________________
શારદા રત્ન
૪૮૭ છે, તે તે શું છેડવા માંગે છે? અરે, જોઈ એ તે વધુ આપુ. દેવકનું સુખ આપું. છોડી દે આ સામાયિક, ફેંકી દે ગુરછો, મુહપત્તિ દરિયામાં ને કહી દે જૈન ધર્મ છે. દેવે શેઠને લલચાવવા ખૂબ પ્રયત્ન કર્યા પણ અહંન્નક શ્રાવક જરા પણ ડગ્યા નહિ. દેવે જાણ્યું હશે કે આ વહેપારી છે. ધનની લાલચથી તે ડગી જશે, પણ ડગે તે શ્રાવક શાના ! અહ-નક શ્રાવક લાલચ આગળ ઝૂકતા નથી. દેવે લલચાવવાનું છોડી દીધું ને ડરાવવાનું શરૂ કર્યું.
દેવે આપેલી ધમકી” ––દેવે કહ્યું, તું મારી વાત માને છે કે નહિ! જે માનીશ તો ન્યાલ કરી દઈશ અને નહિ માને તે બરબાદ કરી દઈશ. અહંન્નક જરા પણું ડર્યા નહિ. તેમણે દઢતાથી કહી દીધું-તારી વાત હું નહિ માની શકું. દેવ-ગુરૂધર્મને નહિ છોડું. આ સાંભળી દેવ તે વિફર્યો–આ તારી જીદ છે ! તને ખબર છે તેનું પરિણામ શું આવશે? તારું વહાણ તૂટી જશે, ડૂબી જશે, તું ડૂબી જઈશ, તારું કુટુંબ ડૂબી જશે. કેઈ કિનારે પહોંચી શકશો નહિ. તું ખતમ, તારું કુટુંબ ખતમ! અહનકે કહ્યું. અસાર માટે સાર ત્યાગ હું નહિ કરી શકું. જે થવું હોય તે થાય. દેવે રૂઆબથી કહ્યું-તું કોની સામે જીદ કરે છે તે ખબર છે? અહનકે સ્પષ્ટ વાત કહી દીધી. તું મારું કાંઈ બગાડી શકતા નથી. હું મનુષ્ય લોકો છું, તું દેવકને છે. જે મારા પુણ્યને ઉદય હશે તે તું મારે વાળ પણ વાંકે કરી શકશે નહિ, અને જે મારા પાપને ઉપાય હશે તે તું મને સુખી કરવા શક્તિમાન નથી. અહંન્નકની આ સિંહ ગર્જના છે! સમ્યફદષ્ટિ આત્માની વાણી સિંહ ગર્જના હોય. તે ચં ચં ચીં ચીં કરનાર ચકલા જેવા ન હોય. સમજ્યા ! અનકના સ્થાને તમે હો તે શું કરે? બેલે તે ખરા! (મૌન) દેવ કહે, છોડી દે દેવ ગુરૂને અને પકડી લે મારા પગને ! ન્યાલ કરી દઉં. પુત્ર આપું, ધન, બંગલો આપું, આવું કહેનાર કે ઈ દેવ પ્રસન્ન થાય તે તમે તેની શરત પાળો કે નહિ! તે કહે. ઉપાશ્રયે નહિ જવાનું, ગુરૂ પાસે નહિ જવાનું, સામાયિક નહિ કરવાની અને ધર્મ તદ્દન બંધ. બેલે, આ સમયે શું કરે? ધન માટે બધું ત્યાગે કે રાખે? આપ નહિ બોલો. સંસારના સુખ માટે વીતરાગ પરમાત્મા, નિર્ગથ સંતે અને કેવળી ભગવંતને ધર્મ છોડવો પડે તે છોડી દે ને ?
ક્યાં છે સમ્ય દર્શન ! સંસારના સુખ માટે દેવ-ગુરૂ-ધર્મને છોડી મિથ્યાષ્ટિ દેવે પાસે ભટકનારા આ દુનિયામાં ક્યાં ઓછા છે? એવા કેઈ બાવા જેગી મળી જાય ને કહે, તું શું નવકારમંત્રની માળા ફેરવે છે? આ માળા છોડીને તું ભેરૂજીની માળા ફેરવ, તને દીકરે મળશે. ભાગ્યમાં દીકરો હોય અને દીકરો મળી જાય તે જિંદગીભર કોની માળા ફેરવો? હૃદયમાં શું ભર્યું છે? સંસારના સુખની કામના છે. અરે, એ સુખ માટે દેવની સામે એક પગે ઉભા રહી માળા ફેરવે. ત્યાં થાક પણ ન લાગે. સમ્યફી જીવ આવું ન કરે હોં ! પૌદ્ગલિક સુખોની કામનાથી એ મિથ્યાને ન ભજે. પુણ્ય પાપના સિદ્ધાંત પર શ્રદ્ધા રાખનાર આત્માનું તેજ કેવું હોય !