________________
૪૯૦
શારદા રત્ન સંસાર એટલે પાપસ્થાનક સાથે અથડાવાનું ધામઃ-દેવ-ગુરૂ-ધર્મ સિવાય સંસારની કઈ ચીજ એવી નથી કે જે જીવને અઢાર પાપસ્થાનક પૈકીના કેઈને કઈ પાપસ્થાનક સાથે ન અથડાવે. ગુરૂ એટલે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય તે સાચા ગુરૂ. બાકી વેશધારી ગુરૂ પાસે જતાં જીવ પાપસ્થાનકથી અથડાઈ જાય.
ક્યાથી બળતા દિલને કરવાનું કામ ગુરૂ છે ત્યાં રાગ દ્વેષની બળતરા નિવારી સમતાની ઠંડક મળે. આવા ગુરૂ જીવને પાપસ્થાનકમાં અથડાવે નહિ. જે આત્માને જૈન શાસન પામ્યાની ખુમારી હોય ને તેની કિંમત સમજાઈ હોય તે આત્મામાં એવા શુભ ભાવનાના વેગ આવે કે જગતના સ્થાને મને પછાડવા માંગે પણ હું તેને પછાડું. પાપસ્થાનક મને રળવા માંગે તે હું પાપસ્થાનને હંફાવવા મથું ! જગતની તુરછ ચીજ ખાતર કોઈના ઉપર તે ચઢઉતરી કરી પણ એમાં આત્માનું શું લીલું વળવાનું ! આ રીતે જ આત્મા વિચાર કરે ને પુરૂષાર્થ કરે તે સંસાર પાપસ્થાનક સાથે અથડાવવાનું ધામ બદલાઈ જાય અને કર્મ બંધન તોડવાનું ધામ બની જાય. મહાપુરૂષોએ સંસારને કર્મો તોડવાનું ધામ બનાવી દીધું, અને કર્મોને મૂળમાંથી હંફાવ્યા તે વીર કહેવાયા.
વીર પ્રભુને નિત્તમ પણ કહેવાય છે. જિન એટલે વીતરાગ. એમાં ઉત્તમ, અતિશયએ કરીને ચઢીયાતા તે કોણ? તીર્થંકર પ્રભુ એમના ચાર મહાન અતિશયમાં સહેલે અપાયાગમ અતિશય છે. પ્રભુએ દશમા ગુણસ્થાનકની પરાકાષ્ઠાએ [ અંતમાં)
મનભૂત અપા-રાગ-દ્વેષાદિને જીતી લીધા, માટે શ્રી વીતરાગ પરમાત્મામાં અપાયાગમ નામને અતિશય પ્રગટ થયો. અપાયના બે અર્થ છે. એક તો અપાય એટલે પ્રભુ જ્યાં વિચરતા હોય તેની આસપાસ ચારે બાજુ ૨૫-૨૫ યેાજન સુધી મારી, મરકી વગેરે સર્વ ઉપદ્રવે તેને અપગમ એટલે કે તે દૂર ભાગી જાય. મૃગાપુત્ર લઢીયા જેવા કેઈક તીવ્ર નિકાચિત પાપકર્મના ઉદયે ઘોર રીતે પીડાતા હોય એ અપવાદ રૂપ. બીજો અર્થ રાગદ્વેષાદિ આંતર દુશ્મને એને દૂર ભગાડી મૂકવા તે અપાયાપગમ. પ્રભુએ પહેલું કામ આ દુશનને દૂર કરવાનું કર્યું તે અપાયાપરમ અતિશય. એની સાથે બીજા ત્રણ અતિશય પ્રગટ્યા. (૨) તેમાં કેવળજ્ઞાનથી સર્વજ્ઞતા-જ્ઞાનાતિશય પ્રગટ્યો (૩) પાંત્રીસ પ્રકારની અજોડ ગુણવાળી સત્યવચન વાણી બની તે વચનાતિશય (૪) ઇન્દ્રોથી લઈને ત્રણે જગતના જી દ્વારા જે પૂજનીય બન્યા તે પૂજાતિશય.
આવા તીર્થંકર પ્રભુમાં તે જ્ઞાનને પાર નહિ. જ્ઞાનના જાણે અગાધ સાગર. વચન શક્તિ એટલે ? પાંત્રીસ પ્રકારની સર્વજ્ઞતાપૂર્વકની વાણીથી વશીકરણ કરવાની શક્તિ અપરંપાર ! કંઈકના મિથ્યાત્વ તોડે. સંશય ફેડે, સંસાર મૂકાવે, મહાજ્ઞાની બનાવે. એમનામાં દોષનું નામ નહિ એટલે ગુણને પાર નહિ. પ્રભુને પૂજાતિશય એટલે? પ્રભુને આગળ પગલું ક્યાં માંડવાનું એની ચિંતા કરીને દેવે સુવર્ણકમળ સ્થપાવે, તીર્થકર નામ કર્મના પુણ્યની શક્તિ છે કે દેવો પણ તેમના સેવક બને. કેવળજ્ઞાન પામ્યા ત્યારથી મોક્ષ પામે ત્યાં સુધી કઠોર ધરતી પર પ્રભુને પગ મૂકવાને નહિ. પગ તો માખણ