________________
શારદા રત્ન
४७७
દિવ્ય વસ્ત્રો પરિધાન કરેલા હતા. માથે રત્નને મુગટ, ગળામાં દિવ્ય રને હાર, આદિ અલંકારે ઝગમગ દીપી રહ્યા હતા. સેવકદે પોતાના માલિકદેવની બિરુદાવલિ ગાઈ રહ્યા હતા. વિમાન બાજુએ ઉતારી એમાંથી મુખ્ય દેવ જ્યાં બહાર આવ્યું ત્યાં બીજા દે દેવને જ્યનાદ ગજાવતા એની પાછળ આવ્યાં.
દેવે પહેલા કરેલું સતીને નમન : તેજસ્વી દેવ આગળ આવીને પહેલા મહાસતી મયણરેહાને ત્રણ વાર પ્રદક્ષિણા કરી ચરણમાં પડી વંદન કરે છે અને પછી મહર્ષિને વંદન કરી ચરણરજ માથે ચઢાવી એમની સામે બેસે છે, પણ દેવે પહેલા સતીને વંદન કર્યા તેથી લોકો બધા મનમાં બોલવા લાગ્યા કે આ દેવ મુનિને પહેલા વંદન ન કરતા એક સ્ત્રીને વંદન કરી રહ્યા છે. કેટલો અવિવેક કહેવાય? મણિપ્રભ વિદ્યાધરથી આ અવિવેક ન ખમાય એટલે તે બેલ્યો, કેવી ઉદ્ધતાઈ! કે અવિવેક ! કેટલું બધું અજુગતું! ગુણોની દષ્ટિએ જે ઉંચા તે મહાન અને મહાનને પહેલે નમસ્કાર હોય. મહાનના પહેલા સ્વાગત-સન્માન હોય. એમાં વિવેક છે. એમાં આત્માના ગુણને અવકાશ છે. દેવે કરેલ નમસ્કાર-વ્યવહાર વિદ્યાધર સાંખી ન શક્યો તેથી કહે છે, અરે વિબુધ દેવ! અજ્ઞાની હજુ અવિવેક કરે તે ક્ષમ્ય ગણાય પણ તમારા જેવા દિવ્યજ્ઞાનને ધરનારા જ્ઞાની આવો અવિવેક કરે એ કેમ ચાલે ? મહાસતી મયણરેહાને પણ આ પ્રશ્ન– અવિવેક મૂંઝવી રહ્યો હતો. મારા જેવી એક નારીને શા માટે પહેલા પ્રણામ !”
જ્ઞાની ગુરૂને ખુલા : દેવ આને કંઈ ઉત્તર આપવા જાય એટલામાં તે મહાજ્ઞાની ગુરૂભગવંત ખુલાસો કરે છે કે, હે દેવાનુપ્રિયે ! સાંભળો. આ અવિવેકની પાછળ પણ વિવેક રહેલો છે. આ દેવે મયણરેહાને પહેલા નમન કર્યું, એ વાત ઉપર તમે લોકો આશ્ચર્ય અને ખોટા તર્કવિતર્કો કરી રહ્યા છે, પણ આ દેવ સતીના ગુણે અને પોતાની ઉપર કરેલા ઉપકારને કારણે આ સતીને નમન કરી રહ્યો છે. તું નથી ઓળખતે આ દેવને કે નથી ઓળખતો આ સ્ત્રીને, તેથી આ નમસ્કારનું રહસ્ય સમજ્યા વિના દેવને ઠપકો આપવા લાગી ગયા છે, પણ આપ દેવની અશાતના ન કરો. “દેવાણું આસાયણુએ, દેવીણું આસાયણએ. ” દેવ-દેવીની અશાતના ન કરશે. એના અવર્ણવાદ ન બોલશે, આ ભાગ્યવાન દેવ ઠપકાને ચગ્ય નથી. તે પાંચમા બ્રહ્મદેવલેકમાં સામાનિક દેવોને રાજા છે. આ દેવ બીજે કઈ નથી પણ મોટાભાઈ વડે મરાયેલે યુગબાહુ છે. આ સતીને પતિ છે. રાજા મણિરથ પોતાના નાનાભાઈ યુગબાહુની પત્ની મયણરેહાના રૂપમાં આસકત બને. એને મહારાણું બનવા ખૂબ આગ્રહ કર્યો હતો, પણ મહાસતીએ એનો જોરદાર ઈન્કાર કર્યો, તેથી મણિરથે એને બળાત્કારે પોતાની રાણી બનાવવા યુગબાહુ પોતાનો ભાઈ હોવા છતાં, તેનું ખૂન કર્યું. યુગબાહુ મરણ સમયે અત્યંત ક્રોધમાં આવી ગયેલ. નરકાદિ ભયંકર દુર્ગતિમાં જવાની તૈયારીમાં હતું, ત્યારે મયણહ માત્ર પત્ની નહિ પણ ધર્મપત્ની કલ્યાણ મિત્ર બનીને પતિની શય્યા આગળ બેઠી. એણે પતિને નવી દિશા અને નવું દ્વાર બતાવ્યું. અતિ નિપુણ અને