________________
શારદા રત્ન
-
૪૫૧
માન, સન્માન, સંસારની અનુકૂળતા બધું પૂર્વના પુણ્યથી મળે છે. છેવટે મુક્તિ પણ ધર્મ આપે છે. ભયંકર મરણકાળે ધન, દેહ, સ્વજનો તે બધા એમ ઉભા રહેવાના, પણ ધર્મ એક આશ્વાસન આપે છે. શરણ આપે છે. બાદશાહી ગૌરવ હૃદયમાં રખાવે છે.
હવે આપને એટલી શ્રદ્ધા થઈ છે કે ધર્મથી સુખ મળે છે? આ વાતને વિશ્વાસ તમારા મનમાં બરાબર થઈ જાય પછી હું આપને સમજાવું કે ધર્મથી કેવું સુખ અને કયું સુખ તમારે મેળવવું જોઈએ. મારી વાત ગમે તે એ સુખ મેળવજે અને ન ગમે તે જેવી તમારી ઈચ્છા. બીજી વાત એ છે કે સુખ માંગવાની જરૂર નથી. વગર માંગે જે સુખ મળી જતું હોય તે માંગવાની જરૂર શી? તમે ધર્મ કરતા રહે. સુખ તમને આપોઆપ મળતું રહેશે. જે માણસને ધન મેળવવાની પ્રબળ ઈચ્છા હશે, જે માણસના જીવનમાં ભયંકર ગરીબી હશે તે માણસ મોટા ભાગે ધર્મક્રિયાથી ધનની માંગણી કરવાને, કારણ કે સંસારને વ્યવહાર પૈસા વગર નથી ચાલતે, એ તેને ખ્યાલ હોય છે, પણ કર્મ સિદ્ધાંતનું તેને જ્ઞાન નથી હોતું, અને ભાગ્ય પર ભરોસે રાખી તે નિષ્ક્રીય રહી શકતું નથી.
વિલિયમ કોલગેટ અમેરિકન હતું. તે સાવ ગરીબ હતે. તેના માબાપ ઘરે સાબુ બનાવતા અને શહેરની શેરીઓમાં ફરીને તે વેચતા. આ કેલગેટને સાબુ કિંમતમાં સસ્ત હતા. આથી ગરીબ લોકે તે જલદી ખરીદતા. એક દિવસ પિતાએ કેલિગેટને કહ્યું–બેટા! તું ચુક જા અને ત્યાં તારું ભાગ્ય અજમાવી જે. વિલિયમ પિતાને આજ્ઞાંકિત વિનયી દીકરો હતો. પિતાની આજ્ઞા થવાથી વિલિયમે ઘર છોડયું. ચાલતા ચાલતા ગામના સીમાડે એક વૃદ્ધ બાપા મળ્યા. તેમણે વિલિયમને પૂછયું–બેટા ! શી જાય છે? વિલિયમે કહ્યું, બાપા! હું ન્યુયોર્ક જાઉં છું. બેટા! શા માટે ન્યુયોર્ક જાય છે ? બાપા ! ત્યાં મારું ભાગ્ય અજમાવવા જાઉં છું. સરસ! ચાલ, મારે પણ ન્યુયોર્ક જવું છે. એ વૃદ્ધ અને વિલિયમ બને ન્યુયોર્ક તરફ જવા આગળ વધ્યા. રસ્તામાં વૃદ્ધ બાપા કહે છે બેટા વિલિયમ! ધંધામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. પહેલી બાબત છે પ્રમાણિક્તાની. તું ધ કરે તે પ્રમાણિકતાથી કરજે. કયારે પણ પ્રમાણિકતા ભૂલીશ નહિ. બીજી બાબત એ છે કે વસ્તુમાં કયારે પણ બનાવટ-ભેળસેળ કદી ન કરતા. માલમાં ભેળસેળ કરવાથી ધંધે લાંબા સમય સુધી નહિ ચાલે. એનાથી ગ્રાહકોને વિશ્વાસ કયારેક ને કયારેક તૂટી જવાને, માટે ભેળસેળથી હંમેશાં દૂર રહેજે. ત્રીજી વાત એ છે કે ગ્રાહકોને માલ આપવામાં કયારે પણ કપટ ન કરવું. દેતી વખતે પાંચ શેર અને લેતી વખતે સવાપાંચ શેર એવી અનીતિ કરીશ નહિ. ગ્રાહકને જરા પણ ઓછું ન આપવું, અને છેલ્લી વાત હૈયામાં ખાસ કતરી રાખજે કે માનવીને જે કાંઈ મળે છે તે પ્રારબ્ધથી મળે છે. પુણ્યના ઉદયથી મળે છે, આથી તને ધંધામાં જે કાંઈ ન મળે તે નફામાંથી થોડેક ભાગ અલગ રાખીને એ ભાગની રકમ સારા કાર્યોમાં વાપરજે.
વાત કરતા કરતા બને એક ચર્ચ પાસે આવ્યા. વિલિયમે ચર્ચમાં જઈ ભગવાનને