________________
૪૪૬
શારદા રત્ન
જ્ઞાનથી જોયુ' ને હલનચલન શરૂ કર્યું.. પ્રભુએ જ્ઞાન દ્વારા જોયું કે મારું આયુષ્ય કેટલું છે ને માતાપિતાનું આયુષ્ય કેટલું છે ? ત્યાં એમણે એક સંકલ્પ કર્યા કે મારા જન્મ પહેલાં જો મારા માતાપિતાને મારા પર આટલા બધા રાગ છે તેા જન્મ પછી એ રાગની માત્રાનુ પૂછ્યું જ શું! માટે એમની હયાતિમાં હું સયમ ગ્રહણ નહિ કરું. આ રીતે બરાબર સવાનવ માસ પૂર્ણ થતાં ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રે સારા નક્ષત્ર અને શુભ યેાગે ચરમ તીર્થંકર આપણા શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામીના જન્મ થયા.
પ્રભુના જન્મથી ત્રણે લેાકમાં પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયા. નરકમાં રહેલા નારકાએ બે ઘડી શાંતિના અનુભવ કર્યા. ચાસઠ ઇન્દ્રો અને છપ્પન દિક્ કુમારીકાએ બધા ભગવાનના જન્મ મહેાત્સવ ઉજવવા માટે આવ્યા અને ભગવાનને મેરૂ પર્વત પર સ્નાન કરાવવા માટે લઇ ગયા. ખૂબ ધામધૂમપૂર્વક દેવાએ અને સિદ્ધાર્થ રાજાએ ભવ્ય રીતે ભગવાનના જન્મ મહાત્સવ ઉજવ્યા. અને પુત્ર ગર્ભમાં આવતા રાજ્યમાં ધનધાન્યની વૃદ્ધિ ૐ હતી તેથી તેમનું ગુણુનિષ્પન્ન ‘માનકુમાર” નામ આપ્યું. આપણા ભગવાન બાલપણુથી કેવા પરાક્રમી હતા. જન્મ પછી કેવું જીવન જીવ્યા અને કેવા મહાન કાર્યો કર્યો, એ વિષયમાં તા ઘણું કહેવાનું બાકી છે. તેનું વર્ણન કરવા ઘણા સમય જોઇએ.
આવા શાસનપતિ ભગવાને તેમના માતાપિતાના સ્વર્ગવાસ પછી ભાઈના કહેવાથી એ વર્ષાં સંસારમાં વધુ રહ્યા, તે પણ અલિપ્ત ભાવે. પછી પ્રવર્જ્યોના પ`થે વિરાટ સાધનાના સ્વામી બન્યા. માહરાજાની સરહદને દબાવી તેના ગુપ્તચરાની શેાધ ચલાવી. કષાય ડાકુઓને શેાધ્યા. મહાભિનિષ્ક્રમણની મહાસાધનાના પુરૂષાર્થ વડે તેને ખાખરા કર્યા. એકપણ કર્મ-પરમાણુ ઊંચું મસ્તક ન કરે તે માટે પ્રથમ સેનાપતિનું ગળું દાબ્યુ. સૌને રસ વિહુણા કર્યાં. નિઃસાર હતાશ બનાવ્યા અને આખરે અહિંસાના અણુભેાંખના એક ધડાકે માહરાજાએ પ્રભુની શરણાગતિ સ્વીકારી, પગમાં પડથો ને તે કર્મ-પરમાણુને વીરે છેલ્લી સહ વિદાય દીધી. મેહરાજા ઉભી પૂંછડીયે ભાગ્યા. તરત શેષ ત્રણ ઘાતીકર્મા પણ પલાયન થયા. ભગવંતે ચૈતન્ય સરહદમાં આવીને આત્માના અનંત સુખ રાજ્યને સર કરી કેવળજ્ઞાનની મુલાકાત લીધી. આત્માના અસંખ્ય પ્રદેશે ચૈતન્ય રાશની પ્રગટી ચૂકી. સ`પ્રદેશે અનંત જ્ઞાન નિધાન પ્રગટાના ઢંકારવ થયા. કેવળજ્ઞાન દીપ પ્રગટ્યો. કેવળજ્ઞાનની વધાઈ સર્વત્ર જયજયનાદથી ગાજી ઉઠી. ઇન્દ્રોએ પ્રભુના કેવળજ્ઞાન-મહેાત્સવ ઉજવ્યેા.
પ્રભુએ કેવળજ્ઞાન પામ્યા પછી તેમના મુખેથી વાણીના ધેાધ વહાવ્યા. દુઃખમુક્તિ અને નિર્વાણના ઉપાય છે અનેકાંતદૃષ્ટિ, અહિંસાવાદ અને અપરિગ્રહની ઉપાસના. આ ત્રિવેણી સ’ગમમાં સ્નાન કરનાર જન્મમરણુ રહિત બનીને નિર્વાણુ દ્વીપને જલાવી શકે છે. આપણે આ નિર્વાણુ પથના અમરયાત્રી ખનવું હાય તા વીર પ્રભુ જેવી સાધના સાધીએ.. ભગવાન મહાવીરે આપેલા અહિંસાના ઉપદેશ, સત્ય અને શાંતિના સદેશ અને મૈત્રીભાવનાના પરમમંત્ર અનેક આત્માઓના જીવનમાં આજે પણ પ્રકાશ પાથરી રહ્યો છે. સત્ય, પ્રેમ, કરૂણા, સમતા અને સંયમના આચરણ દ્વારા પ્રચંડ પુરૂષાર્થ કરી