________________
શારદા રંભ
૪૫૫
માંગશે પણ ભિખારી નહી દેખાય, એ પાપ કરશે પણ પાપી નહિ દેખાય, પણ આ બુદ્ધિમત્તા નથી પણ મૂર્ખતા છે. માણસ જન્મે છે ત્યારથી તે માંગવા માંડે છે. તે નાના હાય છે, ખેલતા નથી આવડતું તેા એ રડીને માંગે છે. બાળક રડે એટલે માતા સમજી જાય કે બાળક ભૂખ્યુ થયું છે. તે ખેલતા શીખે છે તેા ખેલીને માંગે છે. માતા-પિતા ભાઈ-બહેન આદિ બધા સધીએ પાસે માંગે છે. બસ એ માંગતા રહે છે. ગુરૂ પાસે પણ માંગે છે. જ્યાં સુધી ભિખારીપણું નહીં મટે ત્યાં સુધી ધર્મનું સર્વોચ્ચ ફળ, વાસ્તવિક ફળ નહિ મળે. હું તે। આપને એટલું જ કહુ છું કે બધી જગ્યાએ ભિખારી ન બનેા. તેમાં ખાસ કરીને ગુરૂ પાસે ભિખારી બનીને ન ઉભા રહેા. ધર્મસત્તાને ભિખારી પસંદ નથી. જે મનથી કંઈ પણુ માંગતા નથી ને ધર્મ કરે છે, ધર્માંનું શરણું સ્વીકારે છે તેને ધમ એવું અદ્ભૂત ફળ આપે છે કે જેની કલ્પના પણ એ ધસાધક ન કરી શકે. ગેાવાળપુત્રને કલ્પના ન હતી કે ધનસંપત્તિ મળે કે નહિ ? ધર્મ બધું આપે છે. જેમ જેમ જીવની ચાગ્યતાના વિકાસ થતા જાય છે તેમ ધર્મતત્ત્વની નિકટતા વધતી જાય છે અને ઉત્તરાત્તર ઉચ્ચ, ઉચ્ચતર સુખાની પ્રાપ્તિ. આપેાઆપ થાય છે.
આ મંગલકારી પર્વના દિવસેાની આરાધના જીવને મેાક્ષના સુખ અપાવે છે. આ પ આપણને સદેશ આપે છે કે મૈત્રીના માંડવા બાંધેા. આપ મિત્ર અનેા અને ખીરાને તમારા મિત્ર બનાવો. હૈયાથી કષાયની કાળાશને ધોઈ નાંખા અને આત્માના સૌદય ને પ્રગટાવા. માત્ર માણસના મિત્ર નથી બનવાનુ, પશુ–પ ́ખીના મિત્ર બનવાનું છે. પર્યુષણમાં ક્ષમાના મહિમા તા છે, પણુ ક્ષમાનુ' રૂપાંતર મત્રીમાં ન થાય તેા ક્ષમા તેટલી અધૂરી રહે છે. સાચી મૈત્રી એ છે કે મિત્રના જીવનમાં ઉપયાગી બને, અને તે પણ ઉપકારના કશા ભાર વિના. મિત્રના જીવનના સુખ-દુઃખમાં તે સહભાગી બને. પર્યુષણ આવા મિત્ર બનવાની કકૈાત્રી લખે છે. ક'કેાત્રી આવી એટલે ચાંલ્લા તે કરવો પડે, નહિ તા સમ ધ ટકે નહિ. વ્યવહાર નભે નહિ. આપણા પ્રસંગે કાઈ આવે નહિ. પર્યુષણ પર્વે હજી ચાંલ્લા નહિ લેવાના સુધારા કર્યાં નથી. એ તા કહે છે કે મારા પ્રસંગે તમારે મૈત્રી રૂપી ચાંલ્લે તે કરવા પડશે. પર્યુષણ પર્વની ઉપાસનાથી મૈત્રી મેળવવાની છે.
જીવ માત્ર પ્રત્યે હૈયામાંથી વાળીઝુડીને વૈરભાવને સાફ કરી ત્યાં મત્રીના માંડવા બાંધવાના છે. હાથમાં કરૂણાની ગુલછડી લઈ પરિચિત, અપરિચિત, નાના કે મોટા સૌને સમાન ભાવે વધાવવાના છે. સાધકના જીવનમાં જે સાચા ગુરુ નથી મળ્યા તે તેના જેવા ખીજો કાઈ કમનસીબ નથી તેમ સંસારીના જીવનમાં સાચા મિત્ર નથી મળ્યા તા તેના જેવા દુર્ભાગી બીજો કેાઈ નથી. મૈત્રી તા જીવનની મહેલાત છે. મૈત્રી તા જિંદગીની મ્હે ́ક છે. પશુઓમાં પણ મૈત્રીભાવ હાય છે. કૂતરાએ ઉપકારી પ્રત્યે અપકાર નહિ કરે, ઉપકારીનું અહિત નહિ કરે. અહી મને એક વાંચેલી વાત યાદ આવે છે.
જંગલમાં એક યુવાન માણુસ ચાલ્યેા જતા હતા. તેણે જંગલમાં એક સિંહ જોયા.