________________
-४२०
શારદા રત્ન
પામતે જાય છે. લેભની હયાતિમાં સર્વ દુર્ગણ આવી ખડા થાય છે. અને લોભને નાશ થવાની સાથે સર્વ દુર્ગણે પલાયન થઈ જાય છે. , માઘકવિના જીવનમાં સંતોષ હતે. અરે, પોતાના માટે રાખવા જેટલું પણ લાભ ન હતું. તેઓ જમવા બેઠા ત્યાં એક ગરીબ માણસ લેવા આવ્યો. કવિની કેટલી ઉદાર દાનવૃત્તિ! કેવી અજોડ ભાવના! આજે તે માનવી દે થોડું અને ગાજે ઘણું, પણ આ કવિએ તે કેટલું દીધું છતાં અભિમાન નહિ. માન-પ્રશંસાની કામના નહિ. પોતે ત્રણ દિવસના ભૂખ્યા છતાં પત્નીને કહે છે દેવી ! મારી થાળી લઈ આવ, અને ગરીબને પ્રેમથી આપી દો. કવિ પત્ની કંઈ પણ બોલ્યા વિના ઉભી થઈ અને ગરીબ માણસને ખીચડી આપી દીધી. ગરીબ માણસ આશીર્વાદ આપીને ગયે. કવિપત્નીએ કહ્યું નાથ ! આજે હું એટલી બધી ખુશ થઈ છું કે મારી તે ભૂખ જ શાંત થઈ ગઈ છે. આ મારી થાળીની ખીચડી આપ જ જમી લે. પિતે ભૂખ્યા રહીને પણ બીજાને આપવાની કેટલી ભવ્ય ભાવના લેનાર માણસ કેવા અંતરના આશીર્વાદ આપે ! તમારે તે લૂખા આશીર્વાદ લેવા છે. દેવું નથી ને આશીર્વાદ લેવા છે, તો કયાંથી મળે? જેવી ભાવના હોય તેવું ફળ મળે. હું તે આ તપસ્વીઓને પણું કહું છું કે તમે આટલી ઉગ્ર સાધના કરો છો. ૪૫-૪૨-૩૦ ઉપવાસ કરો છો તેમાં આપની ભાવના એકાંત કર્મક્ષયની રાખજે. માન પ્રશંસા કે કીર્તિની ભાવના ન રાખશો. અગર હું તપ કર્યું તે પરલોકમાં મને સુખ મળે એવી કઈ જાતની આકાંક્ષા નહિ રાખતા શુદ્ધ ભાવે કર્મનિર્જરાના હેતુથી તપ કરજો. તપની શક્તિ મહાન છે. તપ રોગને દુશ્મન છે. તપથી કમેં બળે છે. અપાર કર્મનિર્જરા થાય છે. તપ એ આત્માની બ્રેક છે. તપથી આત્મ–તેજ પ્રગટે છે. તપ રૂપી તિજોરીમાં આત્મ રન સચવાય છે. કામવાસનાઓ અને વિકારને વિનાશ તપથી થાય છે. તપ શબ્દને ફેરવી નાંખીએ તે પત થાય. પત એટલે પડવું, પતન. જે જીવનમાં તપ કરતા નથી તેનું પતન થાય છે. તપથી ઘરમાં વિદને આવવાના હોય તે પણ અટકી જાય છે. દ્વીપાયન ઋષિ દ્વારકા નગરીને બાળવા માટે બે પાંચ વર્ષ નહિ પણ બારબાર વર્ષ ઝઝુમી રહ્યા, પણ જ્યાં સુધી દ્વારકા નગરીમાં એક પણ પચ્ચખાણ રહ્યું ત્યાં સુધી તેને બાળી શક્યા નહિ. માટે તપ મહાન છે.
બંધુઓ ! આ મંગલકારી દિવસમાં આપ તપ ન કરી શકે તે આટલા નિયમ તે લે. આઠ દિવસ મારે હૈટલના ખાણું ખાવા નહિ. હોટલમાં ખાવાથી અભય પદાર્થનું ખાનપાન થઈ જાય છે. મોટા ભાગે હોટલના લેટ ઘણું દિવસના અને ખારા હોય છે. તેમાં ઈયળ, ધનેડા આદિ જીવજંતુઓનો ઉપદ્રવ થઈ જાય છે. ત્યાં પાણુ અળગણ હોય, વસ્તુઓ બનાવતા જતના રાખે નહિ તેથી અનેક જીવોની ઘાત થઈ જાય છે, તથા બટાટા, ડુંગળી જેવી વસ્તુમાં અનંત કાય જીવોની હિંસા થાય છે. કેટલાકને ઘર કરતા હોટલનું ખાણું મીઠું લાગે છે, તેથી તેના પ્રત્યે રાગ બંધાય છે. હોટલનું ખાવાથી અનેક પ્રકારના રોગનો ભોગ બનવું પડે છે. તેમજ અન્ય કામના માણસના એંઠા-જુઠાના સંપર્કથી લોહીનું પરિવર્તન અને સ્વભાવમાં તામસપણું આવે છે.