________________
શારદા રત્ન
૪૩૧ નર્સ કહે માજી! તમારી ચામડી લેવા જતાં તમારે ઘડપણમાં કેટલી પીડા વેઠવી પડે! બીજા કોઈની મળે તે તપાસ કરું છું. માજી તો છરી લઈને પોતાની જાતે ચામડી ઉતારવા તૈયાર થયા. નર્સ કહે, અરે માજી! તમને સમજણ ન પડે. મને બધી સમજ છે. તમે નહિ ઉતારો તે હું ઉતારી આપું. નર્સના મનમાં થયું કે માજી જાતે ચામડી ઉતારશે તે આડું અવળું વાગી જશે. એમને રાજી રાખવા માટે નર્સે એમની કરચલીવાળી થેડી ચામડી ઉતારી ત્યાં ડોકટર આવી ગયા. માજીની ચામડી ઉતારતા જોઈને ગુસ્સામાં બેલ્યા, તું આ ઘરડી ડોશીને શું કરે છે? નર્સે કહ્યું, અત્યારે વાત કરવાને ટાઈમ નથી. મેં તેમને ઘણું સમજાવ્યા પણ માતૃહૃદયને સમજવા માટે સ્ત્રીહૃદય જોઈએ. એ તમારું કામ નહિ. નર્સના દિલમાં દયા હતી. લાગણી હતી. એ સમજતી હતી કે આ રમણ માજીને એકનો એક દીકરો છે. તેની આંખો ગઈ એટલે તે કમાવાને નથી છતાં માતાના મનમાં મીઠી આશ છે ને ! તેણે તન મનથી ખૂબ સેવા કરી અને સારું થયું. પછી માજી નર્સને કહે છે બેન! જેમ છાતીએ ચામડી કામ લાગી તેમ આંખમાં એમ કરવાથી સારું ન થાય? નર્સ કહે-માજી! એવું ન થાય. આ૫ એમ કહો ને આ તમારું રતન સાજું સારું રહ્યું છે.
- નેસની સાચા દિલની સેવા અને માતાની પ્રેમભરી ચામડીએ થોડા દિવસમાં રમણને તદ્દન સારું થઈ ગયું. એમને ઘેર જવાની રજા મળી ગઈ. માજીના મનમાં થાય છે કે આ નર્સ બહેને બહુ સેવા કરી છે. એને બદલે કઈ રીતે વાળવો ? એક બાજુ બદલે વાળવાની તીવ્રભાવના અને બીજી બાજુ ભયંકર ગરીબી ! રમણના ગયા મહિનાના પગારમાંથી બચેલા માત્ર પાંચ રૂપિયા સિવાય બીજું કંઈ ન હતું. વળી એટલા રૂપિયા આપવા તે આ ગરીબ, પણ મનના મોઢા માજીને બહુ ઓછા લાગ્યા. માએ રમણને પૂછ્યું, આ નર્સે તારી ખૂબ સેવા કરી છે. તેને શું આપીશું? માતા ! અત્યારે તે મારી પાસે કંઈ નથી. તેમજ ઘેર પણ કંઈ ભેટ આપવા જેવી ચીજ નથી. નહિતર એ આપીએ. બહેનને કંઈક સંભારણું આપી જવું હતું. પણ પાસે પાંચ રૂપિયા સિવાય કંઈ નથી. ધનવાન લેક મજા માણતા હોય છે. તેમણે ગરીબેને કંઈ બંગલા કે ઘર દઈ દેવાના નથી, પણ માત્ર તમારા વ્યસનના ખર્ચા બચાવી આવા ગરીબ જીવોને રાહત આપો. હું તે કહું છું કે વધુ ન વાપરો તે આપને જે નફો થાય તેમાંથી ૧૦૦ રૂપિયે ૧૦ પૈસા જેટલું આપતા શીખે તે પણ ગરીબના દુઃખમાં સહાયક બની શકશો. આપ દિલને ઉદાર અને વિશાળ બનાવે.
આ માળની સ્થિતિ ગરીબ છે પણ દિલ કેવું દિલાવર છે! ગરીબીમાં પણ અમીરી. છેવટે દવાખાનેથી વિદાય લેતી વખતે નર્સના હાથમાં પાંચ રૂપિયા આપ્યા ને કહ્યું ! દીકરી! તે જે મારા દીકરાની સેવા કરી એ તે અમૂલ્ય છે. એને બદલો વાળવા મારી પાસે આ પાંચ રૂપિયા સિવાય કંઈ નથી. દાઝેલા માણસની સેવા કરવી એ જેવું તેવું કામ નથી. નર્સ રડી પડી, તેને માજી સાથે મા જેવી પ્રીતડી બંધાઈ ગઈ હતી. નર્સ