________________
શારદા રત્ન
૪૮૧ ઉપકારી માને છે ? ધન દેનાર ઉપકારી કે ધર્મ દેનાર ઉપકારી? સમૃદ્ધિ દેનાર ઉપકારી કે સદબુદ્ધિ દેનાર ઉપકારી? માન આપનાર ઉપકારી કે જ્ઞાન દેનાર ઉપકારી? ધન, સમૃદ્ધિ અને માન આપનારને ભલે ઉપકારી માને પણ સાથે ધર્મ, જ્ઞાન અને સદ્દબુદ્ધિ દેનારને પણ ઉપકારી માન. માને છે ખરા? જ્ઞાન અને જ્ઞાની પુરૂષો પ્રત્યે તમને શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ છે?
અન્યદર્શનમાં પણ જ્ઞાનનું કેટલું બહુમાન છે! અરે! એવો પ્રસંગ આવે તે પ્રાણુનું બલિદાન દે પણ જ્ઞાનના પુસ્તકને સાચવે. એક ઐતિહાસિક નાની વાત છે. વાત નાની પણ સમજવાનું ઘણું છે. ચીનને પ્રવાસી હ્યુએનસંગ ભારતના પ્રવાસે આવ્યો હતો. નાલંદા વિદ્યાપીઠમાં તેણે બૌદ્ધ ધર્મને સારો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે તે પોતાના દેશ તરફ પાછો ફર્યો ત્યારે પોતાની સાથે બૌદ્ધ ધર્મના કેટલાય હસ્તલિખિત ગ્રંથે લઈ ગયે. બંગાળના ઉપસાગરના માગે તે ચીન જવાને હતો. બૌદ્ધ ધર્મના બે વિદ્વાનો-જ્ઞાનગુપ્ત અને ત્યાગરાજ હ્યુએનસંગને વિદાય આપવા તેની સાથે વહાણમાં જઈ રહ્યા હતા. વહાણ ધીમી ગતિએ આગળ જઈ રહ્યું હતું. ત્યાં અચાનક એકદમ આકાશ વાદળોથી ઘેરાઈ ગયું. એવી પ્રચંડ સુધી ઉઠી કે બધાના જીવન જોખમમાં મૂકાઈ ગયા. સૌ પોતપોતાના ભગવાનનું એક ધ્યાને સ્મરણ કરવા - લાગ્યા. આ ધ્યાન કેવું હોય! વહાણના કપ્તાને બધા ખલાસીઓને હુકમ કર્યો કે જે બધાને જીવવું હોય તે જેમની પાસે વજનદાર ભારે સામાન હોય તે સમુદ્રમાં ફેંકી દે.
આ હ્યુએનસંગ પાસે બીજું વજન ન હતું પણ ભારતમાંથી જે બૌદ્ધ ધર્મગ્રંથો લીધા હતા તેનું વજન હતું તેને સમુદ્રમાં ફેંકી દેવા તે તૈયાર થયો. આ પ્રસંગ આવે તે તમે શું કરો ? પુસ્તક જ સમુદ્રમાં ફેંકી દો ને ? હ્યુએનસંગને જ્ઞાનગુપ્ત અને ત્યાગરાજે કહ્યું, આ તે જ્ઞાનનો અમૂલ્ય ખજાનો છે. તેને તમે સમુદ્રમાં ફેંકી દેવા તૈયાર થયા? આપ એ ગ્રંથને સમુદ્રમાં ન ફેંકશે, તેના બદલે અમે બંને સમુદ્રમાં કૂદી પડીએ છીએ, કારણ કે આ જીવન નશ્વર છે. જ્ઞાન શાશ્વત છે. આવા મહાન ધર્મ પુસ્તકને ફેંકી ન દો, આ ગ્રંથથી તો હજારો-લાખે-કરોડો લોકોને નિર્વાણનો માર્ગ મળશે, માટે તેને તમારી પાસે રહેવા દે. આમ કહીને એ બંને પંડિતોએ તેફાની સાગરમાં પોતાની કાયા ઝંપલાવી દીધી. જ્ઞાન પ્રત્યે કેટલો બધો પ્રેમ! પોતાના ધર્મગ્રંથ માટે કેવી અદ્દભૂત શ્રદ્ધા! કારણ કે તેમણે જ્ઞાનામૃતને આસ્વાદ કર્યો હતો. તમે કદી જ્ઞાનામૃત ચાખ્યું છે ખરું? ઘોર અજ્ઞાન અને અધર્મના લીધે માણસ આત્માને ભૂલી ગયો છે. મહાત્માઓને પણ ભૂલી ગયો છે. પરમાત્મા તો તેને યાદ નથી આવતા. દિનપ્રતિદિન દુઃખ, ત્રાસ અને વિટંબણાઓની જાળમાં માનવ ફસાતે જાય છે. આવા માણસેને જોઈને કરૂણાવંત મહાપુરૂષનું હૃદય વધુ કરૂણદ્ર બની જાય છે અને તેમને દુઃખથી મુક્ત કરવા તે જ્ઞાનને પ્રકાશ આપે છે.
સતીને મહાન ઉપકાર માનતે વિદ્યાધર-જેનામાં આત્મજ્ઞાનને પ્રકાશ થયે ૩૧