________________
૪૭૬
શારદા રત્ન
જ્ઞાનદશા અને નિર્માહદશામાં રમવાનું! ગુણસાગર ચારીમાં બેઠા એવી ભાવના કરે છે કે ગુરૂદેવ પાસે જઈ સયમ લઈશ. તેમના વિનય કરીશ, જ્ઞાન ભણીશ, ઉગ્ર તપ કરીશ. કષાયાને ભગાડી જીવન સુંદર મનાવીશ. સંયમી જીવનમાં સ્થિર થઈ સમભાવ કેળવી માહશત્રુને ભગાડીશ.
આઠે પત્નીની વિચાર ધારા :–આ બાજુ આઠ પત્ની વિચારે છે કે આપણા પતિ છે વિરાગી અને વળી આપિતાના પુત્ર! બાલેલુ વચન પાળવાના, એટલે લગ્ન પછી સંયમ લેવાના. તા અમારે પણ સંસારનું શું કામ છે ? આવા ધર્મ પતિ કયાં મળવાના હતા! અમે પણ પતિના પથે પ્રયાણ કરીશું. આ રીતે આરાધનામાં જોશ લગાવતા ચઢ્યા ક્ષપક શ્રેણિએ. આ નવે આત્માએ કૂદકે ભૂસ્કે ગુણશ્રેણિએ ચઢી રહ્યા છે. સમભાવનુ એટલું બધું આજસ આવી ગયું છે કે સામે લાવી કાઈ હીરાના ઢગલા કરે કે ઘરમાં પડેલા ઝવેરાતની માટી થઈ જાય તેા ય અને પ્રત્યે આનંદ કે શેક નહિ. તેઓ વિચારે છે કે મેાહના જેટલા શત્રુ આવશે તેને દશ પ્રકારના યતિધર્મ રૂપ શસ્ત્રથી નાશ કરી નાંખીશું. એકવાર સંયમ ચેાગમાં સ્થિર થઈ મેાહના સુભટાને ભગાડી મૂકવાના, પછી નિરાંત. એક બાજુ લગ્નના વાજા વાગી રહ્યા છે. આનંદ મંગલ વર્તાઈ રહ્યો છે, ત્યારે આ વિરાગી આત્માના પરિણામની ધારા વધતી ગઈ.
ગુણશ્રેણીના ચમત્કાર :—બધા ગુણશ્રેણીએ ચઢ્યા. લેાકેા શ્વેતા રહી ગયા. ગીર મહારાજ મંત્ર ભણતા રહી ગયા. માબાપ આરતા કરતા રહી ગયા, અને ગુણસાગરે તા કેવળજ્ઞાન,કેવળદન પ્રાપ્ત કર્યું. આ આઠ કન્યાએ હાલીમવાલીના ઘરની ન હતી. એ પણ ઉચ્ચ ભાવનાના આસમાનમાં ઉડવા લાગી. શ્રીમતના ઘરની કન્યાઓ, રૂપરૂપના અખબાર ! એમાં વળી લગ્ન પ્રસંગે શૃંગારમાં શી ખામી હોય ? આ જોઈ માતાપિતાનું દિલ કેવુ... ઠરે ? એ સ્થિતિમાં લોકોને રાગમાં રમતા મૂકી કન્યાએ વીતરાગ ભાવમાં ચઢી. સ`સારના ઉત્સવા જોઈને હૃદયમાં કકળાટ થાય તેવા વિરાગી આજે દુનિયામાં કેટલા જોવા મળે ? આઠે કન્યાએ પણ પતિની માફક ક્ષપકશ્રેણીએ ચઢી. ચારીમાં હસ્તમેળાપની માહની રમત વખતે ઘાતીકર્માને ઉડાડીને કેવળજ્ઞાન પામી. આપણે અહી. તે ચારી નથી, પણ ઉપાશ્રય છે કે જ્યાં મેાહની રમત નથી, માત્ર જિનવાણીનું શ્રવણ છે. તેા શ્રવણુ કરતા કેટલા કર્માં ઉડાડી રહ્યા છે એના વિચાર કરજો.
આપણા ચાલુ અધિકાર હમણાં મૂકાઈ ગયા છે. હવે એ વાત વિચારીએ. મયણરેહાએ મનઃપવજ્ઞાની ભગવંતને પેાતાના પુત્ર સબંધી, પતિ સબંધી, બધા પ્રશ્નો પૂછ્યા. સુનિ ભગવંતના મુખેથી બધા પ્રશ્નોના જવાબ સાંભળી મયણુરેહાને ખૂબ આનંદ થયા. દેશના પૂરી થઈ. બધા બેઠા છે ત્યાં શું બન્યું ? ત્યાં એક ચમત્કાર થયા.
ગગનમાંથી અણુઅણુ ગીતગાન સાથે દેવાથી ઘેરાયેલા એક તેજસ્વી દેવ, રત્ના અને મણુિઓથી ઝળહળતા વિમાનમાંથી નીચે ઉતર્યાં. શું એનું તેજ ! એના અંગેઅંગ પર સૂર્ય પ્રભાને પણ ટપી જાય એવી ઝગમગ જ્યાતિ ઝળહળી રહી હતી. એની ઉપર પાછા