________________
૪૫૦
શારદા રત્ન
માક્ષનું સુખ આપી શકે છે. ધર્મથી અપ્રેમ અને કામપ્રેમને ખત્મ કરવાના છે. ધ દ્વારા મેાક્ષ સુખને મેળવવાનુ છે,
સુખની ફેક્ટરી કઈ? અમારી વાત સાંભળીને આપ એમ ન સમજશે કે જીવાને આ લાલચ આપવામાં આવી છે. ધર્મ તરફ ખે‘ચવા માટે આ કાઈ પ્રલાભન નથી આપ્યું. આ તા ધર્મની શક્તિના, ધર્મના પ્રભાવના સાચા પરિચય આપ્યા છે. ધર્મ તમામ પ્રકારના સુખ આપી શકે છે. સંસારના કે સ્વર્ગના જેટલા સુખ છે તે તમામ સુખ ધર્મની નીપજ છે. અરે, મેાક્ષનુ સુખ પણ ધર્મસાધનાનું પરિણામ છે. સુખ એ ધનું ઉત્પાદન છે. ધર્મની ફેકટરીમાં સુખનુ ઉત્પાદન થાય છે. જેમ ફેકટરીમાં હલકાભારે બધા પ્રકારના માલનું ઉત્પાદન થાય છે, તેમ ધર્મની ફેકટરીમાંથી પણ હલકું, ભારે તમામ પ્રકારનું સુખ ઉત્પન્ન થાય છે. ઉત્પાદન કેવુ' કરવું, કેટલું કરવુ' તે તમારા પર નિર્ભર છે. ધર્મની ફેકટરીમાં માત્ર સુખ ઉત્પન્ન થાય છે, દુઃખ ઉત્પન્ન થવાના ત્યાં કોઈ પ્રશ્ન નથી. દુઃખ ઉત્પન્ન થાય છે અધર્મની ફેકટરીમાં. પાપની ફેકટરી દુઃખ ઉત્પન્ન કરે છે. આ નગ્ન સત્ય વાત છે. જીવાને પ્રલાભનમાં પાડવા માટે જ્ઞાની ભગવતે આ વાત કરી નથી કે અસત્ય કહ્યું નથી પણ સંપૂર્ણ સત્ય કહ્યુ છે કે ધર્મ ધન આપે છે. સુખ આપે છે, સ્વર્ગ અને મેાક્ષ આપે છે. માનવને જે ગમે છે તેની તે ચાહના કરે છે.
તમે કાપડ બજારમાં જાવ તા કાપડની દુકાનમાં બધી કવોલીટીનું કાપડ હોય છે. ઉંચી જાતનું અને હલકી જાતનું હાય, આછી કિંમતનું હોય ને વધારે કિંમતનું હોય, સેલ્સમેન બધી જાતનું કાપડ બતાવશે. તે ઉંચી જાતનું અને મેાંઘી કિંમતનું કાપડ ખરીઢવા માટે આગ્રહ કરશે, પણ લેનાર તા પેાતાને મનપસંદ કાપડ ખરીદશે. અહીં ધર્માંથી મળતાં તમામ સુખા તમને બતાવ્યા છે. હલકુ સુખ અને ઉંચું સુખ ! અમે તા ઉત્તમ અને ઉંચુ સુખ મેળવવાના આગ્રહ રાખીશું' પણ તમારી પસંદગી શી છે? ધર્મના પ્રભાવ ગજબના છે. જગતમાં સારું અને તે બધું ધર્મથી અને છે. ધર્મ છે ત્યાં ઉચ્ચકુળ છે. ત્યાં દેવતાઈ સપત્તિ છે. ત્યાં ધનના ઢગલા છે. સ્વર્ગીય આનંદ છે. ધર્મ એ અપૂર્વ મંગળ છે. સર્વ દુઃખોનુ' ઔષધ ધર્મ છે. અપૂર્વ ખળ ધર્માંથી મળે છે. જ્યાં દેવા હાથ જોડીને કહે છે કે તું જીત્યા ને હું હાર્યા ! યાદ કરા દશાણુંભદ્રને! ચારિત્ર ધર્મ પર ઇન્દ્ર નમી પડે છે. ધર્મ એ રક્ષણ છે. એ જ વિસામા માટે આશ્રયસ્થાન છે. પૂર્વના ધર્મ વિના ધન ન મળે. મીલ કામદારો મીલમાં કામ કરે. પગાર ટુંકા ને ખર્ચ વધારે. જોઈતા પૈસા શાહુકાર પાસેથી લે. પગાર થાય ત્યારે પેલા શાહુકાર ત્યાં ચાદર પાથરી ઉભેા રહે. દરવાજાની પાસે ત્યાં સિપાઈ પણ ઉભા હાય. દેવાદાર કામદારોને શેઠ પૈસા ચૂકવતા જાય. પૈસા ચાદરમાં નાંખતા જાય. એને જોઇને કાઈ રસ્તાના જનાર કહે કે હુંય ચાદર પાથ', મને અપાવાને! તે શું તે સિપાઈ અપાવે ? એ શું કરે? એ મારા કાકો નથી ને તું મારા વેરી નથી, પણ આણે પહેલા દીધું છે માટે એને મળે છે. આ તા દેવાના સમયે દેવું નહિ ને પછી લેવા નીકળવું છે, કોણ આપે? ધન, કીર્તિ,