________________
૫૬૬
શારદા રન અજોડ ભલભલાને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી હતી. ખૂબ પ્રેમ, સંપ અને એકતાથી બધા રહે છે. જ્યાં પ્રેમ છે ત્યાં સુખ છે, શાંતિ છે, આનંદ છે. કંઈકે ઘર એવા પણ જોવા મળે કે જ્યાં સદાય કલેશ, કંકાશ સળગતે જ હોય ! આ માતા-પિતા સંસ્કારી છે. તેમના ઘરમાં ધર્મના સંસ્કાર પણ સારા છે. સવારમાં પ્રાર્થના કર્યા પહેલા દૂધ પીવાનું નહિ. ગામમાં સંતસતીજી બિરાજતા હોય તો તેમના દર્શન કર્યા પહેલા ઘરનું કઈ કામ કરવાનું નહિ. આવા સુંદર સંસ્કાર માતા-પિતાએ સંતાનને આપ્યા છે. હું તે તમને કહું છું કે સંતાનેને ધનને વારસો નહિ આપ તે ચાલશે, પણ સંસ્કારોને સુંદર વારસે આ હશે તે એ સંતાને દુઃખી નહિ થાય, અને ભવિષ્યમાં મા -પિતાને પણ શાંતિ આપી શકશે.
આ કુટુંબ આનંદથી રહે છે, પણ તેમાં જાણે કાળરાજાનું આમંત્રણ ન આવ્યું હોય તેમ માતાપિતા બંને એકી સાથે ટૂંકી બિમારીમાં આ દુનિયામાંથી વિદાય લઈને ચાલ્યા ગયા. જગતમાં મૃત્યુ અનિવાર્ય છે. હજુ સુધી તેને રોકવા કોઈ સમર્થ થયું નથી. માતાપિતાના સ્વર્ગવાસથી ભાઈ બેનને ખૂબ આઘાત લાગ્યા. ઢગલો થઈને પડ્યા. અરરર.. હવે આપણે શું કરીશું? હે વિધાતા ! તે અમારો આ માળો તેડી નાંખ્યો! તને આ નાના ફૂલ જેવા ભાઈબેનની દયા ન આવી? તે આ શું કર્યું? માતાપિતાના
હાલ હવે કયાં મળશે? હવે અમને ધર્મના સંસ્કાર કેણ આપશે? વાત્સલ્ય મૂર્તિ માતા-પિતા ! અમને છોડીને ચાલ્યા ગયા ? હવે આ દુનિયામાં અમારું કેણુ? એમ -બેલે છે ને કાળો કપાંત કરે છે. ભાઈ બેનને આશ્વાસન આપે ને બેન ભાઈને આપે ! ભાઈબેનને પ્રેમ દૂધ સાકર જેવો છે. ધીમે ધીમે દિવસે જતાં શેક ઓછો થયે. આ ભાઈબેન સાથે સામાયિક કરે. પ્રાર્થના કરે. બધું સાથે કરે છે.
? ભાભીને જુલ્મઃ સમય જતાં ભાઈ મેટે થયો. ભાઈને લગ્ન થયા. ભાભી સાસરે આવી. ભાઈ-બેનને ધર્મ ગમે છે, પણ ભાભીને ધર્મ ગમતું નથી. તેના મનમાં થયું કે આ ભાઈ–બેન બધી ધર્મક્રિયા સાથે કરે છે. આ ધર્મઢીંગલી બની ગઈ છે. તે સાસરે જાય તે તેને ભાઈ નવરો પડે. ભાભીને તે નણંદ ગમતી નથી. એની પાસે - બધા કામ કરાવે ને ઉપરથી મેણા-ટોણા સંભળાવે. એણે તે નણંદને દુખ દેવા માંડ્યા. ભાભી તે આ ભાઈબેનને ધર્મ કરતા રોકવા જાય છે પણ તેઓ કહે, અમારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી પ્રાર્થના, સામાયિક, સંતદર્શન ચૂકવાના નથી. આ ભાભીને તે સંતે પિતાના આંગણે ગૌચરી પધારે તે પણ ગમતું નથી. ભાઈ ઘણીવાર પત્નીને સમજાવે કે ધર્મથી આપણે સંસાર ઉજળો છે. તું પણ થોડો ધર્મ કર. નહિ તે તારી દુર્ગતિ થશે, પણ ધર્મની વાત ગમે કોને ? ભાઈ સમજાવે ત્યારે ભાભી તો ઉપરથી વિફરે. નણંદને ન કહેવાના શબ્દો કહે. પતિ માટે જેમ તેમ બેલે. ભાઈના મનમાં થયું કે મારી બેનને એની ભાભી ખૂબ ત્રાસ આપે છે. બેનનું દુઃખ જોયું જતું નથી, માટે હવે એને સારું ઘર જેઈને પરણાવી દઉં તે એના જીવનમાં શાંતિ મળે,