________________
૪૨૧
શારદા રત્ન
સિનેમાને ત્યાગ–સિનેમા જેવાથી આંખ બગડે છે. પૈસાને વ્યય થાય છે. અનાદિકાળના વિષયના સંસ્કારો ખૂબ સતેજ બને છે. બુદ્ધિમાં વિકાર પેદા થાય છે, વિકાર જાગવાથી શરીર તથા આત્માને વીર્યની હાનિ થાય છે.
અળગણ પાણુને ત્યાગ -અળગણ પાણીના ટીપામાં ઘણા ત્રસ જીવો હોય છે. એક પાણીના ટીપામાં અસંખ્ય જીવ જ્ઞાની ભગવંતે કહ્યા છે. તે ટીપા પાણીમાં ત્રસકાયના જેવો જુદા. વર્તમાન વૈજ્ઞાનિકે એક સેયના અગ્રભાગ ઉપર થેફસેસ નામના હાલતા ચાલતા જીવો સૂફમદર્શક યંત્રથી બતાવી શકે છે, એટલે તે જ્ઞાની ભગવંતે ગળેલું પાણી પણ ઘીની જેમ ન છૂટકે ઉપયોગ કરવાની જરૂર પડે તે પાપ માની તેમાં જયણ સાચવવાનું જણાવ્યું. અળગણ પાછું વાપરવામાં ખૂબ હિંસા થાય છે. જયણાને ભાવ જીવતો રાખવા વારંવાર પાણી ગળવું અને સંખારાની જયણું સાચવવી. કાચા પાણીમાં સમયે સમયે અસંખ્યાત છે જન્મે છે ને મરે છે, માટે બને તે ઉકાળેલું પાણી વાપરવું.
કંદમૂળને ત્યાગ -કંદમૂળમાં અનંતાનંત જીવો રહેલા છે. તે કંદમૂળની અંદર બટેટા, આદુ, સકરિયા, ગાજર વગેરે વિના જીવન જીવી શકાય છે. માટે કંદમૂળને ત્યાગ કરે. અનંતકાયના ભક્ષણમાં અનંત જનો નાશ તથા નુકશાનીમાં આત્મા કઠોર, તામસી અને ભ્રષ્ટ વિચારવાળો બને છે. - દરરોજ સામાયિક કરવી ઃ સમભાવમાં સ્થિર કરે એનું નામ સામાયિકઆપ રોજ સામાયિક કરી શક્તા ન હો તે આ પર્વના દિવસોમાં તે રોજ સામાયિક કરવી. પ્રતિક્રમણ કરવું. સામાયિકથી મને મારા આત્માની બે ઘડીની મુલાકાત થશે તથા મૂળ ગુણ સમતાભાવ શીખવા મળશે ને ચારિત્રની પ્રેકટીસ થશે. આ ઉપરાંત આઠ દિવસ લીલેતરીને ત્યાગ કરવો અને હંમેશા દશ તિથિએ લીલેતરી ન ખાવી, કારણ કે પર્વતિથિના દિવસે મોટાભાગે પરભવના આયુષ્યને બંધ પડે છે.
માઘ કવિના જીવનમાં બધા વ્યસનો ત્યાગ છે. એ સાથે કરૂણા અને દાનની ભાવના અજોડ છે. એકવાર તે પિતાના ભાણાની ખીચડી ગરીબ માણસને આપી દીધી અને તેમની પત્નીએ કહ્યું, મારી ભૂખ શાંત થઈ ગઈ છે, માટે મારી થાળીની ખીચડી આપ જમી લે. પતિના વર્તનને કેઈ કકળાટ નહિ, કઈ બડબડ નહિ, કઈ મેણુટેનું નહિ. વિચારો. કવિ પત્નીએ પિતાને સ્વભાવ કે ઘડ્યો હશે ! કેવી ઉચ્ચ વિચારધારા અને ઉમદા ભાવના હતી તે સન્નારીની ! મહાન પુણ્યને ઉદય હોય ત્યારે આવી ધર્મપત્ની મળે છે. મહાકવિ જ્યાં ફરી વાર જમવા બેઠા, હજુ થાળીમાંથી કોળિયો ભરવા જતા હતાં ત્યાં બારણું પર ફરીવાર અવાજ સંભળાયો. કવિએ જોયું તે એક ભિખારી કરગરે છે. અમને થોડું આપ ને ! માઘકવિ તરત થાળી લઈને ઉભા થયા અને ભિખારીને . બધી ખીચડી પ્રેમથી આપી દીધી. ભિખારી આશીર્વાદ દઈને ચાલ્યો ગયે.