________________
શારદા રત્ન
છે. એ ભગવાને ભગવાન બનતા પહેલાં પૂર્વભવમાં કેવી આરાધના કરીને તીર્થંકર પદની પ્રાપ્તિ કરી તે આપણે જાણવું જોઈએ. .કળી ખીલીને કમળ બને છે તેમ આત્માની પૂર્ણતા ખીલતા પરમાત્મભાવ પ્રગટ થાય છે. શ્રમણ ભગવાન મહા તીર સ્વામી પરમાત્મા અને પૂર્ણ બન્યા. આ પૂર્ણતાનું બીજ નયસારના ભવમાં વવાયું. આગળ જતા એ બીજ પર વિકાસની તેજી મંદીઓ આવતી ગઈ. નયસારના ભવથી સત્તાવીસમા ભવે એ બીજ વિકસીને વિરાટ વડલામાં પલટાઈ ગયું અને નયસાર શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બન્યા. આ અવસર્પિણીના આદ્ય ધર્મપિતા ભગવાન ઋષભદેવ સ્વામીથી પણ પહેલાના કાળ સાગરના કિનારે ઉભેલા નયસારના જીવનમાં આત્મવિકાસનું એક દ્વાર એવી અણધારી રીતે ખુલી ગયું કે એમના અંતરના ઓરડામાં સમ્યફ દર્શનને પ્રવેશ મળી ગયે, અને મોહિની ગ્રંથિ ભેદાઈ ગઈ. એ નયસાર કેણ હતું અને તેણે કેવી રીતે સમ્ય દર્શન પ્રાપ્ત કર્યું તે આપણે વિચારીએ. . ભગવાન મહાવીર સ્વામીના જીવે મહાવિદેહ ક્ષેત્રમાં સુથાર કેમમાં જન્મ લીધો હતે. તેમનું નામ ત્યાં નયસાર હતું. નયસાર શત્રુમન રાજાના રાજ્યને ગામમુખી હતું. તેમનામાં લાક્ત પારખવાની શક્તિ અજબ હતી. જેમ ઝવેરી રત્નને જોઈને તરત તેની કિંમત કરી શકે તેમ નયસાર લાકડા પારખવામાં ખૂબ હોંશિયાર હતો. એક વખત રાજાએ
નયસારને કહ્યું કે મારે એક ભવ્ય મહેલ બનાવે છે. તે માટે ઉંચા પ્રકારના મજબૂત - લાકડા લાવવા છે. એ જમાનામાં અત્યારની જેમ સેમેન્ટ અને કાંકરેટના બેકસીંગ
ભરીને મકાન બનતા ન હતા. મકાનમાં લાકડું વધારે વપરાતું. નયસાર બધા સુથારોના નેતા હતા. ગાડાએ આદિના વિશાળ કાફલા સાથે એ જંગલમાં લાકડા લેવા ગયા. રોગ્ય સ્થાન મળતાં તંબુઓ તણાયા અને સહુ પોતપોતાના કામે વળગ્યા. લાકડા ઘણું કાપવાના હતા એટલે બધાને જમવા માટે રસોઈની સામગ્રી લઈને ગયા હતા. બપોરે જમવાને સમય થયો એટલે નયસારે કહ્યું, હમણું કામ બંધ કરો. ધરતી ઘણી તપી ગઈ છે માટે કામ બંધ કરી બધા જમવા માટે ચાલો. તેના દિલમાં દયા, કરૂણ હતી. કંઈક જગ્યાએ આજે જોવા મળે છે કે શેઠ ૧૨ વાગે જમી લે. પછી થેલીવાર આરામ કરે પણ નેકરને જમવા માટે છૂટે ન કરે. આ નયસાર એવો ન હતો. ૧૨ વાગ્યા એટલે બધાને કામ બંધ કરી જમવા બોલાવ્યા. . "." આ વખતે નયસારના હૈયામાં રમતા પરાર્થભાવે એને એક જુદી ભાવનાથી ભાવિત બનાવ્યા. અનંત નિદ્રામાંથી જાગવા કંઈ વર્ષો નથી જોઈતા. જાગૃતિને એકાદ સાદ ઝીલાઈ જાય તે વળતી પળે, માણસ જાગી જઈને સન્માર્ગે ચાલતે થાય છે. નયસારના જીવનમાં એક પળ આવી ગઈ. ભૂખ કકડીને લાગી હતી. ભાણું ભરેલું પડ્યું હતું, ત્યારે આવા