________________
શારદા રત્ન
૪૫૭
જોતાં મૃત્યુના ભયથી માણસની આંખ બંધ થઈ ગઈ. તે ધ્રુજવા લાગ્યો. નજીક આવતા સિંહ માણસને ઓળખી ગયે. અહો! આ તો મારો ઉપકારી છે. તેને મારા પર ઉપકાર છે. હું તેના ઉપકારને કેમ ભૂલું? એટલે માણસ પાસે આવીને તેના પર ત્રાટકવાને બદલે તેને નમસ્તે કરી તેને સૂંઘીને પાછો પિંજરામાં ચાલ્યો ગયો.
મહેલના ઝરૂખામાં બેઠેલા રાજાને આ દશ્ય જોતાં ખૂબ આશ્ચર્ય થયું. તેમણે સૈનિકોને આજ્ઞા કરી કે ફરીવાર સિંહને બહાર કાઢો. સિંહ ફરીથી મેદાનમાં આવ્યો, અને ફરીવાર એ અપરાધીને સૂંઘીને પાછે પિંજરામાં જતો રહ્યો. રાજાને તે શ્વાસ અદ્ધર થઈ ગયો. આ શું? આવું તો કયારેય બન્યું નથી. સિંહ શા માટે અપરાધીને ફાડી નથી ખાતો ? રાજા ગુસ્સે થયા. તેમણે ત્રીજીવાર સિંહને ગુસ્સે કરી મેદાનમાં મોકલે, તો પણ સિંહે અપરાધી પર પંજો સરખો પણ ન ઉગામ્યો, અપરાધીના શરીરને સુંઘીને પાછા વળી ગયો. આથી રાજાએ અપરાધીને પોતાની પાસે બોલાવ્યો ને પૂછયું–તારી પાસે શું કંઈ મંત્ર છે? તંત્ર છે ? વિદ્યા છે? છે શું, કે સિંહ તારા પર હુમલે નથી કરતો ?
અપરાધીએ કહ્યું-રાજન! સિંહ હૈયાહીણું પ્રાણી નથી, તેને પણ હૈયું હોય છે. તેનું હૈયું પણ થોડું નિર્મળ હોય છે. તે માત્ર ક્રૂર જ નથી. તેને હૈયે પણ ઉપકારી, પ્રત્યે કરૂણાભાવ હોય છે. સિંહ તેના ઉપકારી ઉપર કદી હુમલો નહિ કરે. હું તેને વગર કારણે છે છેડે ન જોઈએ. રાજાએ. પૂછ્યું તે શું તે આ સિંહ પર કોઈ ઉપકાર કર્યો છે? અપરાધીએ કહ્યું રાજન ! થોડા સમય પહેલાં હું જંગલમાં ગયે. ત્યારે આ સિંહના મુખ ઉપરથી મને લાગ્યું કે તેને ખૂબ વેદના થતી હશે, તેથી હું તેની પાસે ગયો, તે તેના પગમાં મેટે કાંટે વાગેલું હતું તે મેં કાઢી નાંખ્યું હતું. આ સિંહ એ જ છે. તેણે મને ઓળખી લીધે. હવે તે મારા પર હુમલો કેવી રીતે કરે ? ઉપકારી પર સ્વાથી માણસ હુમલે કરશે પણ સિંહ હુમલે નહિ કરે. સિંહ જેવા ર પ્રાણી પણ ઉપકારીના ઉપકારને ભૂલતું નથી. રાજાને આથી ઘણું જ આશ્ચર્ય લાગ્યું અને તેને ગુનામાંથી માફી આપી. જે રીતે સિંહ ઉપકારીનો ઉપકાર ન ભૂલ્યા તેમ તમે પણ અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરો તેવું પવિત્ર જીવન બનાવો, એ જ અભ્યર્થના. સમય થઈ ગયો છે. વધુ અવસરે.
વ્યાખ્યાન નં.-૪૯ ભાદરવા સુદ ૫ ને ગુરૂવાર
તા. ૩-૯-૮૧ સંવત્સરી મહાપર્વ “પર્વાધિરાજનો પ્રાણુ ક્ષમા.” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન! પધિપતિ પર્યુષણનો પ્રાણ છે ક્ષમાપના પર્વ. પર્યુષણ પર્વના આઠ દિવસ અને તેમાંય સર્વોત્કૃષ્ટ દિન છે ક્ષમાપનાને દિન-સંવત્સરીને દિન. ચાતુર્માસનો પ્રારંભ અષાડ સુદ પૂનમથી થાય છે. ચાતુર્માસમાં