયા. ત્રણ ત્રણ જીવાની ઘાત થઈ ગઈ. ક્રોધ બહુ ભયંકર છે. ક્રોધના આવેશમાં માનવ ન કરવાનું કરી બેસે છે. ક્રોધ નાગ કરતા વધારે ભય'કર છે. કષાયોની વૃદ્ધિમાં દુઃખ છે અને કષાયાની હાનિમાં સુખ છે. જ્યાં દુઃખનો અનુભવ થાય ત્યાં સમજવું કે તેના મૂળમાં કાઈ પણુ કષાય રહેલી છે. કષાયને દૂર કરશેા તા દુઃખ રવાના થશે. દુઃખનું કારણુ કષાયેા છે. તે કષાયાને દાખવાનો પ્રયત્ન કરો. પછી આંતર શાંતિનો અનુભવ થશે.
આ દૃઢપ્રહારી ત્રણના ખૂન કરી બહાર નીક્ળ્યા તા આંગણામાં ગાય ઉભી હતી. તેની આંખમાં આંસુ હતા. તે સમજી ગઈ કે આ મારા માલિકને મારનાર છે. તે શી'ગડા ઉછાળીને દૃઢપ્રહારીને મારવા દોડી તે દૃઢપ્રહારીએ તેને પણ તલવારથી મારી નાંખી. ક્રાધના આવેશમાં ચાર ચાર હત્યાએ કરી. ક્રોધ આવે છે ત્યારે ભાનસાન રહેતું નથી. બુદ્ધિ બહેર મારી જાય છે. ન કરવાનાં કામા થાય છે. જ્ઞાનીએ કહ્યું છે, તુ ક્રોધ કર પણ કાના ઉપર ? ક્રોધ ઉપર ક્રોધ કર. ગાયને મારીને પાછુ વાળીને જોયું તેા ગર્ભનું બાળક તરફડતુ ં હતું ને નાના બાળકાનું કરૂણ રૂદન જોયું. આ જોઈ ને તે ધ્રુજવા લાગ્યા ને તેના હાથમાંથી તલવાર પડી ગઇ. ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યા. હાય....હાય....મારાથી આ શું થઇ ગયુ...! એમ વિચારતા ગામ બહાર ઝાડ નીચે જઈને બેઠા. હું આપઘાત શ્રીને મરી જાઉ, બાળકાનું રૂદન અને ગર્ભનું તરફડતુ બાળક તેમનું શું થયું હશે ? ત્યાં એક વૃક્ષ નીચે મુનિને જોયા. મુનિના ચરણમાં પડી આંસુ વહાવતા કહે છે, પ્રભુ ! મને બચાવેા. આ પાપીને ઉગારો. મેં ન કરવાના કામ કર્યા છે. મેં મહાપાપ કર્યું' છે અને એનો પશ્ચાતાપ દિલને રડાવી રહ્યો છે. મને કૃપા કરીને તારા, કોઈ ઉદ્ધારનો રસ્તા બતાવેા. પાતાની બધી કહાની કહી દીધી. મુનિએ જોયું કે પશ્ચાતાપનો અગ્નિ એને ખાળી રહ્યો છે, એને પાપનો સાચા પશ્ચાતાપ છે. એટલે મુનિએ કહ્યુ', જે તારે આ પાપમાંથી છૂટવું હોય તેા સંયમ લઈ લે. પ્રાયશ્ચિત કર. તારું પાપ ધાવાઇ જશે, તારા કાળજામાં ઠંડક વળશે. દૃઢપ્રહારીએ ત્યાં દીક્ષા લીધી. ને પ્રતિજ્ઞા કરી કે જ્યાંસુધી મને મારી હત્યા યાદ રહે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ, ચૌવિહારા ઉપવાસ, ઉપવાસમાં ગામ બહાર જઈ ધ્યાન લગાવીને ઉભા રહ્યા. ગામના લેાકેા એમને જોઇને ખેલે છે, આ તેા ખૂની છે. આ પાપી છે. આ ચાર છે. એમ ગાળા દે છે. કાઈ પથ્થર મારે, લાકડી મારે, એ બધું સહન કરે છે. એનામાં સામા ઘા કરવાની શક્તિ છે, પણ આત્માને શું કહે છે-તે ઘા માર્યા તે। તું ઘા સહી લે. તેં હસતાં હસતાં કર્મો બાંધ્યા છે તેા હસતા હસતા ભાગવી લે. કર્મનું નિકંદન કાઢી લે. આ રીતે એમનો આત્મા અંતરદશામાં રમવા લાગ્યા. શરીર પર ઘા પડે છે પણ તેને આત્મ પ્રતીતિનો આનંદ છે ને એ આનંદમાં પત્થરના, લાકડીના ઘા વેઠતા ઘાતી કર્મી પર ઘા કરીને કેવળજ્ઞાનનો પ્રકાશ મેળવી લીધા. તેના કર્મો તા તેને નરક ગતિમાં લઈ જાત પણ આત્મ સમજણની ચિનગારી મળી ગઈ ને પશ્ચાતાપની ભઠ્ઠી સળગી તે નરક઼ગતિ ગઈ, તીય "ચ ગતિ ગઈ, અને મેાક્ષ ગતિ મેળવી લીધી.