________________
શારદા રત્ન
૪૭૭ જેટલા ભાવશુદ્ધિ–પરિણામ શુદ્ધિ તે પ્રમાણે ધર્મનું ધન મળે છે. કેઈ વેપારી કુશળતાથી થોડો વેપાર કરે તો વધુ નફે મેળવી શકે તેમ જેના પરિણામની શુદ્ધિ વધારે તેની નિર્જરા વધારે, ક્રિયાથી હદયશુદ્ધિ અને હૃદયશુદ્ધિથી ધર્મધનને નફે.
અધ્યાત્મની દુકાનમાં નફા-નુકશાન માપવાના ગજ આવા છે. ચિત્તના ચોપડે જમા-ઉધારનું પાસું પાડતી વખતે આ ગણિત પદ્ધતિ અપનાવવી જરૂરી છે. આમાં જે ભૂલે છે તે જમા ઉધારના ખાતા અને પિતાને દગો દેનારા બની જાય છે. ક્રિયા એ વેપાર છે અને નિર્જરા એ નફે છે, પણ આ નફાને ઓળખ કઈ રીતે? પરિગ્રહસંજ્ઞાની દરિદ્રતા દૂર કરવા દાનની દુકાન ખોલીએ છીએ. મૈથુન સંજ્ઞાની દરિદ્રતા દૂર કરવા શીલની હાટડી માંડીએ છીએ. આહાર સંજ્ઞાની કારમી ગરીબીમાંથી છૂટવા તપની પેઢી શરૂ કરીએ છીએ અને ભયસંજ્ઞાના ભિખારીપણામાંથી મુક્ત થવા ભાવની દુકાનના દ્વાર ખોલીએ છીએ. આ ચાર જાતની દરિદ્રતા આપણને અનંતકાળથી ઘેરીને રહેલી છે. એને દૂર કરવા દાન કરીએ છીએ. શીયળ પાળીએ છીએ. તપ કરીએ છીએ, અને ભાવના ભાવીએ છીએ, એટલે વકરો કરીએ છીએ. હવે આ વકરો નફામાં કૃતાર્થ થાય છે કે નહિ? એનું માપ કાઢવા માટે અંતરમાં અવલોકન કરવું પડશે.
જેમ જેમ દાન કરતા જાવ તેમ તેમ પરિગ્રહ અનર્થકારી લાગતો હોય તે, સમજવું કે દાનની દુકાન સદ્ધર બની છે. દાનક્રિયા અપરિગ્રહ રૂપ નિર્જરાના નફા દ્વારા ધર્મ-ધન કમાવામાં સફળ બનતી રહી છે. શીલની શાલ ઓઢતા જઈએ તેમ આત્મા તરફ બહુમાનપૂર્વકની ભાવના સતેજ બનતી જાય અને ભેગ વિષમ લાગતા હોય તે સમજવું કે શીલ ક્રિયાને વેપાર નિર્જરાને નફે કરાવી રહ્યો છે. તપના તેજોમય કુંડમાં નહાતા જઈએ એમ અણહારી પદ પામવાની લગની વધતી જાય અને આહાર એક જાતની લપ રૂ૫ કિયા દેખાતી હોય તે સમજવું કે તપ ક્રિયા અણહારી પર રૂપ નિર્જરાને નફે મેળવી આપવા પેઢીને પગભર બનાવી રહી છે. ભાવનાની ભવ્ય દુનિયામાં જેમ જેમ ઉંડા ઉતરતા જઈ એ એમ એમ અભયદાન દ્વારા અભય બની જવાની તાલાવેલી વધતી જાય, અને સંસાર અસાર લાગે, દુઃખને દરિયો લાગે, તો સમજવું કે ભાવક્રિયા અભયપદ રૂપ નિર્જરાનો નફે મેળવી આપવામાં સફળ બની છે. આમ દાન, શીયળ, તપ, ભાવરૂપ ચારે દુકાનો માત્ર વકરે કરે છે કે નફે મેળવી આપે છે તેનું માપયંત્ર હૃદયવિશુદ્ધિ છે. આ માપયંત્ર દ્વારા ધર્મપેઢીના ચોપડા તપાસીને સાધનાનું સરવૈયું કાઢી શકાય છે.
માનવને ભવ મોસમની વેળા છે. ધર્મ કરી શકાય એવો ભવ એક આ જ હોવાથી એનું મુક્તિના મંગલ દ્વાર તરીકે માનભર્યું મહત્વ આંકવામાં આવ્યું છે, માટે આ મોસમના દિવસોમાં જેટલી બને તેટલી આત્મકમાણી કરી લેવી, એ જ સાચું જીવનનું યેય છે. જેમ સુવર્ણના અલંકારોમાં સુવર્ણ એ મુખ્ય કારણ છે તેમ અર્થપ્રાપ્તિમાં અને એક્ષપ્રાપ્તિમાં ધર્મ એ મુખ્ય કારણ છે. સંસાર એટલે કર્મકૃત અવસ્થા. એને