________________
૪૧૬
શારદા રત્ન ઘેર લઈ જવું હોય તે ઘેર લઈ જવાની છૂટ, પણ કણમાંથી હાથ વાંકે વાળવાને નહિ ને જમવાનું. યાદ રાખજે. આ વાત તમારા માટે છે. કેણીમાંથી હાથ વાંકે વળે નહિ તે જમે કેવી રીતે ? જે ઉતાવળીયા, ગરમ સ્વભાવના, આસુરી પ્રકૃતિવાળા દે હતા તે મનમાં બબડવા લાગ્યા કે શું એમને પાવર છે? એ શું સમજે છે એમના મનમાં! એમ વિચાર કરી રૂઆબ કરી ભરેલું ભાણું બ્રહ્માજીના માથા પર મારીને ઉઠી ગયા. જે ડાહ્યા, શાણું અને ધીરજવાળા હતા તે બધા બેસી રહ્યા. તેઓ કહેવા લાગ્યા કે બ્રહ્માજીએ જે શરત કરી છે તેમાં કોઈ રહસ્ય હશે. તેમણે એકબીજાએ પાટલા સામસામાં લઈ લીધા. એકબીજાના મેમા કેળિયા મૂકવા માંડયા. એટલે કેણીમાંથી હાથ વાંકે વળે નહિ ને બધાએ પેટભરી જમી લીધું. આ સુચવે છે કે પહેલા દો ને પછી ખાવ. આ તે એક રૂપક છે. આ વાત પરથી આપણે શું સમજવાનું છે ? પહેલા બીજાને આપ ને પછી તમે ખાવ. દેવાની ભાવના છે તે દેવ છે ને લેવાની ભાવના છે તે દાનવ છે. પુણ્યોદયે મળ્યું છે તે દેતા શીખે. જમતા પહેલા યાદ કરો કે મારા પરિવારમાં, કુટુંબમાં કેઈ દુખી નથી ને ? દુખીને યાદ કરી આંસુ લૂછતાં શીખે.
ધન શબ્દ ઉપર વિચાર કરીએ તે ધન ગુજરાતી શબ્દ છે. સંસ્કૃતમાં ધન માટે | ‘દ્રવ્ય શબ્દ પણ વપરાય છે. દ્રવ્ય એટલે વહેવાના સ્વભાવવાળું, જે સતત વહેતું રહે એ દ્રવ્ય. દ્રવ્ય શબ્દને અર્થ કહે છે કે ધન તે વહેતું રહેવું જોઈએ. કહેવત છે કે
ધન તે બહતા ભલા, બાંધ્યા ગંદા હૈય? ધન જે પડયું રહે તે ગંધાય. પરિગ્રહને પ્રવાહ પુણ્ય ક્ષેત્રોમાં વહેતો રહે તો એ સ્વયંની શુદ્ધિ જાળવવા સાથે અન્યને પણ શુદ્ધ બનાવી શકે. ધન જ બંધિયાર બની જાય તે એ લેભની બદબૂથી દૂષિત બની જાય. ધનની સરખામણી કચરા સાથે કરી શકાય. કચરાને ઢગ ખડકાય તે વાતાવરણ દુષિત બને અને રોગચાળો ફાટી નીકળે, પણ એ કચરાને જે ખાતર તરીકે ખેતરોમાં વેરી દેવામાં આવે તે મબલખ પાકના સર્જનમાં એ કચરો સહાયક થઈ શકે. એ રીતે ધનના ઢગલા જે ખડકાયે જાય તે એમાંથી મૂચ્છની મરકી ફાટી નીકળે, પણ જે ધર્મક્ષેત્રમાં એ ધન વેરી દેવામાં આવે તે પુણ્યનો પાક લચી ઉઠે.
જેના હૈયામાં અસીમ કરૂણા હોય છે તે પોતાના સુખ દુઃખને વિચાર નથી કરતા. પોતાના સુખને જતું કરીને પણ તે બીજાને દુખને દૂર કરવાનો પ્રયત્ન કરશે. આ રીતે કરવામાં તે પ્રસન્નતા અનુભવશે. મારું સુખ જતું રહ્યું. નાહકને સમય બગડ્યો. આવે અફસ તે નહિ કરે. કરૂણાવાન પુરૂષને પિતાના સુખને વિચાર નથી આવતે કે હું આ બધું દાનમાં દઈ દઈશ તે મારું શું થશે? તે બીજાના દુઃખને પહેલે વિચાર કરે છે, અને તેને દૂર કરવા માટે પિતાના સુખને જતું કરે છે. . સંસ્કૃત ભાષાના વિખ્યાત મુર્ધન્ય કવિ માઘ થઈ ગયા. તે ખૂબ વિદ્વાન અને
પંડિત હતા. તેમણે પોતાની વિદ્વતાથી સેંકડો વાર રાજાને રીઝવ્યા હતા. રાજા પ્રસન્ન થઈને તેમને ઘણું ધન આપતા. એ રીતે માઘ કવિએ ઘણો પસે ભેગો કર્યો હતો, પણ