________________
શાણા રત્ન દેવ અને તેને પરિવાર બધા વિમાનમાં બેઠા. તે દેવ આજે પરિવાર સહિત નદીશ્વર દ્વીપમાં આવ્યો અને પોતાના નિકટના “ધર્મગુરૂ” સતીને ગણીને એને પહેલા વંદન કર્યા.
જ્ઞાની ગુરૂદેવે કહ્યું-મણિ પ્રભ! હવે તું સમજી ગયો ને કે આ દેવે મયણરેહાને પ્રથમ પ્રણામ કેમ ર્યા? જે માણસ જેના ઉપકારથી શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરે છે તે તેના માટે ગુરૂ બને છે. આ દેવ મયણરેહાને પોતાના ધર્માચાર્ય, ધર્મગુરૂ માને છે. આ મારી પૂર્વભવની પત્ની છે એ વિચારથી આ દેવ તેની પત્નીને મળવા નથી આવ્યો પણ આણે મને શુદ્ધ ધર્મ આપ્યો, મને દુર્ગતિમાં જતો બચાવ્યો અને દેવલોકમાં મેકલ્યો. મારા પર તેણે અસીમ અને અનંત ઉપકાર કર્યા છે. આવી ઉપકારની ભાવનાથી પ્રેરાઈને અને ઉપકારી પ્રત્યે પોતાનો આનંદ અભિવ્યકત કરવા તે આવ્યો છે. “સતીને વંદન કરવાના નિમિત્તે મને સમર્થ ચારિત્રસંપન્ન, મહાજ્ઞાની, ચાર જ્ઞાનના ધારક મુનિના દર્શન પણ થશે.” આ પ્રમાણે વિચાર કરી આ દેવ, દેવલોકના સુખ છોડીને અહીં આવ્યો છે. આ બધી વાત જાણીને મણિપ્રભ વિદ્યાધરને ખૂબ આનંદ થયો. તેણે દેવ યુગબાહુની ક્ષમા માંગી અને તેની નિર્મળ ભાવનાની ખૂબ ખૂબ અનુમોદના કરી. મયણરેહા તે આ દેવ કોણ છે તે જાણતી ન હતી, પણ ગુરૂમુખેથી બધી વાત સાંભળી પોતાના પતિની દેવગતિ થઈ તે જાણીને તેને ખૂબ સંતોષ થયા.
યુગબાહને આત્મા પણ કેવો ઉત્તમ કહેવાય ! તેના હૈયાની કેવી વિશાળતા ઉપકારીના ઉપકારને દેવલોકમાં જઈને પણ ભૂલ્યો નહિ. દેવલોકમાં જનાર છે ત્યાં જઈને દેવલોકના દિવ્ય સુખમાં એવા ડૂબી જાય છે કે મનુષ્ય ભવના પોતાના સ્નેહી સ્વજનોને તો ભૂલી જાય પણ પોતાના ઉપકારીને પણ ભૂલી જતા હોય છે. જેણે માનવજન્મમાં સારો પુરૂષાર્થ કર્યો હોય અને મૃત્યુ સમયે પણ સમતા સમાધિ રાખી હોય એવા જ પ્રાયઃ દેવલોકમાં જાય છે. યુગબાહુ દેવે પત્નીને કલ્યાણમિત્ર માની, તેથી, તેના દર્શને આવ્યા. આ જીવનમાં સંબંધ બાંધે તે આવા બાંધે. પત્ની માત્ર પતિની પત્ની જ ન બની રહે, પણ પતિની કલ્યાણ મિત્ર બને. પતિ માત્ર પત્નીને પતિ બને તે પુરતું નથી પણ પત્નીને તે હિતમિત્ર અને મયણરેહા સાથેની યુગબાહુની મૈત્રીને ઉપકારી મૈત્રી કહી શકાય. મારા ઉપકારીના ઉપકારને બદલે ચૂકવું, તેનું ઋણ અદા કરું, આવો વિચાર મૈત્રીભાવનાનો પ્રકાશક છે. હવે આ દેવ મયણરેહાને શું કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૫૧ ભાદરવા સુદ ૯ સોમવાર
તા. ૭- ૮૧ કથીરમાંથી કંચન બનાવનાર, પામરમાંથી પરમ, જનમાંથી જિન, કલ્ચરમાંથી કહીનૂર બનાવનાર એવા અનંત જ્ઞાની પ્રભુએ છોના શ્રેય માટે દ્વાદશાંગીની પ્રરૂપણા કરી. દ્વાદશાંગીમાં ૧૪ પૂર્વેને સમાવેશ થાય છે. આ દ્વાદશાંગી અમાપ અને અગાધ