________________
શારદા રત્ન
.૪પ૩
ભગવાન મહાવીરના સમયમાં થઈ ગયે એ ભોગી ભ્રમર ! રોજ તેમને દૈવી સંસારસુખના સાધન મળતા હતા. એક બે પાંચ પંદર નહિ પણ બત્રીસ સ્ત્રીઓના તે સ્વામી હતા. ભાગ સુખ ભોગવવામાં, પાંચ ઈન્દ્રિયેના વિષેના ઉપભોગમાં તે એટલા ગળાબૂડ હતા કે મગધ સમ્રાટ શ્રેણિકના નામની પણ તેમને ખબર ન હતી. જેના રાજ્યમાં, નગરમાં રહેતા એ રાજાના નામથી પણ તે અજાણ હતા. આટલા બધા સુખ તેને કેવી રીતે મળ્યા? ધર્મના પ્રભાવથી. સુપાત્ર દાન ધર્મ કરવાથી તેમને સુખેની છાકમછોળ મળી.
પૂર્વભવમાં શાલિભદ્ર ગોવાળે પુત્ર હતા. તે સાવ ગરીબ હતા. એક દિવસ તેમને ખીર ખાવાની ઈચ્છા થઈ. માતાએ આડોશ પાડોશમાંથી દૂધ, ચેખા, ખાંડ માંગી લાવીને પુત્ર માટે ખીર બનાવી. થાળીમાં ખીર આપીને માતા પાણી ભરવા ગઈ. ત્યાં ભિક્ષા માટે એક માસખમણના તપસ્વી સંત પધાર્યા. મુનિને જોઈ બાળકે તેમને પ્રેમથી આવકાર્યા અને એટલા પ્રેમથી ખીર મુનિને ભિક્ષામાં આપી દીધી. દાન નિર્દોષ છે ને ભાવ ઉત્કૃષ્ટ છે! યાદ છે ને જે ખીર ખાવા માટે બાળકે કજીયે કર્યો હતો, રડયા હતા, ને એ ખીર ખાવા તેણે માતા પાસે જીદ કરી હતી, રડી કકળીને તેણે મા પાસેથી મન ભાવતી ખીર મેળવી હતી. એ ખીર તેણે હસતા હસતા અંતરના શુદ્ધ પ્રેમથી અને આનંદથી મુનિને વહેરાવી દીધી. એ બાળકને ખીર ભાવતી હતી. પોતે ભૂખ્યું પણ હતું છતાં ખીર સંતને વહેરાવ્યા પછી તેને અફસોસ નથી થતું કે અરરર! ખીર તે બધી મેં પેલા સાધુને આપી દીધી, હવે હું શું ખાઈશ? ભલે તે ગરીબ હતો પણ ભાવથી અમીર હતા. એણે તે હોંશમાં બધી ખીર મુનિના પાત્રમાં ઠાલવી દીધી અને પછી પણ તે એ મુનિના જ વિચારે કરવા લાગ્યા. કેવી શાંત મુખમુદ્રા ! કેવી કરુણાભરી આંખે ! મુનિ તે ભિક્ષા લઈને જતા રહ્યા, પણ તેના મનમાં તે વસી ગયા.
દાન માત્ર ખીરનું ન હતું પણ પ્રેમનું દાન હતું ?-નાના બાળકનું એ દાન પ્રેમનું દાન હતું. તેમાં માત્ર કર્તવ્યપાલન ન હતું. એ બાળકે કોઈ ફરજ નહોતી બજાવી. મુનિ આપણા આંગણે આવ્યા છે તે તેમને બોલાવવા જોઈએ. તેમને બોલાવીને ભિક્ષામાં કંઈ આપવું જોઈએ. આવા વિચારથી તેમણે ખીર નહતી વહોરાવી. આમ વિચાર કરીને કરવું તે કર્તવ્યપાલન થયું. કર્તવ્ય પાલનમાં પ્રેમની પરિમલ કે સ્નેહની સ્નિગ્ધતા નથી હોતી. ત્યાં માત્ર દાનધર્મ નહેાતે. મુનિ પ્રેમને ધર્મ હતો. મુનિ પ્રેમ, સાધુ પ્રેમ, ત્યાગ પ્રેમ એ ઉત્તમ ભાવધર્મ છે. ઉત્તમ ભાવ ધર્મનું ફળ પણ ઉત્તમ મળે છે. યાદ રાખે, માત્ર ખીરનું દાન કરવાથી એ ગરીબ બાળક ધનકુબેર શાલિભદ્ર નહોતે બન્યા. ખીર દેવાથી શાલિભદ્ર બનાતું હોય તે તમે લોકો થાળી ભરીને નહિ પણ મેટા તપેલા ભરીને મુનિને ખીર વહોરાવી દે. મહાન દાનવીર બની જાઓ. એમ દાન આપવા માત્રથી શાલીભદ્ર નથી બનતું. તેની માતા આવે છે. દીકરાને થાળી ચાટતે જોઈને મનમાં થાય છે કે આટલી વારમાં આટલી બધી ખીર ના છોકરો ખાઈ ગયો, છતાં ઘરા નહિ કે થાળી ચાલ્યા કરે છે? એ પૂછે છે પણ ખરી કે બધી ખીર ખાઈ ગયો ?