________________
૪૮૮
શાહૃા રત્ન હે સતી ! તું ઊંચું તે જે. હું નાનો હતો ને મૃત્યુલેકને માનવી હતા ત્યારે સાધુ પાસેથી દેવની, દેવના વિમાનની વાત સાંભળતો ત્યારે અમને બધું જોવાનું મન થઈ જતું હતું. જ્યારે તમે તે પ્રત્યક્ષ દેવના વિમાનમાં બેઠા છે, તો સતી ! તમે દેવના વિમાન તે જુઓ. આ વિમાનમાં મોતી રત્નો બધું જડેલું છે. મોતીના ઝુમ્મરો લટકાવેલા છે. તમને આવું બધું જોવાનું મન થતું નથી ? આ વિમાનમાં જડવામાં આવેલા મોતીએ શું તમને સારા નથી લાગતા કે તમે આ પ્રમાણે મૌન થઈને બેઠા છો અને આ વિમાન તરફ પણ જોતા નથી? સતી મયણરેહા દેવના આ પ્રશ્નને કે સુંદર જવાબ આપશે તે વાત અવસરે.
ચરિત્ર -સાગરદત્ત શેઠને વિદ્યારે બે જડીબુટ્ટી બતાવી, તે લઈને શેઠ ઘેર આવ્યા. એ બધી વાત તારામતીને કરી, કે કેવી રીતે જડીબુટ્ટી લાવ્યા. આપણે ગરીબી મટાડવા તે દેવે કહ્યું, ઝાડ નીચે બે જડીબુટ્ટી છે. તે જડીબુટ્ટી શેઠાણને બતાવતા કહે છે, કદી નહિ જોયેલ, કદી નહિ સાંભળેલ, કદી નહિ અનુભવેલ એ આને પ્રભાવ છે. જે ધોળી જડીબુટ્ટી ખાય એના નયનમાંથી ઝરતા અશ્રુબિન્દુઓ ઝગમગાટ મેતીના રૂપને ધારણ કરશે અને જે કાળી જડીબુટ્ટી ખાય તેને પ્રભાવે તે સાત દિવસમાં રાજ્ય મેળવશે.
- ગરીબીમાં અમીરી –સ્ત્રી સ્વભાવ છે ને ! તરત તારામતી કહે–દેવે તમને આપી છે, માટે આપણે તેના માલિક. શેઠ કહે, દેવી! નહીં..નહીં....નહીં. તારી ભૂલ થાય છે. જે ભૂમિ પર જેનું શાસન ચાલે છે તે ભૂમિમાં રહેલ ગમે તેવા અમૂલ્ય કે તરછ
ધ્ય હોય તે તે દ્રવ્ય પર તેના શાસનકર્તાની માલિકી ગણાય. તેની આજ્ઞા વિના વસ્તુ લેવી મહાપાપ છે. અદત્તાદાન વિરમણ વ્રતનો કચ્ચરઘાણ છે. આપણે વ્રતના-ધર્મના રક્ષણ માટે તે સંસારના કેવા સુખો છોડ્યા. આટલા બધા દુઃખ વેઠ્યા છતાં વ્રતમાં-ધર્મમાં મક્કમ રહ્યા, તે હવે આપણે થોડા માટે શા માટે ત્રતભંગને દોષ લગાડવો જોઈએ? મોતી અને રાજ્ય મેળવવામાં આપણું નિર્બળ ભાગ્ય કયાંથી જેર કરે ? એનું મહાભાગ્ય તે ભૂમિપાળ નરેશના માથે છે. કાલે સવારે હું બંને જડીબુટ્ટી મહારાજાના ચરણે અર્પણ કરી દઈશ. તારામતી કહે–આપની વાત સાચી છે. દીન-દરિદ્ર અવસ્થામાં અલૌકિક જડીબુટ્ટી પ્રાપ્ત થયા પછી સુબુદ્ધિની જાગૃતિ રહેવી મહાદુષ્કર છે ! ગરીબીમાં પણ કેટલી અમીરી ! પિતાની ગરીબાઈ દૂર થઈ જાય એવી વસ્તુ હાથમાં આવી છે છતાં જરા પણ લલચાતા નથી. વ્રતમાં કેટલી અડગતા ! તારામતી કહે. આપની વાત સાચી છે. મારી ભૂલ થઈ છે. મારી ભૂલની ક્ષમા આપો, પણ આ જડીબુટ્ટી રાજાને એમજ આપવી એ શોભાસ્પદ નહિ લાગે. લાકડું માનીને રાજા ક્યાંય ફેંકી દેશે! '
ઔષધિ રૂપ અર્પણ કરવી, તેમ મને યોગ્ય ન લાગે,
ઔષધિનું ચૂર્ણ બનાવી, મોદક બનાવી ભેટથું ધો. તારામતીએ કહ્યું, ઔષધિને ખાંડી વાટીને ચૂર્ણ બનાવી તેમાંથી સુંદર સુગંધથી મઘમઘતા લાડવા બનાવીએ, પછી એ લાડવા રાજાને ભેટ આપીએ. આપ બજારમાં જઈને લાડવામાં નાંખવા માટેની બધી ચીજો લઈ આવજે. તેમાં નાંખવા સુગંધી પદાર્થો લાવો.