________________
૪૬૦
શારદા રત્ન
ઘેાર સ'ગ્રામમાં લાખા, કરાડા ને અબજો નિર્દોષ પ્રાણીઓની કતલ થઈ રહી છે. અવેરની ઉપવનભૂમિ આજે ઉજ્જડ બની શૂન્ય ભેંકાર અને ભયાનક વેરના વડવાનલે સળગી રહી છે. તે વેરની ધગધગતી ધરા ઉપર જો અવેરની અષાઢી મેઘધારા સિંચવામાં આવે તા તે ધરા ઠંડીગાર બની શકે. હજારા હૈયાને બદલાવવાની, લાખાના દિલના દાવાનળને એલવવાની અચિંત્ય શક્તિ આ સૂત્રમાં સંગ્રહાયેલી છે. જેમ સૂર્ય લાખા ટન તિમિરના ક્ષય કરે છે, એક જ અભેાંખ કરેાડાના સંહાર સજે છે, હિરાકણી કરોડોનું મૂલ્ય મેળવી શકે છે, તેના કરતાં અધિકતમ શક્તિ આ ગૌરવવતી સુક્તિ ધરાવી શકે છે. અંતર આભમાં ચેામેર પથરાયેલા વેરના અને વિષાદના ઘટાટોપ વાદળાને ક્ષણવારમાં વિલીન કરી દે છે. ભીષણ કર્મોના પહાડોનુ પળેપળમાં ચૂર્ણ કરે છે, ને આંખના પલકારામાં જે જે માનવા પછીના ભવમાં પરમાધામીના પરાણા બનવાના હતા, તેમને તે પરમાત્માના લાડીલા પાટવીકુંવરેા બનાવી શકે છે. વેર અને વાત્સલ્યના સંઘષ ણમાં આખરે વહાલના વિજય થાય છે. ઇતિહાસના પાને જળ અને જ્વાળાના જેટલા સગ્રામા નાંધાયા છે તેમાં જય જળને મળ્યા છે અને વાળાને પરાજય મળ્યા છે. ક્ષમા એ જળ છે અને વૈર એ જવાળા છે. એકનુ જીવન પ્રશાંત છે જ્યારે ખીજાનું જીવન પ્રચંડ છે,
કથાં પરમાર્થ મૂર્તિ ભગવાન પારસનાથ અને કયાં કાજળઘેરી ક્રૂરતાને વેરતા કર કસ ! કાં ક્ષમામૂર્તિ ભગવાન મહાવીર અને કાં તેજલેશ્યાને છોડતા તેજોદ્વેષી અજ્ઞ ગોશાલક ! કયાં કરૂણામૂર્તિ મુદ્ધ અને કયાં કૃતજ્ઞતાની સામે કૃતવ્રતા છેડતે અધમ શિષ્ય ! કયાં મંગલમૂર્તિ મહાત્મા ગાંધીજી અને કાં રાષ્ટ્રપિતાની જીવન રાશનીને - મુઝવતા ઘાતકી ગેાડસે ! કયાં ગુણમૂર્તિ ગુસેન અને કયાં અગનઝાળને વેરતા અધમ અગ્નિશર્મા ! નવ નવ ભવ સુધી પ્રચંડ વેરના પાસાને વિવિધ રીતે ખેલવા છતાં ને જીવન મરણને ઝુલણે ઝુલાવવા છતાં પરમ સામર્થ્યના ધારક હોવા છતાં આંખના ચમકારા પણ વેરી પ્રત્યે કર્યા નથી અને ઝેરીલા હૈયાના નખશીખ સુધી વ્યાપેલા પ્રચંડ ઝેરને જે ક્ષમામૂર્તિ અમૃતના ઘુટડા સમજી હોંશે હેાંશે પાન કરી ગટગટાવી ગયા ને સાથે વૈરીના વૈરના પવનને શાંતિભર્યા, અમીભર્યા નયને અમૃતના શીતળ છંટકાવ કર્યા. ધન્ય છે ધન્ય છે તેમની ક્ષમતાને અને ક્ષમાની સાધનાને! એ પરમા દશી એ ધારે તા આંખના પલકારામાં એ પ્રતિસ્પધી એને પરાજય પમાડી શકત, છતાં મૌનના મહાસાગરમાં સહેલ કરતા રહ્યા, તેનું કારણ ! “ શમે ના વેરથી વેર.” એ મંત્ર તેમના જીવનમાં જીવત હતા, તેથી આખરે વેરના વિરામ વેરથી નહિ, શસ્ત્રથી નહિ, સૈન્યથી નહિ, પણુ ક્ષમાના મંગલ સંગીતથી તથા પ્રેમના પિયૂષપાનથી અને વહાલની વેણુના મીઠા નાદથી કરાવી શકયા અને વિશ્વના જીવાને કહેતા ગયા.
નહિ વેરે વેરાણી, સ'મતી કદાચીન, અવેરેણુ ચ સ'મતી, એસ ધર્મે સનાતન.