________________
શારદા રત્ન
ચણતર કરતા પાયામાં વધુ ખર્ચ લાગે તેથી તમે શું મકાન ન બંધાવે? બંધાવીએ. ગુણો એ ધર્મ મહેલને પાયો છે. જેમ પાયા વિના મકાન ન બંધાવાય તેમ ગુણ વિના ધર્મ ન આચરી શકાય. કદાચ આચરો તે પણ તે પડી જતાં વાર ન લાગે. પાયા વિનાનું ઘર કેટલું ટકે ? આપણે મકાન ચણવું છે પણ પાયા વિનાનું ! ધર્મ કરે છે પણ ગુણસાધના વિના ! આજે મોટાભાગે આપણી જિંદગી આવી પસાર થઈ રહી છે એવું મોટાભાગે નથી લાગતું? ગુણ વિનાના ધમીઓએ ધર્મનું તેજ ઝાંખું પાડ્યું છે. ગુણે વિનાના ધર્માત્માઓએ નવા જીવોને, ઉગતી પેઢીને ધર્મસાધનાથી દૂર રાખેલ છે. ગુણ વિનાના ધમ એનું જીવન ચણતર પાંગળું બન્યું છે, જેથી ધર્મનું તેજ ઝાંખું બનતું જાય છે.
ધર્મ એ મનની માની લેવાની ચીજ નથી પણ પાલન કરવાની ચીજ છે. ધર્મ પોતાના મનને વિરાટ ગુણેથી વિકસીત કરવા માટે છે. ધર્મથી જીવનને મૈત્રી, પ્રેમ, ઉદારતા અને આનંદના ભાવથી સુગંધિત બનાવવાનું છે. આગળ વધવું, ઉન્નતિ કરવી તેમજ નૈતિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં વિકાસ સાધતા રહેવું એ જીવનનું ચણતર છે. ' આવું આધ્યાત્મિક ચણતર કરવા માટે ધર્મસાધના કરતા ગુણસાધના કરી મનશુદ્ધિની રક્ષા કરવાની છે. જ્યાં ધર્મ હોય ત્યાં પ્રેમ, નમ્રતા, વાત્સલ્યતા અને કરૂણતા વહેતી હોય, ત્યાં શ્રેષ-અકડાઈ, વર અને કઠોરતા ન સંભવે. આપણું જીવન ચણતરના પાયાની પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન મન છે. મન પવિત્ર તે બધું પવિત્ર. મન મેલું તે બધુંય અપવિત્ર. ધનના ઢગલા કે દહના રૂપે ભલે મળ્યા. પણ મનની પવિત્રતા મળી કે નહીં? મનને સુવાસિત કે સુંદર બનાવ્યું કે નહિ ! જીવનમાં આટલો વિચાર કરવાને છે. ખરેખર ધૂળમાં મળી જનારા તનની, મકાનની અને ધનના ઢગલાની ચકી રાખીએ છીએ પણ જીવનના ચણતરની જવાબદારી નથી રાખતા. જે મનનું ધન સુરક્ષિત રહેશે તે જીવનનું ચણતર કરી આત્મન્નિતિ કરી શકાશે. એ જીવન ચણતર માટે ગુણ સહિત ધર્મસાધનાની આવશ્યક્તા છે.
ધર્મસાધના કરવાથી જીવ શિવ બની શકે છે. જેન જિન બની શકે છે. સંપૂર્ણ સુખ અને અનંત આનંદ પામી શકે છે. જ્ઞાનીઓની એજ ભાવના છે કે સર્વ જીવોને સંપૂર્ણ સુખ અને અનંત આનંદ મળે. આવી ભાવનાથી તેઓ જીવોને ઉપદેશ આપે છે કે ધર્મ કરે. ધર્મ કરવો જોઈએ. આ સાંભળીને કંઈક છે એમ કહે છે કે ધર્મ શા માટે કરે જોઈએ? ધર્મ કરવાથી કયું ફળ મળશે? આ પ્રશ્નના જવાબમાં જ્ઞાની કહે છે કે તમારે ધર્મનું ફળ જાણવું છે ને ? તે તમે જ કહો કે તમારે શું જોઈએ છે? ધન જોઈએ છે ? પાંચે ઈન્દ્રિયોના વિષયે જોઈએ છે? અરે ! તમારે દેવલેકના દિવ્ય સુખ જોઈએ છે? ધર્મથી દેવલોકના દેવ પણ બની શકાય છે. આ સુખ ન જોઈતા હોય ને મોક્ષના સુખ જોઈતા હોય તે ધર્મ મોક્ષનું સુખ પણ આપે છે, આપ યાદ રાખજો કે માત્ર ધર્મ
૨૯