________________
૪૮૬
શારદા રત્ન કહે–એ હરામજાદીને કામ કરતા કીડીઓ ચટકા ભરે છે, એટલે બહાના કાઢીને સૂઈ રહેવું છે. આ દશ્ય મા-દીકરાએ જોયું. બંને રડી પડ્યા. ધિક્કાર છે. આપણને ! આપણું જીવતાં આ છોકરીની આ દશા ! પણ કઈ કહી શકતું નથી. “ભૂંડાથી ભૂત નાસે.” એને કહેવા જઈએ ને કંઈ નવાજુની કરે તે શું? ભાઈ સમજે છે મારી બેન સુખી નથી, પણ તેને ક્યાં મળું? શું કરું? બેન કઈ વાર કહેતી ભાઈ ! મને કોઈ સતીજીનો સમાગમ કરાવ. મને ઉપાશ્રય મેકલ દીક્ષા લઉં. આ સળગતા સંસારમાં છે શું? બેન ! ધીરજ રાખ. બધું થશે.
એક વાર ભાઈ બહારગામ ગયો હશે ને નણંદ-ભેજાઈને બોલવાનું થયું. વાત સામાન્ય હતી, પણ રૂપાંતર એટલું મોટું થઈ ગયું કે ભાભી તો પિયર જવા તૈયાર થઈ. સાસુને કહે છે કે તમારો દીકરો આવે તે કહેજો કે કાં તો એને (બેનને) રાખો, કાં તે પત્નીને રાખે. આગળ કહે છે તમારા દીકરાને કહેજે કે મને તેડવા આવે ત્યારે ગોઝારનું ટાયેલી ભરીને લેહી લેતા આવે..નકર ઈમ આ બાયડી કે રેઢી પડી નથી. એટલું કહીને એ ચાલી ગઈ. એના પિયર ગયા પછી એમને પાપને ઉદય એવો જા કે ધન ગયું. ઘરબાર ગયા. પેઢીઓ ફૂલી ગઈ ને ખાવાના સાંસા પડ્યા. કરેલાં કર્મો તે કોઈને ભગવ્યા વિના છૂટકો થતું નથી. ભાભીને જાણે પોતાના કરેલાં પાપ ૨ ઉદયમાં ન આવ્યા હોય તેમ તે માંદા પડ્યા. સીરીયસ થઈ ગયા. ડેકટરોએ હાથ
ખેરી નાખ્યા. ભાઈને સમાચાર આવ્યા. આપ જલદી આવો. ભાઈ જવા તૈયાર થયા. બેન કહે ભાઈ! હું મારા ભાભીની ખબર કાઢવા આવું ? બેન ! તને આવવાનું કેમ મન થાય છે? તને ન કહેવાના વેણ કહ્યા છે. માથે આક્ષેપો મૂક્યા છે. એ બધું મારાથી નથી ભૂલાતું, ને તું શું આવવા તૈયાર થાય છે? ભાઈ! મારે ભાભીનું મુખ જોવું છે. ભાઈબેન ગયા. ડોકટર કહે છે બેનને લેહીની જરૂર છે. ભાઈ કહે મારું લેહી લે, પણ કામ ન આવ્યું. એના માબાપનું લેહી પણ કામ ન આવ્યું. લોહી મળે તે કેસ બચે એમ છે. આ બેન કહે ડોકટર સાહેબ! મારુ લેહી લો. બેન ! તમારું શરીર તે સાવ સુકલું છે. લેહી આપ્યા પછી ઘણી વાર પથારી થઈ જાય છે. ભાઈ કહે–તું તારા ભાભીના શબ્દો ભૂલી ગઈ! હૃદય સળગી ઉઠે એવા કારમાં વેણ કાઢનાર ભાભીને જીવતી કરવા લોહી આપવું છે ? નણંદના મનમાં વિચારોની આંધી ઉઠી, પણ અંદરથી આત્માને અવાજ આવતું હતું. ભૂલી જા એ બધું. ભાભીએ ભૂલ કરી છે એમ માની એને માફી આપ. સહન કરતાં શીખ. ઝેર પીતાં શીખ. કેઈ કાંટા પાથરે તે આપણે ફૂલ વેરીએ, ઝેરને બદલે ઝેર તે અધમ માણસો આપે, પણ ઝેરને બદલે અમૃત આપીએ એમાં આપણું શભા છે. ભૂતકાળને ભૂલી જા. અણીને સમય છે. દિલની વિશાળતા દેખાડવાનો ઉમદા સમય છે, જેને પગથીયું ચૂકતી ! આત્માના
અવાજને અંતર્ગત કરી, ડોકટર પાસે જઈને કહ્યું-આપ મારું લેહી લઈ લે. મારા - ભાભીને જલ્દી સારા કરે. બેનનું લેહી અપાયું ને ભાભીને સારું થતું ગયું. ડોકટરે