________________
૪૮૪
શારદા રત્ન કહે છે, આમાં મેં કાંઈ ઉપકાર કર્યો નથી. હું આપની પત્ની નહિ, ધર્મપત્ની હતી. આપના મૃત્યુને મહોત્સવમય બનાવી દેવું એ મારી ફરજ હતી. આ ઉપકાર તે ગુરૂદેવને છે. એ ગુરૂદેવે મારામાં ધર્મ સંસ્કાર રેડડ્યા તે હું આપને ધર્મ પમાડી શકી, માટે ઉપકાર મારે નહિ પણ ગુરૂદેવનો છે. મેં સંસારના તમાસા જોઈ લીધા. હવે મારો મક્કમ નિરધાર છે કે મારે સંસાર છોડી સંયમ લે છે. પોતાની સામે દેવ આવ્યા છે. તેની પ્રશંસા કરે છે, છતાં જરા પણ અભિમાન નથી આવતું. સતીની નમ્રતા કેટલી છે ! પોતાને પતિ દેવરૂપ આવ્યો છે, છતાં એને એમ નથી થતું કે હું વાત કરી લઉં! એમને રોકી લઉં ! તેમને નહિ જવા દઉં! એવો વિચાર પણ નથી. આજની સ્ત્રીઓ હોય તો પગ પકડી લે ને કહે, હવે હું આપને નહિ જવા દઉં ! પણ સતીએ તે મોહ છોડી દીધું છે. લોહીના અણુમાં પણ તેના પ્રત્યે રાગ નથી.
યુગબાહ દેવ મયણરેહાને કહે છે, દેવી ! તમારી હવે શી ઇરછા છે? તમને જે પ્રિય હોય તે કરવા હું તૈયાર છું. મયણરેહા કહે, મને તો માત્ર મેક્ષ પ્રિય છે. આ સંસાર સારો લાગતો નથી. આ સંસાર મને તારી શકે તેમ નથી, પણ સતીઓની સંગતિ મને તારી શકે ને મારો ઉદ્ધાર કરી શકે એમ છે, માટે આપ મને મિથિલામાં : લઈ જાઓ કે જ્યાં મારો પુત્ર છે. એને જોઈને પછી સાધ્વીજી પાસે લઈ જાઓ કે તેમની
પાસે સંયમ લઈ મારો ઉદ્ધાર કરું. માતાને પુત્ર પ્રત્યે કેટલું વાત્સલ્ય છે ! છતાં ઘણાં - પુત્ર મોટા થાય ને સંજોગો બદલાય છે ત્યારે એ પુત્રે મા-બાપના સામું જોતા નથી. માતા-દીકરો–ભાઈ-બેન બધાની સાથે લેણાદેણી હોય તેવો સંબંધ રહે છે. પુણ્ય પાપના ખેલ છે ! પાપનો ઉદય થાય ત્યારે વહાલા વૈરી બની જાય છે. કર્મને ખેલ વિચિત્ર છે. ઘણી વાર જોવા મળે છે કે માબાપ પણ કેઈના સગા થતા નથી.
માબાપ, દીકરો અને દીકરી ચાર માણસનું કુટુંબ છે. દીકરે મોટો થયે એટલે મા બાપે તેને પરણાવ્યો. પુત્રવધૂ પરણીને ઘરમાં આવી. સાસુના મનમાં તો ઘણાં કેડ હતા કે વહુ આવશે તે મારા પગ દાબશે. રસોડું સંભાળશે. પછી મારે કાંઈ ચિતા નહિ, પણ સાસુના કોડ મનમાં રહી ગયા. વહુ વીસમી સદીની આવી. તેને સ્વભાવ ઘણે દૂર અને ક્રોધી હતો. તે વિચિત્ર સ્વભાવની હતી. પિતાના બાપને ત્યાં રજવાડા જેવી દોમદોમ સાહ્યબીમાં ઉછરી છે. ત્યાં એને એક હુકમ થતાં એકવીસ નેક ખડા થઈ જાય ને અહીં? સામાન્ય ઘર એટલે કામ તે કરવું પડે. તે વહુજને ગમતું નહિ. કામ કરવું પડે એટલે જેમ તેમ બેલ્યા કરે. ઘર તે ભૂખડી બારસ જેવું ને કેઈ ને આંકડો નીચે નમાવવું નથી. હું કાંઈ તમારી નોકરડી નથી કે ઘરના વૈતરાં કરું ! સ્વભાવ તે મણિધર નાગની ફેણ જેવો છે. દીકરીને માબાપે ખૂબ લાડકોડમાં ઉછેરી હતી, પણ વહુના પગલાં થયા ત્યારથી એ લાડ ધીમા પડી ગયા. નણંદ-ભોજાઈને પણ વારંવાર ઘર્ષણ થયા કરે. - દિકરી મટી થતાં મા-બાપે એને પરણાવીને સાસરે વળાવી. ખૂબ લાડકોડમાં ઉછરી