________________
શારદા રત્ન
૪૩૫
અમૂલ્ય લહાવો છે. પર્યુષણ પર્વના પાંચમા દિવસનું સુવર્ણ પ્રભાત ઉગ્યું છે. પર્યુષણ પર્વ એટલે શિવવધૂના મહેલનું અનુપમ દર્શન કરાવનાર દેદિપ્યમાન વિમાન. પરઘર ભટકતા અજ્ઞાન આત્માને સત્ય, સચોટ અને સેહામણું શિક્ષણ આપનારી સમ્યક કોલેજ, જીવનમાં છવાયેલા ઘેર અંધકાર અને કષાયોની ગીચ ઝાડી વચ્ચે પણ મોક્ષમાર્ગની પગદંડી બતાવી એના ઉપર ચઢાવવાની તાકાત આ તેજસ્વી પર્વમાં છે. પર્યુષણ પર્વના આ આઠ દિવસે “આતમને કરે તાજા ને કર્મોને કરે સજા.” કર્મોને સજા કરે છે ને આતમને તાજે કરે એટલે કર્મોને કાટ ઉખાડીને તેજસ્વી બનાવે છે. આભની અટારીએ ટમટમતા તારાઓની સંખ્યાને કોઈ પાર નથી. એ ટમટમતા તારલા પણ પૃથ્વી ઉપર પ્રકાશ તે પાથરે છે, છતાં એમના નામઠામ જાણવાની કોઈને જિજ્ઞાસા હતી નથી, પણ એ આભની અટારીએ ઉગતે તેજસ્વી સૂર્ય છે તે આખું જગત એને જાણે છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીને કોઈ માનવ એ નહિ હોય કે જે એનું નામ જાણતું ન હોય, કારણ કે એના વિના જગતમાં સર્વત્ર અંધકાર ફેલાઈ જાય છે. હજાર કે લાખ પાવરના લેબ પણ સૂર્યના એક કિરણના પ્રકાશની આગળ સાવ ઝાંખા ને નિસ્તેજ બની જાય છે. જે માત્ર એક દિવસ સૂર્ય ન ઉગે તે દુનિયા કેવી અંધકારમય બની જાય તે કલ્પના કરવી પણ અશક્ય છે, તેથી સૂર્ય આકાશમાં પિતાનું એક છત્રી સામ્રાજ્ય જમાવી શક્યો છે. આ રીતે પર્યુષણ મહાપર્વ પણ પર્વોના હજારો ટમટમતી તારાઓ વચ્ચે એક હથ્થુ સામ્રાજ્ય અને સત્તા ભેગવનારું પ્રકાશમય પતું પર્વ છે. આ મહાપર્વ આપણા જીવનના અંધકાર ઉલેચવા પ્રતિવર્ષે આપણી પાસે આવે છે ને
જાય છે.
- આ પર્વ સંસારના સમરાંગણમાં શૂરવીર બની વિજયની વરમાળ વરવા માટે શંખનાદ ફૂકી રહ્યું છે. આ શંખનાદ સાંભળીને જાગૃત બને અને કર્મના રસિક મટીને કલ્યાણના રસિક બને. સૂર્ય તે ૩૬૦ દિવસ ઉગીને આથમે છે, છતાં એ અસ્ત થતાની સાથે એને પ્રકાશ પણ એની સાથે ચાલ્યો જાય છે. એક રાત પણ એના પ્રકાશની અસર પૃથ્વી પર દેખાતી નથી. ત્યારે આ મહાપર્વ ૩૬૦ દિવસમાં માત્ર એક વાર આવે છે છતાં એની પ્રેરણા ઝીલનારને એને પ્રકાશ ૩૬૦ દિવસ સુધી મળ્યા કરે છે. અહિંસા અને મૈત્રી એ આ પર્વની એક મહાનમાં મહાન ભેટ છે. “આત્મવત્ સર્વ ભૂતેષુ”નો મુદ્રાલેખ જીવનની દિવાલે કતરી બીજાના સુખે સુખી અને બીજાના દુખે દુઃખી થઈ એના દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરવાનું આ મહાપર્વનું એલાન છે.
આજે મહાવીર પ્રભુને જન્મ વાંચવાનો મંગલકારી દિન છે. આત્મ-સ્વભાવની સ્મૃતિ કરાવવા માટે જ્ઞાનીઓએ આપણા માટે આઠ દિવસને કાર્યક્રમ ઘડયો છે. આજના દિવસે પરમ તારક ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવ જેમનું પવિત્ર ચરિત્ર સાંગોપાંગ પર્યુષણ મહાપર્વમાં આપણે સાંભળીએ છીએ. આજે આપણે તેમને જન્મદિન વાંચવાને