________________
શારદા રત્ન
વગેરેની ભેટ આપી. માઘકવિ વિચારે છે કે આટલું બધું શું કરવું છે? તમને મળે તે તૃષ્ણા પૂરી થતી નથી. ને કવિને મળે છે તે એ વિચારે છે કે આટલું બધું શું કરવું છે? માઘકવિ રાજસભામાંથી અલંકારો, હાથી, ઘોડા, સોનામહોરો બધું લઈને બહાર નીકળ્યા. રાજદ્વારની બહાર જોયું તે કેટલાય યાચકે બેઠેલા હતા. માઘકવિને બધું લઈને નીકળતા જોયા એટલે હાથ જોડીને ઉભા ઉભા ઝેળી ધરીને બોલી રહ્યા હતા. અમને આપો. અમને આપો. ભિક્ષુકેની દરિદ્રતા જોઈને મહાકવિ માઘનું હૈયું કરૂણાથી છલકાઈ ગયું, અને જેને જેને જેની જરૂર હતી તે આપવા માંડયું. કેઈને હાથી, કેઈ ને ઘોડા, કેઈને સોનામહોર, કેઈને હીરા, કેઈને અલંકારો તે કેઈને ધાન્ય આપતા રહ્યા. આપતા આપતા ઘર તરફ ચાલતા રહ્યા. ઘેર પહોંચતા બધું ખલાસ થઈ ગયું. ઘેર પહોંચ્યા ત્યારે તેમની પાસે એક ટંકના કાળ ચાખા સિવાય બીજું કંઈ રહ્યું ન હતું. યાચકોને કરૂણાભાવથી તેમણે બધું આપી દીધું. કેટલી ઉદારતા! કેટલી વિશાળ ભાવના ! પિતાને ખાવા માટે પછી છે નહિ, છતાં વિચાર ન કર્યો કે હું બધું આપી દઉં છું, તે મારું શું થશે ? એ તો એવો વિચાર કરે છે કે મારી પાસે હતું તે લેવા આવ્યા ન હતા તે કયાં લેવા આવવાના હતા ! ગરીબીમાં પણ દેવાની કેટલી સુંદર ભાવના !
કવિને આંતર વૈભવ: મહાકવિ ઘેરથી નીકળ્યા ત્યારે ગરીબ હતા. રાજસભામાંથી કહાર નીકળ્યા ત્યારે ધનાઢ્ય હતા, અને પાછા ઘેર પહોંચ્યા ત્યારે દરિદ્રના દરિદ્ર જ રહ્યા. રાજાએ આપેલું બધું ગરીબોને આપી દીધું. કંઈ બચ્યું નહિ. ખાલીખમ થઈ ગયા. પરંતુ ભીતરથી તે ખૂબ ભરાઈ ગયા! તેમને આંતરવૈભવ સમૃદ્ધ ને સભર બની ગયે. તેમના અંતરમાં આનંદની કઈ સીમા ન હતી. ચહેરા પર પ્રસન્નતાની પરિમલ પ્રસરી રહી હતી. આ માં કરૂણાને સાગર ઘૂઘવતે હતે. સુખ, સંતોષ, ધૈર્યતા, કરૂણ અને અંતરને આનંદ, આ આંતર વૈભવમાં લીન હતા. - ઘરના ઉંબરે કવિની ધર્મપત્ની મહાકવિની રાહ જોઈને ઉભી હતી. તેના મનમાં હતું કે કવિ રાજસભામાં ગયા છે માટે અઢળક ધનદોલત લઈને આવશે. અમારી ગરીબાઈ દૂર થઈ જશે ને હવે અમે સુખી થઈશું, પણ તેની આશા નિષ્ફળ નીવડી. કવિને તે ખાલી આવતા જોયા. હાથમાં કપડાની નાની પોટલી લઈને આવતા હતા. તેણે સામે જઈને પોટલી લઈ લીધી. પછી પૂછયું, શું લાવ્યા? મને એમ હતું કે રાજા આપને ઘણું આપશે. ને આપણું દારિદ્ર ટળી જશે. કવિએ પ્રસન્નતાથી હસતે મુખડે કહ્યું, દેવી ! રાજાએ તે ઘણું આપ્યું હતું. શી વાત કરું ? આજ તો જીવન ધન્ય બની ગયું. હું બધું લઈને બહાર નીકળ્યા તે નિરાધાર, ગરીબ માણસો કહે-અમને કંઈ આપો, એટલે બધાંને ડું થોડું દેતે દેતો આવ્યું. મારી પાસે હતું તે બધા લેવા આવ્યા. બધાને દેતા દેતા મને ખૂબ આનંદ થયો. એ આનંદનું હું કયા શબ્દોમાં વર્ણન કર્યું? રાજાએ તે મને ઘણું આપ્યું, પણ બધાને દેતા દેતા ધન, અલંકાર, અનાજ બધું