________________
૪૧૦
શારદા રત્ન સરવાળો કરે, બાદબાકી કરે, ગુણાકાર કે ભાગાકાર કરો પણ મીંડું જ રહે. તેની આગળ એકડે મૂકવામાં આવે તે એકેક મીંડાની કિંમત દશ ગણું અંકાય. વીતરાગ ભગવંતે બતાવેલી એકેક નાની કે મોટી કઈ પણ ક્રિયાની કે તપશ્ચર્યાની કિંમત મહામૂલી છે, પણ તે આત્માની ઓળખ વિનાની હોય તે એકડા વિનાના મીંડા બરાબર છે. તેનું જે ફળ મોક્ષપદ મળવું જોઈએ તે મળતું નથી, બલકે અંધ અનુકરણ રૂપ બની જાય છે. એ આત્માની ઓળખ કરવા આપણે આંગણે આવી રહેલા પર્યુષણ મહાપર્વને જાગ્યા ત્યારથી સવાર સમજી એકડો કરવા રૂપ બનાવીએ. અંધ અનુકરણથી ધર્મ કરનારના જીવન જુઓ. નથી તેમનામાં કઈ ધર્મ ચેતનાને અવિર્ભાવ કે નથી કઈ ઉર્ધ્વમુખી જીવન પરિવર્તન.
આંધળું અનુકરણ” –એક ગામમાં એક સંત મુનિરાજ પધાર્યા. ગામમાં થોડા જૈનના ઘરો હતા. સંતના પુનિત પગલા થવાથી બધા લોકોને ખૂબ આનંદ થયો. બધાએ ઉપાશ્રયે જઈ મુનિને ભાવપૂર્વક વંદન કર્યા. ગૌચરી માટે પિતાને ઘેર લઈ ગયા. ખૂબ હર્ષ પૂર્વક સંતને ગૌચરીપાણી વહોરાવ્યા. સંતે બધાને કહ્યું, આપ બધા સાંજે પ્રતિક્રમણ કરવા ઉપાશ્રયે આવજો. શ્રાવકે કહે ભલે, ગુરૂદેવ ! અમે આવીશું જરૂર પણ અમને પ્રતિક્રમણ કરતા નથી આવડતું. સંતે કહ્યું ચિંતા ન કરે. હું જેમ કરું તેમ તમે કરજે. બધા શ્રાવકોએ તેમની વાતને સ્વીકાર કર્યો. બધા સાંજે ઉપાશ્રયે ગયા. પ્રતિક્રમણને રાઈમ થયા એટલે સંતોએ પ્રતિક્રમણ શરૂ કર્યું. મુનિ જે પ્રમાણે ધર્મક્રિયા કરતા તેમ કે તેમને જોઈને ભક્તો પણ કરતા. તેઓ માત્ર કિયા કરતા હતા, સમજતા કંઈ જ નહિ. * હવે બન્યું એવું કે મુનિને પ્રતિક્રમણ કરતા કરતા ફીટ આવી. તેમને ફીટનું દર્દ હતું. અવારનવાર ફીટ આવી જતી. પ્રતિક્રમણ કરતા કરતા ફીટ આવી એટલે તેઓ લાંબા થઈને પડી ગયા. હાથપગ પછાડવા લાગ્યા. મેંમાં ફીણ આવી ગયું. પ્રતિક્રમણ ચાલુ હતું. સંતે શ્રાવકોને કહ્યું હતું કે હું કરું તેમ કરજે. મુનિને તે ફીટ આવી તેથી સૂઈ ગયા એટલે ભક્તો પણ લાંબા થઈને સૂઈ ગયા. હાથપગ પછાડવા લાગ્યા. મેંમાં ફીણ લાવવા પ્રયત્નો કર્યા પણ મેંમાંથી ફીણ ન નીકળ્યું. થોડી વાર પછી મુનિને સારું થયું. પ્રતિક્રમણ પૂરું થયું, પછી ભક્તોને પૂછ્યું. કેમ બરાબર પ્રતિક્રમણ કર્યું ને! હું જેમ કરતે હતે તેમ બધું કર્યું ને? એક ભક્ત કહ્યું, ગુરૂદેવ ! કિયા તે બધી કરી પણ એક ક્રિયા અધૂરી રહી ગઈ. ગુરૂદેવ આપના મેમાથી તો ફીણ નીકળ્યું હતું. અમે ઘણા પ્રયત્ન કર્યા પણ અમારા મોંમાંથી ફીણ ન નીકળ્યું. હા, અમે તમારી જેમ લાંબા થઈને સૂઈ ગયા હતા, હાથ પગ પછાડ્યા હતા, તમારી જેમ બધું કર્યું હતું પણ મેંમાંથી ફીણ ન નીકળ્યું. બસ, સાહેબ ! આટલી કિયા અધૂરી રહી ગઈ. દેખાદેખીથી ધર્મ ક્રિયા કરનારા જીએ તે ધર્મનું રૂપ કુરૂપ કરી નાંખ્યું છે, ભલે, એ ભક્તોએ સંતના કહેવાથી પ્રતિક્રમણની ધર્મક્રિયા કરી પણ એ લોક પ્રતિકમણના અર્થને જાણતા ન હતા, તેથી સંતને જોઈને અનુકરણ કર્યું. જો તેમનામાં સમજણ હોત તો એવો વિચાર કરત કે પ્રતિક્રમણમાં