________________
શારદા રત્ન
એને શું કહે ? આ બંગલા તારા નથી. આ બંગલા આત્માના બંધનને ઘટાડનારા નથી પણ વધારનારા છે. શરીર અને આત્માના સાચા વિવેક પેદા થઈ જાય તા આત્માને એમ જ લાગે કે આ બગલા જેલ છે. તક મળી જતાં બંગલા અને સાહ્યબીને લાત મારી ચાલી નીકળે. છ ખંડના સ્વામીએ શી રીતે ત્યાગી બની શકયા હશે ! એમને સાહ્યખી કેવી લાગી હશે ? ભલે તમે અત્યારે બંગલા ન છેડા પણ છેડવો પડે તેા જરાય મુંઝવણુ વિના છોડી શકો ખરા:? (શ્રેાતામાંથી અવાજ: હજુ મન માનતું નથી.) બગલા છાડવાનો આવે ત્યારે એમ થાય કે આવા મોટા બંગલાને છોડીને કેમ જવાય ? અમારા બંગલામાં તા ગરમીના દિવસેામાં ગરમી નહિ. ઠં'ડી વખતે ઠંડી નહિ, અને વરસાદ પણ નડે નહિ. મનમાં આવું થાય છે ને? શા માટે મેહ રાખેા છે ? બંગલા પણ શું કહેશે, એ તમને ખબર છે ? હું તારી સાથે નહિ આવું તેમ તને અહીંના અહીં રહેવા પણ નહિ દઉં.
૪૨૯
એક માણસ મરેલા બંગલામાં પડયો રહે તેા ખીજાએ એ બંગલામાં રહી શકે ખરા ? ખીજાને રહેવુ... હાય તા પહેલા મરેલાને કાઢવો પડે. જ્ઞાની કહે છે પહેલા પેાતાની જાતને ઓળખેા. ચેતેા. આખા સ’સાર એવા છે કે જે ન સમજે તેને પાગલ બનાવે છે ને સમજે, તેને વિદ્વાન બનાવે છે. જેટલા રસથી સ'સારના વ્યવહાર માટે ઉદ્યમ કરી છે. એટ્લા રસ આત્માના મોક્ષ માટે પેદા થઈ જાય તેા ખેડા પાર. લક્ષ્મી માટે આછા જોખમ ખેડા છે ? આછા કષ્ટો સહન કરી છે ? અરે, રસ્તામાં ગુંડાના ભય હોય તેવા સમયે પણ કહેા કે બજારમાં ગયા વિના ચાલતું નથી. શા માટે ? પેટમાં નાંખવા નથી માટે? માત્ર પેટની ચિંતા માટે બજારમાં જનાર કેટલાં? તમારે તે પેટ નથી ભરવું પણ પટારા ભરવા છે. લક્ષ્મીનું આકર્ષીણ તા જૂવા. ભયના સમયમાં પણ બજારમાં ખેંચી જાય છે. અનેક પાપ કરાવે છે. ઘરબાર છેડાવે છે. આવું આત્માના ઘરનુ' એટલે મેાક્ષનું આકર્ષણ પેદા થઈ જાય તા કઈ કમીના રહે ? ના.
પર્યુષણુ પં આપણને પાકાર કરીને એ જ કહે છે કે આ પર્વમાં ચાર ખાલની આરાધના કરે.. દાન, શીયળ, તપ અને ભાવ. આજે સંસારમાં કંઈક કુટુ ંબે એવા છે કે જેની પાસે કંઈ જ નથી, છતાં દેવાની ભાવના જોવા મળે છે. પ્રસંગ આવે પેાતાની ઘેાડીશી મૂડી પણ દઈ દેતાં અચકાતા નથી. અહી મને એક પ્રસંગ યાદ આવે છે,
એક વખત આગ લાગી, આગ લાગ્યાના સમાચાર સાંભળતા ઘરડા અમથી મા લાકડી લઈને જઈ રહ્યા હતા. તેમની આંખેામાં આંસુ હતા. રસ્તામાં એક યુવાન પૂછે છે માડી ! તમે કેમ રડા છે ને કયાં જઈ રહ્યા છે ? ભાઈ, જીનમાં ભયંકર આગ લાગી છે. આગ... આગની લેાકેા બૂમા પાડે છે. યુવાને માજીની મશ્કરી કરતા કહ્યું કે તમે આગ જોવા જતા લાગેા છે ? ભાઈ, આગમાં શું જોવાનું હોય ? તું મારી મશ્કરી ન કર. મારે આંધળાની આંખ સમાન એકના એક દીકરા છે. કેટલા કષ્ટ વેઠીને ઉછેરીને
મોટા કર્યા. ભણાવ્યા. એ દીકરા આ જીનમાં કામ કરે છે. જીનમાં સમાચાર સાંભળ્યા ત્યાં મને મારા દીકરા યાદ આવ્યા છે. મારા
આગ લાગી. એ ઢીકરાનુ શુ થયું