________________
૮૦
શારદા રેન જ્ઞાનસાગર છે. સમુદ્રમંથન બધા નથી કરી શકતા, પણ જે સાહસિક હોય છે તે સમુદ્રમાં ડૂબકી મારે છે, અને ઠેઠ તેને તળિયે પહોંચીને ત્યાંથી ર લઈ આવે છે. જ્ઞાનને વિશાળ સાગર છે. એ સાગર લવણ સમુદ્ર નહિ, અરેબિયન સાગર નહિ, પણ એ તે છે ક્ષીરસાગર ! અમૃતને સમંદર ! દ્વાદશાંગી રૂપ જ્ઞાનની-ક્ષીર સાગરની જ્ઞાનમગ્ન આત્માને જે સુખાનુભૂતિ થાય છે તે શબ્દોમાં કહી શકાતી નથી. જ્ઞાનના અભાવે જીવો આ સંસારમાં ભટકી રહ્યા છે. જ્ઞાનના અભાવના કારણે સંસારમાં ત્રાસ અને અશાંતિ દેખાય છે. કર્મના બંધનથી બંધાયેલા અનંતા જીવો આ અનાદિ સંસારની ચાર ગતિમાં ભટકી રહ્યા છે. કર્મોના કારણે જીવમાં મેંહ, અજ્ઞાન, રાગ, દ્વષ, શાતા, અશાતા, સુખ, દુઃખ વગેરે તો સદાય રહે છે તેમાં પણ નરક અને તિર્યંચ ગતિમાં તે મેહ અને અજ્ઞાન, રાગ અને દ્વેષ, પ્રગાઢપણે હોય છે. દુઃખના ઉકળતાં દરિયા સિવાય નરક અને તિર્યંચ ગતિમાં કાંઈ નથી હોતું. નરક ગતિમાં જે જીમાં સમ્યકત્વને દીપક ઝળહળે છે ત્યાં જ્ઞાનને થોડે પ્રકાશ છે, બાકી તે જ્ઞાનને ઝાંખો આછો પ્રકાશ પણ નહિ. માત્ર અજ્ઞાનને ઘોર અંધકાર છે. તિર્યંચ ગતિમાં પણ એકેન્દ્રિયમાં અજ્ઞાનને અંધકાર ઘનઘોર છે. બાકીના કોઈ કઈ જીવોમાં અલ્પજ્ઞાનનો પ્રકાશ હાય પણ મોટા ભાગે તે અજ્ઞાન અંધકાર છવાયેલું છે. દેવગતિમાં જમ્યકત્વ હોય તે ઠીક, એ ન હોય ત્યાં પણ રાગ-દ્વેષનું ભયાનક તાંડવ નૃત્ય ચાલતું - હિાય છે. મેહ–અજ્ઞાનના ત્યાં બેફામ નાચ થતા હોય છે.
બાકી રહ્યું હવે માનવ જીવન માનવ ભવમાં જન્મ થયા પછી જીવને સંસ્કારી કુટુંબમાં જન્મ થયો હોય, સદ્દગુરૂને સમાગમ થયેલ હોય તે તે જ્ઞાનનો પ્રકાશ મળી જાય. નહિતર સમ્યજ્ઞાન વિનાનું માનવ જીવન પણ વ્યર્થ જાય. જીવનમાં સમ્યક સંસ્કાર ન હોય, ધર્મનું આચરણ ન હોય, હૈયે માનવતાની મહેંક ન હોય, તો સંસ્કાર હીન, ધર્મહીન એવા માનવ જીવનનું મૂલ્ય શું? આવા માનવો તે નરક અને તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય છે. વિચાર કરીએ તો જણાશે કે સારો ય સંસાર દુઃખમય છે. ક્યારેક કોઈ ગતિમાં થોડું સુખ દેખાય છે તો તે તેનો સરવાળો દુઃખમાં આવે છે. એક સરખું અને શાશ્વત સુખ સંસારમાં છે જ નહિ, માટે સંસારમાં સુખની શોધ છોડી દેવી જોઈએ. દુઃખથી ભરપુર, વેદનાથી લદબદ અને ત્રાસના ડુંગરોથી લદાયેલા આ સંસારમાં પણ ઉત્તમ આત્માઓ જન્મે છે. આમાં જેમ જેમ કર્મોના બંધનોથી મુક્ત થાય છે તેમ તેમ જ્ઞાનને પ્રકાશ ખુલતો જાય છે. જ્ઞાનના પ્રકાશમાં આત્મા ખુદ પિતાને દેખે છે. કર્મોના બંધનમાં સર્જાયેલી પોતાની દુર્દશા જોઈ તેને અસહ્ય વેદના થાય છે અને કર્મબંધનેને ફગાવી દેવા તે જાગૃત બને છે. જ્ઞાનના પ્રકાશમાં આત્માને કર્મના બંધનોને તોડવાનો ઉપાય દેખાય છે. આપણું મહાન ભાગ્યોદય છે કે કર્મના બંધને તેડવાને ઉપાય બતાવનારા જ્ઞાની ગુરૂ ભગવંતે અને સિદ્ધાંત મળ્યા છે. આવો જ્ઞાની મહાપુરૂષને ઉપકારી માને છે? તમે કહો તે ખરા કે તમે કોને કેને