________________
શારા ૨«
૪૭ : શોધતા શોધતા એક સારા સુખી ઘરના છોકરા સાથે બેનનું સગપણ કર્યું. ખૂબ મોટા મહોત્સવથી પરણાવી. બેન સાસરે જતાં ખૂબ રડે છે. અહીંયા ભાઈ મને ધર્મના દરેક કાર્યમાં સાથ આપતો હતો. હવે મને કણ સાથ આપશે? ભાઈને પણ બેનને છૂટી પાડતા દિલમાં ઘણું દુઃખ છે, પણ દીકરી તે સાસરે શોભે. વળી ભાભીને ત્રાસ. ભાઈએ ખૂબ સમજાવીને બેનને સાસરે મોકલી. બેને જોયું તે પિતાને પતિ પણ નાસ્તિક છે. બેનના મનમાં થયું કે ભલે મને ગરીબ ઘર જોયું હોત તો ચાલત પણ જ્યાં ધમ હોય ત્યાં મળ્યું હોત તે સારું હતું. બે દિવસે દિવસે સૂકાતી જાય છે. પતિ પૂછે છે અહીં બધું સુખ છે ને તું કેમ સૂકાતી જાય છે. બેનનું નામ છે સુશીલા. સુશીલા કહે, આપ મને ગમે તેવા સુખ આપે પણ જે જીવનમાં ધર્મ નથી તે કલ્યાણ નથી. સંતના દર્શન કરવાથી, સામાયિક કરવાથી આપણા પાપ ધોવાઈ જાય છે, ને આપણી સદ્દગતિ થાય છે. પતિ ભલે નાસ્તિક હતું પણ તેનામાં માનવતા હતી. સુશીલાની ટકારથી તે ધર્મ પામી ગયે. હવે પતિ-પત્ની બંને ધર્મક્રિયાઓ સાથે કરવા લાગ્યા. હવે સુશીલાને ખૂબ આનંદ થયે, પણ એને ક્યાં ખબર છે કે આ મારે આનંદ ઝા, સમય ટકવાને નથી.
પતિને આઘાત અને ભાઈનું આશ્વાસન સુશીલાના લગ્ન થયા છે મારી થયા. જીવનમાં આનંદ અને સુખ આવ્યું પણ પૂર્વકૃત કર્મના યોગે તેના પતિને પેટમાં ભયંકર દુખાવો ઉપડ્યું ને ત્રણ દિવસની બિમારીમાં પતિ પણ સુશીલાને છોડીને ચાલ્યો ગયો. બેનના આઘાતનું તે પૂછવું જ શું? આઘાતમાં બેભાન થઈને પડી. પત્ની માટે તે પતિ પિતાનું સર્વસ્વ હોય છે. સુશીલા કાળો કલ્પાંત કરે છે. માથા પછાડે છે પણ તેને કોણ આશ્વાસન આપે? સાસુ-સસરા કોઈ નથી. ભાઈને ખબર પડતાં દોડતે આવી પહોંચે. બનેવીની અંતિમ ક્રિયા થયા પછી કહ્યું બેન ! તું હવે એકલી થઈ ગઈ. તારું રૂપ ઘણું છે એટલે એકલા રહેવામાં જોખમ છે. તું ચાલ મારી સાથે. બેનને સમજાવીને ભાઈ પોતાને ઘેર લઈ ગયો. બેનના દિલમાંથી આઘાત જાતે નથી. ભાઈ ઘણું સમજાવે છે. બહેન ! તું કલ્પાંત ન કરીશ. કેઈ પ્રકારનું દુઃખ ન ધરીશ. તું વિકપની હારમાળા છોડી દે. સંતાપને દૂર કર. હે વહાલી ભગિની ! મારાથી તારું દુઃખ જોઈ શકાતું નથી. તું હિંમત રાખ. ધીરજ ધર. આ ઘરમાં કોઈ પણ તારું પ્રતિકૂળ કરશે તો તે મારો શત્રુ બનશે માટે છે વહાલીબેન ! ચિંતા ન કર. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તને દુઃખ નહિ પડવા દઉં! આ પ્રમાણે ભાઈએ બેનને આશ્વાસન આપી શાંત કરી.
નણંદને આળ ચઢાવતી ભાભી બેન ભાભીને ઘરકામમાં બધે મદદ કરવા લાગી. ભાઈ-બહેનને અપૂર્વ અજોડ સ્નેહ તે તેની ભાભીથી સહન ન થયું. ભાઈબેનના નિર્દોષ નિર્મળ ઝરણાં જેવાં પ્રેમને ઈર્ષાની આગથી જોઈ રહી છે. ઈર્ષ્યાગ્નિની.