________________
શાહા રત્ન
બ્રાહ્મણ જાતિમાં અવતરે ! કુદરતના કાનૂનને આ માન્ય ન હતું. આ કાનૂનની સામે બહારવટે ચડેલા કર્મરાજની સામે પડવા જાણે એણે ઈન્દ્રરાજની મદદ યાચી અને ઈન્દ્રરાજનું સિંહાસન ચલાયમાન થયું. એમણે અવધિજ્ઞાનના અજવાળામાં જોયું તો એક મહાન અનર્થ સર્જાવાના સંયેગો ઘડાઈ રહ્યા હતા. એમણે મનોમન એક સખેદાશ્ચર્ય અનુભવ્યું કે શું તીર્થકર બ્રાહ્મણ કુળમાં જન્મે! એક હુંકાર થયે, અને હરિણગમેલી દેવ હાજર થયા. ગર્ભ સંક્રમણનું ઉત્તરદાયિત્વ સ્વીકાર્યું. કર્મની પાસે અન્યાય નથી. તેમજ અનુકંપા પણ નથી. મરીચિના ભવમાં ઉપજેલું કર્મ છેલા ભવમાં ઉદયમાં આવ્યું. ત્રણ અનુપમ જ્ઞાનની સાથે ભગવાન આ દેવાનંદાની કુંખે આવ્યા ! તીર્થંકર ભગવાન ભિક્ષુક કુળમાં કયારે પણ ઉત્પન્ન ન થાય અને થયા એ એક અચ્છેરું બન્યું છે. શકેન્દ્ર હરિણગમેલી દેવને કહ્યું, દેવાનંદા માતાની કુખમાંથી તીર્થકર ભગવાનને ત્રિશલા રાણીની કુક્ષીમાં મૂકો. હરિણગમેષ દેવે દેવાનંદાને અવસ્થાપિની નિદ્રા મૂકીને તેના ગર્ભનું સાહારણ કરીને ભગવાનને ત્રિશલા રાણીના ગર્ભમાં મૂક્યા ને ત્રિશલાના ગર્ભને દેવાનંદાના ગર્ભમાં મૂક્યો. દેવાનંદાના મુખમાંથી સ્વપ્ના નીકળીને જવા લાગ્યા. આ જોઈને દેવાનંદા રડવા લાગી. એક દેવાનંદા દુખીયારી (૨) સુખના સ્વપ્ના ખૂબ નિહાળ્યા,
પામી ના કાંઈ બિચારી, એવી દેવાનંદા દુખીયારી, ઈન્દ્રજવે સુરલોકથી એને અચરજ થાતું,ભિક્ષુકળે પરમાત્મા કેમે સહ્યું ન જાતું,
કઈ પૃથ્વી પર જહદી જાઓ (૨) દેવાનંદા પાસેથી કઈ પ્રભુજીને લઈ આવે, ત્રિશલાની કુખે પધરાવે. એક દેવાનંદા...
પૂર્વે ચોરેલા ઘરેણાંના ડાભડાનું કર્મ ઉદયમાં આવ્યું. તે કર્મના ઉદયે દેવાનંદાના ગર્ભમાંથી રત્નો કરતાં પણ અધિક કિંમતી તીર્થંકર પ્રભુનો ગર્ભ ચોરાઈ ગયો. ત્રિશલા રાણીએ એક પછી એક ચૌદ રવના જોયા. ત્રિશલાદેવી જાગ્રત બન્યા. સવાર પડતાં ત્રિશલા રાણી સિદ્ધાર્થ રાજા પાસે આવ્યા ને રવપ્નાની વાત કરી. સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા રાણીને કહ્યું–તમે મહાભાગ્યવાન છે. પુણ્યવાન છે. તમારા સ્વપ્નાના ફળરૂપે તમારી કુક્ષીમાં તીર્થકર ભગવાન જન્મશે. આ સાંભળી માતાના આનંદનો પાર ન રહ્યો. સિદ્ધાર્થ રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવીને સ્વપ્નાનું ફળ પૂછ્યું. તેમણે કહ્યું. મહારાજ ! આપને ત્યાં ત્રણ જગતના ઉદ્ધારક તીર્થંકર પ્રભુનો જન્મ થશે. આ સાંભળનાં સૌના આનંદને પાર ન રહ્યો. રાજાએ પંડિતને ખૂબ દાન આપીને વિદાય કર્યા. રાજાને ત્યાં ઢોલ નગારા અને શરણાઈઓ વાગવા લાગ્યા. રાજાએ ખૂબ દાન દેવા માંડ્યું. જેમ જેમ દાન દેતા જાય તેમ તેમ ભંડારો ભરાતા જાય. ત્રિશલા માતાને પણ સારી સારી ધર્મ ભાવનાઓ થાય છે. માતા આનંદપૂર્વક ગર્ભનું પાલન કરી રહ્યા છે. પ્રભુએ માતાની કુશલતા માટે હિલનચલન બંધ કર્યું પણ એની અસર વિપરીત થઈ. ત્રિશલાને પોતાના ગર્ભની કુશળતામાં સંદેહ ઉત્પન્ન થયો ને આખું રાજકુળ રડવા લાગ્યું. ઢોલ નગારા બંધ થઈ ગયા. પ્રભુએ