________________
૪૧૨
શારદા રત્ન જાણે એ જીવન ધનને જુગાર ખેલે છે. ક્ષણિક સુખમાં દીર્ધકાળના જંગી દુખોને નોતરે છે. અહીં પણ અપયશ અને પરલેકમાં દુર્ગતિના દુઃખમાં ફસાય છે.
મયણરેહાની શોધમાં-ચંદ્રયશ બંને ભાઈઓની અંતિમ ક્રિયા પતાવીને રાજમહેલમાં આવ્યો. પિતા વિના રાજમહેલ સૂનસૂને દેખાવા લાગે. ચંદ્રયશ ખૂબ રડે. મંત્રીઓ અને બધાએ તેને ખૂબ આશ્વાસન આપ્યું. પછી એ કંઈક સ્વસ્થ થયો ને એને કંઈક યાદ આવ્યું. રડતા રડતા પૂછ્યું. મારી માતા કયાં છે? એમ વિચારી માતાના મહેલે ગયે, પણ ત્યાં માતાને ન જઈ તપાસ કરવા છતાં પણ જ્યારે મયણરેહાને પત્તે ન પડ્યો ત્યારે તેને ઘણું દુઃખ થયું. ઓહ! મયણરેહા ક્યાં અદશ્ય થઈ ગઈ? યુવરાજ્ઞી ગુપ્ત બની ગયા કે શું? આખા રાજભવનમાં શોકની છાયા ઘેરાઈ ગઈ,
જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે આ વાત ચર્ચાવા લાગી. ખુદ મંત્રી સહિત માણસો મયણરેહાની શોધમાં નીકળી ગયા. વને વન ફેંદી વળ્યા, વનના પાંદડે પાંદડાને પૂછી જોયું કે હે વન દેવ ! હે વનના પાંદડાઓ ! આપ કહો તે ખરા કે મયણરેહા આ રસ્તે ગઈ છે? ઘણું ફર્યા પણ મયણરેહાને પત્તે ન મળે તે ન જ મળે. સુદર્શન અને એની સીમાને કેઈ ધરતી કણ એવો ન રહ્યો કે જ્યાં સૈનિકોને પગ પડ્યો ન હોય. દિવસના દિવસ સુધી એ શેધ ચાલું રહી પણ સુદર્શનની સન્નારી, ચન્દ્રયશની માતા, શીલ અને સૌંદર્યના જંગમ તીર્થ સમી મયણરેહા ન જડી તે ન જ જડી. કયાંથી જડે પણ એ ?
એ તે યુગબાહુના ખૂનની એ ગોઝારી રાત્રે ચાલી નીકળી હતી. કેઈને એણે જાણ ' કરી હતી કે ન કેઈને એણે સંદેશો પાઠવ્યું હતું.
શરીરની થોડી પણ તમન્ના, પરવા કે ચિંતા કર્યા વિના શીલની રક્ષા કાજે એ મહાસતી વનની વાટે જતી રહી હતી, પછી સુદર્શનમાં એની ભાળ કયાંથી મળે? રોજ રેજ જુદી જુદી દિશાએથી સૈનિકોની ટુકડી પાછી વળતી અને રાજભવનમાં નિરાશા પર નિરાશા ઠલવાયે જતી. પિતા ગયા, માતાને પત્તે નથી તેથી ચંદ્રયશને ખૂબ આઘાત છે. અરેરે.પિતા તો ગયા પણ માતા ! તું પણ મને મૂકીને ચાલી ગઈ! આ એકલો ચંદ્રયશ શું કરશે ? એમ કલ્પાંત કરે છે. પિતૃછાયા અને માતૃછાયા બને એકી સાથે ગૂંટવાઈ જતાં એની દશા ખૂબ કરૂણ બની હતી. રે કેવો સંસાર! ક્યાં મણિરથ ! કયાં યુગબાહુ ! કયાં મયણરેહા ! કેવી અણધારી રીતે આ બધા પંખીઓ એક ડાળીએ ને એક માળે ભેગા થયા હતા અને કેવી અણધારી રીતે પાછા જુદી જુદી દિશાએ ઉડી ગયા.
ચંદ્રયશને દુઃખી જઈને સામંતોએ કહ્યું- મહારાજા ! આ પ્રમાણે ગભરાઈ જવાનું કેઈ કારણ નથી. આપની માતા ધીર–વીર છે તથા ધર્મની જાણકાર છે, માટે તેમણે ગ્ય માર્ગ લીધે હશે. આ૫ તેમના માટે કોઈ જાતની ચિંતા ન કરે, તમે એમ ન સમજે કે માતાની રક્ષા હું જ કરી શકું છું. જો તમે રક્ષક હોત તે પિતાનું રક્ષણ કેમ ન કરી શક્યા? દરેક આત્મા પિતાને રક્ષક છે, માટે આપ માતાની ચિંતા છોડી દો. આ બધી