________________
શારદા રત્ન થોડા દિવસો પછી જે જીનમાં આગ લાગી હતી. તે જીનના માલિક જેણે રમણની તનતોડ સેવા કરી હતી, તે નર્સને લઈને અહીં આવ્યા. જીનના શેઠ મીલમાં આગ લાગવાથી થોડા પાયમાલ થઈ ગયા હતા, પણ તેમનામાં માનવતાને દીવો બુઝાય ન હતા. તેમણે દવાખાનામાંથી અપંગ થયેલાઓની યાદી મેળવેલી એટલું જ નહિ પણ એમને થેડી ઘણી મદદ પોતાના તરફથી મળતી રહે તેવી ગોઠવણ કરેલી. એટલા માટે તે આજે આ નર્સ સાથે અહીં આવ્યા હતા. શેઠ ઝુંપડીમાં આવ્યા. શરૂઆતમાં તે રમણની આંખ ગઈ તે બદલ દુઃખ વ્યક્ત કર્યું, પછી કહ્યું હું તમને થોડી ઘણી પૈસાની મદદ મળતી રહે તે માટે રૂપિયા દશ હજાર લઈને આવ્યો છું. તમારે આંખે નથી એટલે કેટલી મુશ્કેલી પડે તે હું સમજું છું. શેઠ હજુ આગળ બેલવા જાય તે પહેલા પુત્રવધૂએ કહ્યું, શેઠ! એવું ન માનશો, એમને આંખે નથી પણ એમની આંખે સમાન તે હું છું. એટલે અમારે પૈસાની જરૂર નથી. અમારાથી વધારે દુઃખી હોય, અપંગ હોય, અને જેને કઈ ન હોય એવા દુઃખીઓ માટે એ રકમ વાપરો. આપ યાદ કરીને આવ્યા તે માટે આપનો ઉપકાર છે. શેઠ તે આ સાંભળીને મૌન થઈ ગયા. હવે આગળ કઈ બેલવાનું રહ્યું નથી. તેમનું મન ઊંડા વિચારસાગરમાં ઉતરી ગયું. શું ગરીબ ઝૂંપડીમાં પણ આવા આત્માઓ વસતા હશે! નર્સ પણ વિચારના વમળમાં અટવાઈ ગઈ કે આ બધામાં કેને શ્રેષ્ઠ ગણું? માતાને કે આ યુવાનને? કે હિંમતભરી પેલી પુત્રવધૂને ! આટલી ગરીબી છે, સામેથી જેવા આવે છે છતાં લેવાની ભાવના નહિ! કેટલી સંતોષવૃત્તિ ! બીજા છ પ્રત્યે અનુકંપા, 'કરૂણા, વિશાળતા તે ગુણે જીવનને મહાન બનાવે છે.
- આ દષ્ટાંત ઉપરથી આપણે એ સમજવું છે કે આજે કંઈકને સંપત્તિ મળી છે, છતાં દેવાની ભાવના થતી નથી અને આ ગરીબ કુટુંબમાં સામેથી લક્ષમી આપવા છતાં લેતા નથી. પર્વાધિરાજ એ આત્મજાગૃતિનું પર્વ છે. આસક્તિના ગુલાબના આકર્ષણથી દૂર થવા માટે સહુને એ પિકારી પોકારીને કહે છે. મૂચ્છને ત્યાગ કરો. આસક્તિની સુંવાળી શસ્યામાંથી બેઠા થાઓ. ભવભ્રમણના બંધનેને તેડીને મુક્તિને મલય સમીર માણવા આગળ આવો. પ્રમાદ દૂર કરે અને જીવનની પ્રત્યેક પળને જાગરણની તેજરેખા વચ્ચે ગૂંથી દે, તે પર્યુષણ પર્વની આરાધના સાર્થક થશે. આજે બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજી તથા બા.બ્ર. નવદીક્ષિતા વિશાબાઈ મહાસતીજીને સળગે ઉપવાસ છે. શાતા સારી છે. આગળ વધવાના ભાવ છે. આપ બધા તપમાં જોડાશે, સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૪૭ ભાદરવા સુદ ૨ ને સોમવાર “મહાવીર જયંતી” તા. ૩૧-૮-૮૧
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! પર્યુષણ પર્વની આરાધના એ જિંદગીને