________________
શારદા રત્ન
તેને સંઘરી રાખ્યો ન હતો. તે સમજતા હતા કે આ લક્ષમી મારી નથી અને હું લક્ષ્મીને નથી. આમ કરતાં કરતાં બધું ધન ગરીબોને દાનમાં દઈ દીધું. છેવટે એવી સ્થિતિ આવી કે તે સાવ ગરીબ થઈ ગયા. ગરીબીમાં પણ અમીરી છેડી ન હતી. સાચે ગરીબ કોણ? સાચો અમીર કોણ? જેને ધન મળ્યું છે પણ તૃષ્ણને પાર નથી, તે ધનવાન હોવા છતાં ગરીબ છે. જે થોડું કમાય છે ને ખાય છે પણ ઉદારભાવે બીજાને આપે છે તે સાચે અમીર છે. માઘ કવિ ખૂબ દુઃખી થઈ ગયા. પાસે હતું તે બધું દઈ દીધું. ગરીબીએ મહા કવિની આકરી કસેટી કરી. માઘકવિ આદર્શવાદી હતા. તે
ક્યારે ય રાજાઓની ખુશામત કરતા નહિ. આથી તે વગર કામે રાજસભામાં જતા નહિ. તેમની પત્ની ગરીબીથી ચિંતાતુર રહેતી હતી.
પત્નીના કહેવાથી માઘકવિ ભેજરાજાની સભામાં :–એક દિવસ પત્ની કહે છે નાથ ! આપણી સ્થિતિ સાવ ગરીબ થઈ ગઈ છે. હવે આપણાથી કામ બનતું નથી. આપ ભોજરાજાની સભામાં જાવ. એ આપણને ન્યાલ કરી દેશે. કવિ કહે મને રાજા પાસે જતા શરમ આવે છે. નાથ ! આપ શરમ ન રાખે. પત્નીના કહેવાથી માઘકવિ ભેજરાજાની રાજસભામાં ગયા. રાજકવિને આવતા જોઈને રાજાને ખૂબ આનંદી થયે. પહેલાના રાજાઓ માણસની કિંમત કરતા હતા. રાજા કહે, સભાના કેહીનૂર ર સમાન કવિરાજ પધારે. માઘકવિને આવતા જોયા કે રાજા સિંહાસનેથી ઉભા થઈ ગયા ને કહ્યું, પધારો કવિજી પધારો! રાજાએ મહાકવિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મહારાજા સિંહાસનેથી ઉભા થયા એટલે સભાજનોને પણ આશ્ચર્ય થયું કે કોણ મેટા પુરૂષ પધાર્યા છે કે રાજા ઉભા થયા ને તેમને સત્કાર કરે છે. માઘકવિ રાજાને નમન કરી બેઠા. રાજાએ કહ્યું કવિરાજ ! આપે અહીં પધારીને મારી સભા પાવન કરી છે, તે આ૫ મીઠા બે શબ્દો બોલો. માઘકવિએ પોતાની એક કાવ્યકૃતિ મધુર સ્વરમાં લલકારી. તેમની કાવ્ય પ્રતિભાથી રાજા પ્રસન્ન થયા. રાજા પ્રસન્ન થાય પછી શું બાકી રહે ? કહેવાય છે કે રાજા રીઝે તે એક બે ગામ દઈ દે, ગામને માલિક રીઝે તે વીઘા બે વિવા જમીન આપી દે. ખેડૂત રીઝે તો પાલી બે પાલી અનાજ આપી દે, પણ વાણીયાભાઈ રીઝે તે? તાલી દે તાલી. (હસાહસ)
જો કે વાણીયા માટે કહેવત પડી ગઈ છે. બાકી વાણીયાઓએ દુષ્કાળના સમયમાં અઢળક ધન વાપરીને તેમના નામ ઉજજવળ કર્યા છે. દાન દેતા પાછું વાળીને જોયું નથી. આ પનોતા પર્વને એ દિવ્ય સંદેશ છે કે આ મંગલ દિવસમાં ધન પ્રત્યેની મમતા ઘટાડી દાનને પ્રવાહ વહાવો. તમે વધુ દઈ ન શકે તે તમારા પાન બીડી તથા સિનેમા આદિના જે ખર્ચ હોય તે ઘટાડી માનવરાહતમાં, દુઃખીઓના આંસુ લૂછવામાં વાપરો. તે તે ધન ઉગી નીકળશે.
બે હાથે દાન દેતા માઘકવિ –માઘકવિની કાવ્ય પ્રતિભાથી ખુશ થઈને રાજાએ મહાકવિને હાથી, ઘોડા, સેનામહોરો, અલંકારો, હીરા, માણેક, મેતી તથા ધાન્ય
કા